માનવ સંસાધન વિકાસ મંત્રાલય

માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ની અધ્યક્ષતામાં તમામ 23 આઈઆઈટીના ડિરેકટરો સાથે વીડિયો કોન્ફરન્સથી આ સંસ્થાઓની કોરોનાવાયરસ અંગે તૈયારીયો અંગેની સમિક્ષા બેઠક યોજાઈ


શ્રી નિશંકે તમામ આઈઆઈટીને કોરોનાવાયરસ અંગે વધુ સંશોધન કરવા સૂચના આપી

Posted On: 01 APR 2020 5:26PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-04-2020

કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ નિશંકની અધ્યક્ષતામાં ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજીસના તમામ ડિરેકટરો સાથે આજે દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ હતી. મંત્રીશ્રીએ વિદ્યાર્થી, પ્રાદ્યાપકો અને સંકુલમાં કરાર પર કામ કરતા લોકો તથા તેમના પરિવારના સભ્યોની સંભાળ લેવાય તે માટે ઈચ્છા વ્યક્ત કરી હતી અને ધ્યાન રાખવાની સૂચનાઓ પણ આપી હતી અને એ બાબતે ખાત્રી રાખવા જણાવ્યું હતું કે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહી.

શ્રી પોખરીયાલે આ શિક્ષણ સંસ્થાઓને એવી ખાતરી રાખવા જણાવ્યું હતું કે મોટા ભાગના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસક્રમથી આવરી લેવામાં આવે. શિક્ષણ સંસ્થાઓને આ અભ્યાસક્રમ સ્વયમ / સ્વયમ પ્રભા પર મુકવા માટે પણ જણાવ્યું હતું અને ક્રેડીટ ટ્રાન્સફરની વ્યવસ્થા પર કામ કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ માનસિક આરોગ્ય અંગેના પડકારો (લૉકડાઉનના ગાળા દરમિયાન) હલ કરવા બાબતે એક હેલ્પલાઈનની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતુ તેમણે કહ્યું કે દરેક સંસ્થાએ એક ટાસ્ક ફોર્સની રચના કરવી જોઈએ, જેમાં માનસિક આરોગ્યની સમસ્યાઓ હલ કરવા એક માનસશાસ્ત્રીની નિમણુક કરવી જોઈએ. સ્ટાફ અને વિદ્યાર્થીઓના વેતન / સ્કોલરશિપ વગેરે બાબતે તેમણે એવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે એની સમયસર ચૂકવણી થઈ જવી જોઈએ અને કરાર પર કામગીરી કરતા લોકો અને રોજમદારોને એડહોક ધોરણે વેતનની ચૂકવણીના મુદ્દા બાબતે તેમણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ બાબતે કોઈ સમસ્યા ઉભી થવી નહી જોઈએ. આ કર્મચારીઓને કોઈ તકલીફ પડવી જોઈએ નહિ અને આ કર્મચારીઓને 30મી એપ્રિલ સુધીમાં સંપૂર્ણ ચૂકવણી થઈ જવી જોઈએ.

મંશ્રીશ્રીએ તમામ સંસ્થાઓને પીએમ કેર ફંડમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે આ સંસ્થાઓને સૂટના આપી હતી કે તેમણે કોરોનાવાયરસ બાબતે સક્રીયપણે સંસોધન હાથ ધરવુ જોઈએ. અત્યાર સુધીમાં જે સંશોધન કાર્ય થઈ ચૂક્યુ છે તેને સોશ્યલ મિડીયા અને અન્ય માધ્યમોમાં યોગ્ય પ્રસિદ્ધિ મળવી જોઈએ.

શ્રી પોખરીયાલે આ શિક્ષણ સંસ્થાઓના ડિરેકટરોને એવી સૂચના આપી હતી કે સંસ્થાઓએ હાલમાં હોસ્ટેલમાં વસતા વિદ્યાર્થીઓની સંભાળ લેવી જોઈએ અને હોસ્ટેલમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ સામાજિક અંતરનો વિશેષ ખ્યાલ રાખે તે બાબતે પણ ધ્યાન રાખવુ જોઈએ. તેમના માટે આહારના વિતરણમાં કાળજી લેવાવી જોઈએ. આ ઉપરાંત તેમણે સંસ્થાનુ એકેડેમિક કેલેન્ડર બનાવવાની સૂચના આપી હતી જેથી વિદ્યાર્થીઓએ સમર અને વિન્ટર ઈન્ટર્નશિપ ગુમાવવી પડે નહિ. તેમણે વિવિધ કંપનીઓ સાથે જનસંપર્ક રાખવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવા જણાવ્યું હતું જેથી આ સંસ્થાઓમાં ભૂતકાળનાં વર્ષોના નીચેના સ્તર કરતાં ઓછુ પ્લેસમેન્ટ થાય તેવી સ્થિતિ ઉભી થાય નહિ.

