આદિવાસી બાબતોનું મંત્રાલય

શ્રી અર્જૂન મુંડાએ ગૌણ વન પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવ માટે રાજ્યની નોડલ એજન્સીઓને સલાહ આપવા અંગે મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો

Posted On: 08 APR 2020 4:51PM by PIB Ahmedabad

આદિજાતિ બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી અર્જૂન મુંડાએ 15 રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજ્ય નોડલ એજન્સીઓને લઘુતમ ટેકાના ભાવ (MSP)થી ગૌણ વન પેદાશો (MFP)ની પ્રાપ્તિ કામગીરી હાથ ધરવા માટે સલાહ આપવામાં આવે. આ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ; ગુજરાત; મધ્યપ્રદેશ; કર્ણાટક; મહારાષ્ટ્ર; આસામ; આંધ્રપ્રદેશ; કેરળ; મણીપૂર; નાગાલેન્ડ; પશ્ચિમ બંગાળ; રાજસ્થાન; ઓડિશા; છત્તીસગઢ; અને ઝારખંડ છે.

આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, કોવિડ-19ના ઉપદ્રવના કારણે ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિએ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ પડકારો ઉભા કર્યા છે. ભારતમાં મોટાભાગના તમામ રાજ્યો અને અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેનાથી વત્તા-ઓછા પ્રમાણમાં અસરગ્રસ્ત થયા છે. આદિજાતિ સમુદાયો સહિત ગરીબો અને સીમાંત લોકોને આ પરિસ્થિતિમાં સૌથી વધારે અસર પડી છે. સંખ્યાબંધ પ્રદેશોમાં અત્યારે ગૌણ વન પેદાશો (MFP) / બિન-કાષ્ઠ વન પેદાશ (NTFP)ની લણણી અને એકત્રીકરણનો સમય ચાલી રહ્યો છે જેના કારણે આદિજાતિ સમુદાયોના કલ્યાણ માટે અને MFP / NTFP આધારિત તેમના અર્થતંત્રને ઉગારવા માટે અત્યારે ચોક્કસ સક્રીય પગલાં લેવા આવશ્યક છે જેથી તેમને સલામતી અને આજીવિકાની સુનિશ્ચિતતા આપી શકાય.

શ્રી મુંડાએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારોમાંથી આદિજાતિ વસાહતોમાં મધ્યસ્થીઓની હિલચાલ નિવારવી આવશ્યક છે અને તે રીતે આદિજાતિ સમુદાયોમાં કોરોના વાયરસનો ફેલાવો થવાની શક્યતા પણ નિવારી શકાશે. કથિત યોજના હેઠળ રાજ્યો પાસે ભંડોળ ઉપલબ્ધ છે અને જો કોઇ વધારાના ભંડોળની જરૂર પડશે તો, આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રાજ્યોમાં કામ સંભાળતા તમામ જિલ્લા સ્તરના નોડલ અધિકારીઓની વિગતો મંત્રાલયને આપી શકાશે. કોઇપણ વધુ સહકાર માટે, ભારતીય આદિજાતિ સહકારી માર્કેટિંગ ફેડરેશન (TRIFED)ના પ્રબંધન નિદેશકનો સંપર્ક કરી શકાશે.

તેમણે કહ્યું હતું કે, આદિજાતિ બાબતોનું મંત્રાલય પણ વન ધન સ્વ સહાય સમૂહો દ્વારા આદિજાતિ સમુદાયોમાં સામાજિક અંતર અંગે જાગૃતિ ફેલાવવા માટે ચિંતન કરી રહ્યું છે.


સાતત્યપૂર્ણ આજીવિકાનું સર્જન કરવા અને આદિજાતિ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સુવિધા પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી વન ધન યોજના (PMVDY)ના અમલીકરણને રાજ્યોમાં ખૂબ જ વેગ મળ્યો છે. 27 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં 1205 વન ધન વિકાસ કેન્દ્રો (VDVK)ને મંજૂરી આપવામાં આવી છે જેમાં 3.60 લાખ આદિજાતિ એકત્રિત થયા છે અને આ પ્રકારે તેઓ ઉદ્યમશીલતાના માર્ગે આગળ વધ્યા છે. 

GP/RP



(Release ID: 1612285) Visitor Counter : 236