ગૃહ મંત્રાલય

કોવિડ-19 સામે લડવા માટે ખરા અર્થમાં અને દિલથી લૉકડાઉનનો અમલ કરવા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને ગૃહ મંત્રાલયની અપીલ

Posted On: 01 APR 2020 7:55PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19ના ફેલાવાની સાંકળ તોડવા માટે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ભારત સરકારના મંત્રાલયો/વિભાગો અને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો/વહીવટીતંત્રો દ્વારા લૉકડાઉનના પગલાંના અમલીકરણ માટે સંકલિત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

DM અધિનિયમ 2005 અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સંકલિત માર્ગદર્શિકામાં સમાવેશ કર્યા અનુસાર, લૉકડાઉનના પગલાંમાં મંજૂરી આપવામાં આવી છે જેના કરતા વધારે છૂટછાટો રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અપાતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

આ અવલોકનને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટી અધિકારીઓને પત્ર લખીને વિનંતી કરી છે કે, કોવિડ-19 સામે લડવા માટે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 હેઠળ તેઓ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ખરા અર્થમાં અને દિલથી લૉકડાઉનના પગલાંનો ચુસ્ત અમલ કરાવે.

RP

******



(Release ID: 1610074) Visitor Counter : 159