સંરક્ષણ મંત્રાલય
‘આવા’ એ લોકડાઉન દરમિયાન દિલ્હીમાં જરૂરિયાતમંદ લોકો માટે 3700 ફુડ પેકેટ આપ્યા
Posted On:
31 MAR 2020 2:12PM by PIB Ahmedabad
સેના પત્ની કલ્યાણ સંઘ (Army Wives Welfare Organisation - AWWA) એ કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવા માટે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની સરકારને આજે 25૦૦ ફુડ પેકેટ પૂરા પાડ્યા. આશરે 1200 ફુડ પેકેટ્સ ગઈકાલે સોંપવામાં આવ્યા હતા. ખાદ્ય પદાર્થો અથવા ભોજનના પેકેટોનું મફતમાં વિતરણ પાંચ દિવસો સુધી ચાલુ રહેશે.
ભોજનના આ પેકેટ સેનાના ‘આવા લંચ પ્રોજેક્ટ’ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યા હતા. આ પેકેટ જુદા જુદા અધિકારીઓ, જુનિયર કમિશન્ડ અધિકારીઓ અને અન્ય રેન્કના પદાધિકારીઓના પરિવારો દ્વારા દિલ્હીની જુદી-જુદી કોલોનીઓમાં પોત-પોતાના ઘરોમાં તૈયાર કરવામાં આવ્યા હતા.
દેશના સૌથી મોટા સ્વૈચ્છિક સંગઠનોમાંથી એક ‘આવા’નો ઉદ્દેશ્ય સૈન્ય કર્મીઓની પત્નીઓ અને તેમના બાળકોના સમગ્ર વિકાસ અને કલ્યાણ કરવાનો તેમજ યુદ્ધ વિધવાઓ અને દિવ્યાંગ બાળકોનું પુનર્વસન કરવાનો છે. તે સિવાય, ‘આવા’ ગરીબોના જીવન સ્તરમાં સુધારો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવી રહેલા અનેક અભિયાનોમાં પણ સક્રિય ભાગીદારી ધરાવે છે.
GP/RP
******
(Release ID: 1609614)
Visitor Counter : 146