સંરક્ષણ મંત્રાલય
ડીઆરડીઓએ કોવિડ-19 સામે લડાઈમાં મોખરે રહીને લડતા આરોગ્ય ક્ષેત્રનાં વ્યાવસાયિકોની સલામતી જાળવવા સીમ સીલિંગ ગ્લુ ધરાવતા બાયો સૂટ વિકસાવ્યાં
Posted On:
02 APR 2020 6:47PM by PIB Ahmedabad
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ)એ જીવેલણ વાયરસથી સલામત રહેવા અને કોવિડ-19 સામે લડવામાં સંકળાયેલા તબીબી, પેરામેડિકલ અને અન્ય કર્મચારીઓને સુરક્ષિત રાખવા માટે બાયો સૂટ વિકસાવ્યો છે. ડીઆરડીઓની વિવિધ પ્રયોગશાળાઓમાં કાર્યરત વૈજ્ઞાનિકોએ ચોક્કસ પ્રકારનાં ફેબ્રિક ધરાવતા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) વિકસાવવા ટેક્સટાઇલ, કોટિંગ અને નેનોટેકનોલોજીમાં તેમની જાણકારી અને કુશળતા કામે લગાવી છે.
આ સૂટ ઉદ્યોગની મદદ સાથે તૈયાર કરવામાં આવ્યાં છે તથા એ ટેક્સટાઇલના માપદંડો માટે કડક પરીક્ષણને તેમજ કૃત્રિમ લોહી સામે સુરક્ષાને આધિન છે. કૃત્રિમ લોહી સામે સંરક્ષણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ) દ્વારા બોડી સૂટ માટે નિર્ધારિત માપદંડોથી વધારે સુરક્ષા આપે છે.
ડીઆરડીઓએ એ સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કર્યા છે કે, આ સૂટનું ઉત્પાદન મોટી સંખ્યામાં થાય અને કોવિડ-19 સામે મોખરે રહીને લડતા મેડિક્સ, પેરામેડિક્સ અને અન્ય કર્મચારીઓ માટે મજબૂત સુરક્ષા કવચ તરીકે કામ આપે.
ઉદ્યોગ મોટી સંખ્યામાં સૂટનું ઉત્પાદન કરવા સજ્જ છે. મેસર્સ કુસુમગઢ ઇન્ડસ્ટ્રીઝ કાચો માલ, કોટિંગની સામગ્રીનું ઉત્પાદન કરે છે તેમજ અન્ય વિક્રેતાઓની મદદ સાથે સંપૂર્ણ સૂટનું ઉત્પાદન કરે છે. એની હાલની ઉત્પાદન ક્ષમતા દરરોજ 7,000 સૂટની છે.
અન્ય એક વિક્રેતાને બોર્ડ પર લેવામાં આવ્યાં છે, જે ગાર્મેન્ટ ટેકનોલોજીમાં બહોળો અનુભવ ધરાવે છે અને દરરોજ ઉત્પાદન કરવાની ક્ષમતા વધારીને 15,000 કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ડીઆરડીઓના ઉદ્યોગ પાર્ટનર્સ અને અન્ય ઉદ્યોગો દ્વારા દેશમાં બાયો સૂટના ઉત્પાદન સમક્ષ અવરોધ પેદા થયો છે, કારણ કે દેશમાં સીમ સીલિંગ ટેપ ઉપલબ્ધ નથી.
ડીઆરડીઓએ સબમરિન એપ્લિકેશનમાં ઉપયોગી સીલન્ટ પર આધારિત સીલિંગ ટેપનો સાંધો કરવા કરવા વિકલ્પ તરીકે સ્પેશ્યલ સીલિન્ટ તૈયાર કર્યું છે. અત્યારે ઉદ્યોગ પાર્ટનર દ્વારા સીમ સીલિંગ માટે આ ગ્લુનો ઉપયોગ બાયો સૂટ તૈયાર કરવા માટે થાય છે, જેને સધર્ન ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન (એસઆઇટીઆરએ) કોઇમ્બતૂરમાં પરીક્ષણમાં મંજૂરી મળી છે. આ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બની શકશે. ડીઆરડીઓ સૂટના ઉત્પાદનો દ્વારા સીમ સીલિંગ એક્ટિવિટીને ટેકો આપવા ઉદ્યોગ દ્વારા આ ગ્લુનું મોટા પાયે ઉત્પાદન કરી શકે છે.
ડીઆરડીઓએ કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લીઅર (સીબીઆરએન) એજન્ટ સામે સુરક્ષા માટે અનેક ઉત્પાદનો અને ટેકનોલોજી વિકસાવી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંકુલ (ડીઆરડીઈ), ગ્વાલિયર એ ડીઆરડીઓની પ્રયોગશાળા છે, જ્યાં કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લીઅર (સીબીઆરએન) પરમીએબલ સૂટ એમકે વી વિકસાવ્યાં છે. 53,000 સૂટ સેના અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ ટુકડી (એનડીઆરએફ)ને મોકલવામાં આવ્યાં છે.
રેડિયોલોજિકલ ઇમરજન્સીમાં પ્રથમ પ્રતિભાવ આપવા પુનઃઉપયોગ કરી શકાય એવા સૂટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લીઅર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સિસ (આઇએનએમએએસ) દિલ્હી દ્વારા વિકસાવવામાં આવ્યાં છે.
આગ્રા સ્થિત એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એડીઆરડીઇ)એ સંરક્ષણાત્મક ટેકનિકલ ટેક્સટાઇલ જેવા ફેબ્રિક સાથે વિવિધ પ્રકારના પેરાશૂટ વિકસાવ્યાં છે.
RP
******
(Release ID: 1610490)
Visitor Counter : 276