સંરક્ષણ મંત્રાલય

ગોવા નૌસેના વિસ્તાર જરૂરૂયાતમંદોને સહયોગ પૂરો પાડી રહ્યું છે

Posted On: 03 APR 2020 8:32PM by PIB Ahmedabad

કોરોના વાયરસ મહામારીનો નિયંત્રિત કરવાના હાલમાં ચાલી રહેલા પ્રયાસો અને ભારતના લોકો આ કપરી સ્થિતિના સામના માટે સહયોગ આપી રહ્યા છે ત્યારે દેશ વ્યાપી લોકડાઉનના હાલના સમયમાં ગોવા નૌકા વિસ્તારે પણ સ્થાનિક લોકોને ભોજન અને આવશ્યક ચીજોના વિતરણ મારફતે સહાયનો હાથ લંબાવવાનુ ચાલુ રાખ્યુ છે.

તા. 01 એપ્રિલ, 2020ના રોજ ગોવા નૌકા વિસ્તારના વડા મથકે મેંગોર હિલ્સના કાઉન્સિલર સાથે સંકલન કરીને રોજે રોજ પેટીયુ રળતા લોકોના પરિવારો, સ્થળાંતર કરતા મજૂરો અને ઓછી આવક ધરાવતા પરિવારોને અહીંના ગાંધીનગર વિસ્તારમાં આશરે 1000 કિલો ઝેટલી આવશ્યક ચીજોનુ 200થી વધુ પરિવારોને વિતરણ કર્યુ હતું. આ ઉપરાંત 600 કિલો જેટલી આવશ્યક ચીજો જરૂરિયાત ધરાવતા પરિવારોને વિતરણ કરવા માટે શહેરી વિકાસ અને સમાજ કલ્યાણ મંત્રી શ્રી મિનિંદ નાયકને સુપરત કરવામાં આવી હતી
 
આ અગાઉ આ સપ્તાહની શરૂઆતમાં ડિફેન્સ સિક્યોરિટી કૉર્પ્સ (ડીએસસી)ના જવાનો અને આઈએનએ, હંસાના ભારતીય નેવલ કર્મચારીઓએ વાસ્કો, ગોવાના અંદાજે 320 લોકોને વાસ્કો રેલવે સ્ટેશન, બોગડા અને રામમંદિર જેવા ઘણા બધા સ્થળઓએ ભોજનનુ વિતરણ કર્યું હતું.



(Release ID: 1611094) Visitor Counter : 100