વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

JNCASR દ્વારા વિકસાવવામાં આવેલું કોટિંગ ચેપના પ્રસરણ સામે રક્ષણ આપી શકે છે

Posted On: 01 APR 2020 6:10PM by PIB Ahmedabad

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ (JNCASR)એ વન-સ્ટેપ ક્યોરેબલ એન્ટિ-માઈક્રોબિયલ કોટિંગ વિકસાવ્યું છે, જેને ટેક્સ્ટાઈલ, પ્લાસ્ટિક વગેરે જેવી વિવિધ સપાટીઓ ઉપર ચોપડવાથી કોવિડ 19 સહિતના અનેક પ્રકારના વિષાણુઓ નાશ પામી શકે છે.

આ સહસંયોજક કોટિંગનું સંશોધન પત્ર એપ્લાઇડ મટિરિયલ એન્ડ ઈન્ટરફેસીઝ નામની જર્નલમાં પ્રકાશિત થયું છે. કોટિંગ ઈન્ફ્લુએન્ઝાના વાયરસને સંપૂર્ણપણે નષ્ટ કરે છે, તેમજ તે મેથિલિલિન-રેઝિસ્ટન્સ સ્ટેફિલોકોકસ ઓરિયસ અને ફ્લુકોનાજોલ-રેઝિસ્ટન્ટ સી. આલ્બિકન્સ એપીપી સહિતના રોગકારક સૂક્ષ્મ જંતુઓ અને ફૂગનો પણ નાશ કરે છે.

સાર્સ-સીઓવી-2નો રોગચાળો ફાટી નીકળવાથી વૈશ્વિક જાહેર આરોગ્યને પ્રચંડ ફટકો પડ્યો છે. ઈન્ફ્લુએન્ઝાની માફક કોરોના વાયરસ પણ આવરણ ધરાવતો વાયરસ છે. એટલે, એવું છે કે આ કોટિંગ સાર્સ-સીઓવી-2 સંપર્કમાં આવતાં તેને નિષ્ક્રિય બનાવશે અને વિવિધ સપાટીઓ ઉપર તેને ચોપડવામાં આવે તો ચેપ અટકાવવામાં સહાયરૂપ બની શકે છે.

સંશોધકોએ જણાવ્યું છે કે “આજ સુધીમાં અમારી જાણકારીમાં તમામ વિષાણુઓ, સૂક્ષ્મ જંતુઓ અને ફૂગનો નાશ કરતું હોય તેવું સહસંયોજક કોટિંગ નથી.” આ કોટિંગ વિવિધ સપાટીઓ ઉપર લગાવી શકાશે અને તેની સુગમતા અને મજબૂતાઈ કોટિંગની ખરીદી માટે કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની જરૂરિયાત નાબૂદ કરશે.

વિકસાવવામાં આવેલા મોલેક્યુલ્સ (પરમાણુ) યુવી ઈરેડિયેશનને કારણે વિવિધ સપાટીઓ સાથે તે રાસાયણિક ક્રોસ-લિન્કની ક્ષમતા ધરાવે છે. કોટિંગ રોગકારક જંતુઓ (એટલે કે બેક્ટેરિયા)ના પટલ સાથે સંપર્કમાં આવતાં તે જંતુઓને નિષ્ક્રિય બનાવે છે.

વિવિધ સપાટીઓ ઉપર માઈક્રોબિયલ એટેચમેન્ટ અને તેના કોલોની ફોર્મેશન જીવલેણ વિષાણુઓના લોકોમાં પ્રસરણમાં તેમજ આરોગ્ય સંભાળની વ્યવસ્થામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ વાતને ધ્યાનમાં રાકીને રોજિંદા જીવનમાં વપરાશમાં આવતી વિશાળ સપાટીઓ તેમજ હોસ્પિટલ વગેરે જેવાં તબીબી માળખાંઓનું કોટિંગ દ્વારા આવરણ કરવાનો સરળ અભિગમ વિકસાવવામાં આવ્યો હતો.
સોલ્વન્ટ્સ (દ્રાવણો)ની વિશાળ શ્રેણીમાં (જેમ કે પાણી, ઈથેનોલ, ક્લોફોર્મ વગેરે)ની મહત્તમ દ્રાવ્યતાને ધ્યાનમાં રાખીને અને સરળ શુદ્ધિકરણ તેમજ ઉચ્ચ ઉપજ સાથે નાણાંકીય પરવડે તેવી ત્રણથી ચાર પગલાંની રાસાયણિક વ્યૂહરચનાને ધ્યાનમાં રાખીને આ મોલેક્યુલ્સ બનાવવામાં આવ્યાં હતાં. તે પછી કણ, પોલિયુરેથિન, પોલીપ્રોપિલિન, પોલિસ્ટરીન વગેરે જેવા જુદા-જુદા સબસ્ટ્રેટ્સ ઉપર મોલેક્યુલ્સ સ્થિર કરવામાં આવ્યા હતા, જે આપણે આપણી આસપાસ જોયેલી મોટાભાગની વસ્તુઓનું નિર્માણ કરે છે. ટૂંકમાં, કાપડ ઉપર કોટિંગ માટે તેને સંયોજનોના પ્રવાહી દ્રાવણમાં બોળવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ચીજો માટે એથેનોલિક સબસ્ટ્રેટ્સને તે ચીજોની ઉપર ચોપડવામાં આવ્યું હતું અને પછી યુવી ઈરેડિયેશન કરાયું હતું. કોટિંગ બાદ સપાટીઓ જંતુમુક્ત, ફૂગમુક્ત અને વિષાણુમુક્ત બની કે નહીં, તેનું મૂલ્યાંકન કરાયું હતું.

તાજેતરની કોરોના વાયરસ દ્વારા ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને જો વાયરસ સક્રિય જણાય તો મોલેક્યુલ્સને સીઆરઓ (કોન્ટ્રાક્ટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) મારફતે મોટા પ્રમાણમાં સંશ્લેષિત કરી શકાય છે અને ખાનગી સંસ્થાઓના સહયોગ સાથે માસ્ક, હાથમોજાં, ઝભ્ભા (ગાઉન્સ) વગેરે જેવાં વિવિધ વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો ઉપર તેનું કોટિંગ કરી શકાય છે. હોસ્પિટલમાં મળી આવતાં અથવા અસામાન્ય ચેપ ટાળવા માટે આ મોલેક્યુલ્સ અન્ય તબીબી ઉપકરણો અને સાધનો ઉપર પણ લગાડી શકાય છે.

RP

*****


(Release ID: 1610103) Visitor Counter : 245