માનવ સંસાધન વિકાસ મંત્રાલય

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે UGC, AICTE, NCTE, NIOS, NCERT અને KVSને કોવિડ-19ના જોખમ વચ્ચે કઈ રીતે સુરક્ષિત રહેવું તે અંગે પત્ર લખ્યો

Posted On: 03 APR 2020 3:27PM by PIB Ahmedabad

કોવિડ-19ના જોખમના પગલે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે UGC, AICTE, NCTE, NIOS, NCERT અને KVSને આ સંકટના સમયગાળા દરમિયાન કઈ રીતે સુરક્ષિત રહેવું તે અંગે પત્ર લખ્યો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના આ સંસ્થાનોને લખેલા પત્રમાં સચિવ, એચઆરડી, શ્રી અમિત ખરેએ માહિતી આપી છે કે કોવિડ-19 વિરુદ્ધ લડવા માટે જાહેર ખાનગી ભાગીદારીમાં ભારત સરકાર દ્વારા આરોગ્ય સેતુ નામની એક એપ તૈયાર કરવામાં આવી છે. આ એપ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગવાની તેમને કેટલી શક્યતા છે તે ચકાસવામાં મદદ કરશે. આ એપ તેની સંભાવના કટિંગ એજ બ્લુટુથ ટેકનોલોજી, અલ્ગૉરિધમ અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને અન્ય લોકો સાથે જે તે વ્યક્તિનો કેટલો સંપર્ક છે તેના આધારે નક્કી કરે છે. આ એપ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી/ શિક્ષકો અને તેમના પરિવારના સભ્યોને સહાયક બનશે. આ એપ નીચે આપેલ લીંકના માધ્યમથી ડાઉનલોડ કરી શકાય છે.
iOS : itms-apps://itunes.apple.com/app/id505825357
Android : https://play.google.com/store/apps/details?id=nic.goi.arogyasetu
આ ઉપરાંત એવી પણ માહિતી આપવામાં આવી છે કે સ્વ-કાળજી માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના પગલાઓ માટે આયુષ મંત્રાલયે કેટલીક નિયમાવલી પણ ઘડી કાઢી છે; તે આપણા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, શિક્ષકો અને તેમના પરિવારના સભ્યો માટે લાભદાયક નીવડશે.
સ્વકાળજી માટેના રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના પગલાઓ માટે અહિ ક્લિક કરો
Kindly click here for Ayurveda immunity boosting measures for self-care

પત્રમાં એમ પણ સૂચવવામાં આવ્યું છે કે ૩જી એપ્રિલ 2020ના રોજ પ્રધાનમંત્રી દ્વારા તેમના સંબોધનમાં વિનંતી કરવામાં આવ્યા અનુસાર પ્રકાશનું મહત્વ સમજવા માટે અને આપણે સૌ જે ઉદ્દેશ્ય માટે સાથે મળીને લડી રહ્યા છે તેને મહત્વ ટાંકવા માટે 5 એપ્રિલ 2020ના રોજ રાત્રે 9 વાગ્યે 9 મિનીટ માટે વિદ્યાર્થીઓ મીણબત્તી, દીવડા અથવા તેમના મોબાઇલમાં ટોર્ચ શરૂ કરી શકે છે. આમ છતાં કોઇપણ વ્યક્તિએ કોલોની અથવા રસ્તા પર કે પોતાના ઘરની બહાર કોઇપણ જગ્યાએ ક્યાંય ભેગા ના થવું જોઈએ.


(Release ID: 1610708) Visitor Counter : 302