નાણા મંત્રાલય

સરકારે કોવિડ-19 લૉકડાઉનને કારણે થર્ડ પાર્ટી મોટર વીમા અને હેલ્થ પોલિસી ધારકોને રાહત આપી


હેલ્થ, મોટર વીમા પોલિસીઓ રિન્યૂ કરાવવાની તારીખ 21 એપ્રિલ સુધી લંબાવવામાં આવી

Posted On: 02 APR 2020 1:13PM by PIB Ahmedabad

કોવિડ-19 લૉકડાઉનને પગલે સરકારે થર્ડ પાર્ટી વીમો અને હેલ્થ વીમા પોલિસીધારકો માટે રાહત પ્રદાન કરી છે. નાણાં મંત્રાલયે 1 એપ્રિલ, 2020ના રોજ એક અધિસૂચના બહાર પાડી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, 25 માર્ચથી 14 એપ્રિલ, 2020 વચ્ચેના ગાળામાં જે હેલ્થ અને મોટર વીમા પોલિસીઓની રિન્યૂઅલ તારીખો આવે છે તેમની તારીખ લંબાવીને કોરોનાવાયરસ લૉકડાઉનને કારણે 21 એપ્રિલ, 2020 કરવામાં આવી છે.

એનો અર્થ એ થયો કે, તમારી હાલની પોલિસીઓ 25 માર્ચ, 2020થી 14 એપ્રિલ, 2020 વચ્ચે રિન્યૂઅલ કરાવવાની હશે, તો તમે 21 એપ્રિલ, 2020 સુધી એને લંબાવી શકશો.

થર્ડ પાર્ટી મોટર વીમોઃ

જો તમારી હાલની ફરજિયાત થર્ડ-પાર્ટી મોટર વીમા પોલિસી 25 માર્ચ, 2020થી 14 એપ્રિલ, 2020 વચ્ચે પૂર્ણ થતી હોય અને તમે લૉકડાઉનને કારણે તમારી પોલિસી રિન્યૂ ન કરાવી શકો, તો પછી તમે આ પ્રકારની મોટર વીમા પોલિસી 21 એપ્રિલ, 2020 સુધી રિન્યૂ કરાવી શકો છો.

નાણાં મંત્રાલયે જાહેર કરેલી અધિસૂચના મુજબ,

"જે પોલિસીધારકોને મોટર વ્હિકલ થર્ડ પાર્ટી વીમા પોલિસીઓ 25 માર્ચ, 2020થી 14 એપ્રિલ, 2020 દરમિયાન રિન્યૂઅલ કરાવવાની હોય અને તેઓ કોરોના વાયરસ રોગ (કોવિડ-19)ના પરિણા દેશમાં પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સમયસર પોલિસી રિન્યૂ કરાવવા પ્રીમયિમની ચુકવણી ન કરી શકે, તો તેઓ આ પ્રકારની ચુકવણી 21 એપ્રિલ, 2020ના રોજ કે ત્યાં સુધી કરી શકે છે, જેથી ફરજિયાત મોટર વ્હિકલ થર્ડ પાર્ટી વીમો રિન્યૂઅલની તારીખથી જળવાઈ રહે.

નિયમિત હેલ્થ વીમા પોલિસી:

એ જ રીતે, જો તમારી હેલ્થ વીમાની પોલિસી પૂર્ણ થાય છે અને 25 માર્ચ, 2020થી 14 એપ્રિલ, 2020 વચ્ચે રિન્યૂ કરાવવાની હોય, તો તમે એને 21 એપ્રિલ, 2020 સુધીમાં રિન્યૂ કરાવી શકો છો.

અધિસૂચના મુજબ, "જે પોલિસીધારકોની હેલ્થ વીમાપોલિસીઓ 25 માર્ચ, 2020થી 14 એપ્રિલ, 2020 દરમિયાન રિન્યૂ કરાવવાની હોય અને તેઓ કોરોના વાયરસ રોગ (કોવિડ-19)ના પરિણા દેશમાં પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સમયસર પોલિસી રિન્યૂ કરાવવા પ્રીમયિમની ચુકવણી ન કરી શકે, તો તેમને 21 એપ્રિલ, 2020નાં રોજ કે ત્યાં સુધીમાં પોલિસી રિન્યૂ કરાવી શકે છે, જેથી રિન્યૂની તારીખ હેલ્થ વીમો જળવાઈ રહે.

GP/RP

******

 



(Release ID: 1610328) Visitor Counter : 234