સંરક્ષણ મંત્રાલય

નૌસેનાના મુંબઇ ડોકયાર્ડે ઓછા ખર્ચમાં કોરોનાવાયરસની તપાસમાં કામ લાગે તેવી ઇન્ફ્રારેડ સેંસરવાળી ટેમ્પરેચર ગન વિકસાવી

Posted On: 02 APR 2020 11:25AM by PIB Ahmedabad

નેવલ ડોકયાર્ડ, મુંબઈએ ઓછો ખર્ચે બની શકે તેવી અને પોતાના હાથમાં રાખીને ઉપયોગ થઈ શકે તેવી ટેમ્પરેચર ગન વિકસાવી છે. આ ગન યાર્ડના પ્રવેશ દ્વારે કર્મચારીઓનું મોટી સંખ્યામાં સ્ક્રીનીંગ કરી શકે છે. આ ગન વિકસાવવાથી ગેટ પર સલામતી વિભાગના સંત્રીઓનો બોજ ઓછો થયો છે. આ સાધન રૂ. 1,000થી પણ ઓછા ખર્ચે વિકસાવવામાં આવ્યું છે અને તેમાં તરિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.(જે બજારમાં મળતી ટેમ્પરેચન ગનની તુલનામાં ખૂબજ મામૂલી છે).

હાલમાં ચાલી રહેલી કોરોનાવાયરસ મહામારીને કારણે તાજેતરનાં વર્ષોમાં દુનિયામાં જોવા મળેલી સૌથી મોટી મેડિકલ ઈમર્જન્સીઓમાં ગણના પામે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ચેપ લાગેલા લોકોની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. દેશની તબીબી ક્ષેત્રની માળખાગત સુવિધાઓની કસોટી થાય તેવી સ્થિતિ છે.

વેસ્ટર્ન નેવલ કમાન્ડના 258 વર્ષ જૂના નૌકા દળના ડોકયાર્ડ (એનડી)માં દૈનિક અંદાજે 2,000થી વધુ કર્મચારીઓ પ્રવેશ કરે છે. કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં આ કર્મચારીઓનુ વેસ્ટર્ન ફ્લીટના ડોકયાર્ડમાં પ્રવેશતી વખતે, યાર્ડની અંદર જ સ્ક્રીનીંગ કરવુ જરૂરી બની રહે છે. સ્ક્રીનીંગ કરવાની અત્યંત પ્રાથમિક પદ્ધતિ સંપર્ક થાય નહિ તેવા સાધન વડે સંભવિત દર્દીના શરીરનુ તાપમાન માપવાની છે.

કોરોના વાયરસ ફાટી નીકળ્યો ત્યારથી બજારમાં નોન-કોન્ટેક્ટ થર્મોમીટર એટલે કેટેમ્પરેચર ગનની તંગી વર્તાઈ રહી છે. એની અછત દૂર કરવા મોટી સંખ્યામાં જરૂર પડે છે. બજારમાં જે ગન મળે છે તેની ઊંચી કીંમત વસૂલાય છે. અછતની આ સ્થિતિને પહોંચી વળવા નેવલ ડોકયાર્ડ મુંબઈએ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવી ઇન્ફ્રારેડ આધારિત ટેમ્પરેચર સેન્સર હેન્ડ ગન વિકસાવી છે, જે 0.02 ડીગ્રી સેલ્સિયસની ચોકસાઈ ધરાવે છે, તેમા નોન કોન્ટેક્ટ થર્મોમીટરમાં ઈનફ્રારેડ સેન્સર અને એલઈડી ડિસ્પ્લે હોય છે અને સાથે માઈક્રો કન્ટ્રોલર જોડેલુ હોય છે, જે 9 વોટની બેટરી વડે ચાલે છે અને તેનાથી મોટી સંખ્યામાં સ્ક્રીનિંગ થઈ શકે છે. આ પહેલને કારણે યાર્ડના પ્રવેશ માર્ગ પર કર્મચારીઓનુ મોટી સંખ્યામાં સ્ક્રીનીંગ શક્ય બન્યુ છે અને તેના કારણે ગેટ ઉપર ફરજ બજાવતા સુરક્ષા જવાનના કાર્યબોજમાં ઘટાડો થયો છે. આ સાધનનો ત્પાદન ખર્ચ રૂ. 1,000 કરતાં પણ ઓછો હોવાથી ડોકયાર્ડ જરૂર પડે તો તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકે તેમ છે. આ હેતુથી તેના ઘટકો એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.

GP/RP

********



(Release ID: 1610282) Visitor Counter : 170