 શ્રી નિશંકે એવો નિર્દેશ કર્યો હતો કે તમામ આઈઆઈટીએ આગળ આવીને આઈઆઈટી, મુંબઈ મારફતે પૂરી પાડવામાં આવતી ઈનક્યુબેશન વ્યવસ્થાનો ઉપયોગ કરવો જોઈએ.

વીડિયો કોન્ફરન્સ દરમિયાન તમામ આઈઆઈટીએ સંસ્થાઓ વિદ્યાર્થીઓ, અધ્યાપક ગણ અને સ્ટાફ ઉપરાંત કોન્ટ્રાક્ટ પરના સ્ટાફને જે સગવડો પૂરી પાડી રહી છે તેની વિગતો આપી હતી. આ સંસ્થાઓના ડિરેકટર અધ્યાપકગણ અને સ્ટાફ ના સભ્યો વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહે છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ કોરોનાવાયરસ સામેની લડતમાં સામેલ થયા છે તેમને માસ્ક, ઓછી કીમતનાં વેન્ટીલેટર્સ, સેનેટાઈઝર્સ, ટેસ્ટીંગ કીટસ વગેરે સુરક્ષા સાધનોની જરૂરી તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી.

માનવ સંસાધન મંત્રીએ આ સંસ્થાઓએ તેમના ક્ષેત્રમાં કરેલી કામગીરીને બિરદાવી હતી અને આ સંસ્થાઓમાં સરકાર નવેસરથી સંશોધન કામગીરી હાથ ધરવા માટે પ્રોત્સાહન આપશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

આઈઆઈટીના ડિરેકટરોઅ ખાતરી આપી હતી / માહિતી આપી હતી કે :-

  • આઈઆઈટીના મોટાભાગના વિદ્યાર્થીઓ હાલમાં સંકુલમાં નથી અને જે વિદ્યાર્થીઓ સંકુલમાં છે તેમને ભોજન, સલામતી વગેરેની શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી છે સાથે-સાથે સામાજિક અંતર જળવાઈ રહે તે માટેની ખાતરી રાખવામાં આવી રહી છે.
  • આ સંસ્થાઓ હાલમાં સંકુલમાં સામાજિક અંતર જાળવે છે આ ઉપરાંત વિદ્યાર્થીની, અધ્યાપક ગણની, અને તેમના પરિવારના સભ્યો તેમજ કોન્ટ્રાક્ટ ઉપરનો સ્ટાફની સલામતી જાળવવામાં આવે છે.
  • જે વિદ્યાર્થીઓ નિયમિત રીતે વર્ગમાં હાજરી આપી શકતા નથી તે સારી રીતે અભ્યાસ કરી શકે તેમાટે ઓનલાઈન અભ્યાસક્રમોની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને ઓનલાઈન અભ્યાસ સામગ્રી પૂરી પાડવામાં આવે છે. આ માટે અધ્યાપક ગણને ઓનલાઈન અભ્યાસ સામગ્રી તૈયાર કરવાની અને જાળવવાની સૂચના આપવામાં આવી છે, જેથી હાલમાં જે વિદ્યાર્થીઓને ઈન્ટરનેટ ઉપલબ્ધ ના હોય તે આ સામગ્રીનો હવે પછી પણ ઉપયોગ કરી શકે.
  • હાલના લોકડાઉનના સંદર્ભમાં તમામ ઈન્ડીયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી સુધારેલુ એકેડેમિક કેલેન્ડર તૈયાર કરી રહી છે, જેથી વિદ્યાર્થીઓ એકેડેમિક પ્રવૃત્તિઓથી વંચિત રહી જાય નહી.
  • જે કિસ્સાઓમાં વિદ્યાર્થીઓના કેમ્પસ પ્લેસમેન્ટ પછી નોકરીઓ પાછી ખેંચી લેવામાં આવી છે, તેમના માટે જુલાઈ / ઓગસ્ટમાં કાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
  • વિદ્યાર્થીઓના અભ્યાસમાં સાતત્ય જળવી રહે તે માટે તમામ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી પ્રોત્સાહન પૂરૂ પાડી રહી છે. કેટલીક ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીસ વિવિધ પ્રકારના રોકડ એવોર્ડઝ મારફતે કોરોનાવાયરસ અંગે સંશોધન કરવા પ્રોત્સાહન પૂરૂ પાડી રહી છે.

GP/RP


(Release ID: 1610049) Visitor Counter : 275