ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ પોતાના પત્ની સાથે ઉપરાષ્ટ્રપતિ ભવનમાં દીવા પ્રગટાવ્યા


ઉપરાષ્ટ્રપતિએ કોવિડ-19 મહામારી વિરુદ્ધના અભિયાનમાં મજબૂત સંકલ્પ પ્રદર્શિત કરવા માટે દેશવાસીઓની પ્રશંસા કરી

ઉપરાષ્ટ્રપતિએ આ ચેપને રોકવા માટે નાગરિકોને સામાજિક વ્યવહારમાં અંતર જાળવી રાખવા અને અન્ય જરૂરી સૂચનાઓનું પાલન કરવાનો આગ્રહ કર્યો

નાગરિકોને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની વિનંતી કરી

ઉપરાષ્ટ્રપતિએ પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી દર મહીને પોતાના પગારમાંથી યોગદાન આપવાનો નિર્ણય કર્યો

Posted On: 05 APR 2020 9:10PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકૈયા નાયડુએ પોતાના પત્ની શ્રીમતી ઉષામ્માની સાથે આજે રાત્રે 9 વાગ્યે ઉપરાષ્ટ્રપતિ ભવનમાં દીવડા પ્રગટાવ્યા હતા અને કોવિડ-19 રોગચાળા વિરુદ્ધના અભિયાનમાં સહભાગી થયા.

આ પ્રસંગ પર ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહ્વાહનનો ઉદ્દેશ્ય, આપણી એકતા અને સહભાગી સંકલ્પ દ્વારા કોરોના વાયરસના કારણે ફેલાયેલ નિરાશા અને અંધકારને દૂર કરવાનો છે. તેમણે આ પ્રસંગે સામુહિક સહભાગી સહયોગની અદમ્ય શક્તિ પ્રદર્શિત કરવા બદલ નાગરિકોની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીના આહ્વાહનને વ્યાપક જનસમર્થન આપીને દેશવાસીઓએ એક વાર ફરી આ રોગચાળા વિરુદ્ધ પોતાના મજબૂત સંકલ્પને સાબિત કર્યો છે.

સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિમાં લોકોને પોતાના ઘરોમાં જ રહેવાની વિનંતી કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે તે દરેક નાગરિકની ફરજ છે તે આ વાયરસના ચેપને ફેલાતો અટકાવે.

કોવિડ-19 વિરુદ્ધના અભિયાનમાં ડોકટરો, સ્વાસ્થ્ય કર્મચારીઓ, પોલીસ, સ્વચ્છતાકર્મીઓ અને સ્થાનિક એકમોના કર્મચારીઓ તથા સમાજસેવી સંગઠનોના પ્રયાસોની પ્રશંસા કરીને ઉપરાષ્ટ્રપતિએ લોકોને સામાજિક વ્યવહારમાં અંતર જાળવી રાખવા અને અંગત સ્વચ્છતા રાખવા માટેની વિનંતી કરી હતી. તેમણે લોકોને આગ્રહ કર્યો કે તેઓ કોવિડ-19 ચેપને ફેલાતો રોકવા માટે સરકાર અને ચિકિત્સા તજજ્ઞો દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચનાઓનું કડકપણે પાલન કરે.

જનસામાન્યની મુસીબતોને દૂર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે અત્યારના સમયમાં તે સમાજના દરેક સભ્યની પણ જવાબદારી છે કે તેઓ વિસ્થાપિત મજૂરો અને જરૂરિયાતમંદ ગરીબ લોકોની મદદ કરે.

ચેપ વિષે માહિતી અને સમાચાર પહોંચાડવા માટે ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓની પ્રશંસા કરતા ઉપરાષ્ટ્રપતિએ લોકોને અફવાઓ, ફેક ન્યુઝ, ખાસ કરીને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતીથી સાવધાન રહેવાની વિનંતી કરી હતી.

ત્યારબાદ પોતાની એક ફેસબુક પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ અફવાઓને ફેલાતી રોકવા ઉપર ખાસ કરીને સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલ ભ્રામક સૂચનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરીને લખ્યું હતું કે અફવાઓના આ વાયરસને તાત્કાલિક રોકવો જરૂરી છે.

તેમણે લખ્યું કે આપણે સંપ્રદાયો અને સમુદાયો અંગે આધાર વિનાના પૂર્વાગ્રહોથી બચવું જોઈએ અને કોઈ એક ઘટનાને પોતાના પૂર્વગ્રહોના અરીસા વડે ના જોવી જોઈએ. આપણે આશા રાખવી જોઈએ કે ભવિષ્યમાં પ્રસ્તાવિત સૂચનાઓનું આવું દુર્ભાગ્યપૂર્ણ ઉલ્લંઘન નહી કરવામાં આવે.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે તમામ ભાગીદારોની વચ્ચે સતત સંવાદ રહેવો જોઈએ અને આપણે વ્યક્તિગત રીતે અને સાથે મળીને આપણી પ્રતિક્રિયાઓનું વિશ્લેષણ કરતા રહેવું જોઈએ. તેમણે કહ્યું કે પ્રમાણિક માહિતીનું આદાન-પ્રદાન, અફવાઓ અને ભ્રામક પ્રચારને રોકવા માટે જરૂરી છે.

પ્રતિકુળ પરિસ્થિતિઓમાં પણ તમામ, આગળની હરોળના યોદ્ધાની જેમ તમામ મુશ્કેલીઓનો સામનો કરીને આરોગ્ય કર્મીઓની સાથે હિંસાત્મક મારપીટ ઉપર ચિંતા વ્યક્ત કરીને તેમણે કહ્યું, “આપણા આગળની હરોળના યોદ્ધા, ખાસ કરીને સ્વાસ્થ્ય કર્મચારીઓનું સન્માન અને સુરક્ષા, આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અત્યંત જરૂરી છે.”

આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ના થઇ જાય ત્યાં સુધી દર મહીને તેઓ પોતાના પગારનો ૩૦% ભાગ કોવિડ-19 ચેપની વિરુદ્ધના અભિયાનમાં પોતાના યોગદાનના રૂપમાં આપતા રહેશે.

RP

***


(Release ID: 1611823) Visitor Counter : 152