વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ભારતે રાષ્ટ્રીય સરહદો વટાવીને હેલ્થ પ્રોફેશનલ્સ અને દવાઓની પરવડે તેવી ઉપલબ્ધી સરળ કરવા તથા હેરફેરમાં વધારો કરવા માટે અનુરોધ કર્યો
શ્રી પિયુષ ગોયેલ જણાવ્યું કે, ભારત અસરકારક અને ઉત્તમ ગુણવત્તા ધરાવતા તબીબી અને ફાર્મા ઉત્પાદનનો ભરોસાપાત્ર અને પરવડે તેવો સ્રોત છે
જી-20 ટ્રેડ અને ઈનવેસ્ટમેન્ટ મંત્રીઓએ પોતાનાં બજારો ખુલ્લાં મુકવા તથા લોજીસ્ટીક્સ નેટવર્કને સરળ અને સતત કાર્યરત રાખવા નિર્ણય કર્યો
Posted On:
31 MAR 2020 12:04PM by PIB Ahmedabad
રોગચાળા સામે લડત આપી શકાય તે માટે ભારતે રાષ્ટ્રીય સરહદો વટાવીને દવાઓની પોસાય તેવી ઉપલબ્ધી આસાન બને અને હેલ્થ પ્રોફેશનલ્સની હેરફેર સરળ બને તેવુ વૈશ્વિક માળખુ ઘડી કાઢવા માટે અનુરોધ કર્યો છે. જી-20 દેશોના ટ્રેડ અને ઈનવેસ્ટમેન્ટ મંત્રીઓની બેઠકમાં સંબોધન કરતાં વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આપણી બહુવિધ કટિબદ્ધતાઓ જાળવી રાખવા તથા વર્તમાન પડકારોનો અસરકારક રીતે સામનો કરવા અનુરોધ કર્યો હતો.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે અનેક પડકારો હોવા છતાં ભારત દુનિયાના આશરે 190 દેશો માટે અસરકારક અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ફાર્મા પ્રોડકટસનો અસરકારક સ્રોત બની રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે “ અમને વિશ્વાસ છે કે બહેતર નિયમનલક્ષી અને સંસોધન અને વિકાસ સહયોગ વડે ભારત વર્તમાન સમય જેવા કટોકટીના કાળમાં વિશ્વની જરૂરિયાતો પૂરી પાડવા માટેને ક્ષમતામાં વધારો કરશે. આપણે એ બાબતની ખાતરી રાખવાની રહે છે કે આ ઉણપ હલ કરવા તથા જીવન અને આજીવિકાના રક્ષણ માટે તેમજ ગરીબમાં ગરીબ વ્યક્તિને આહાર અને પોષણની સુરક્ષા પ્રાપ્ત થાય તેની આપણે ખાતરી આપવાની જરૂર છે.”
મંત્રીશ્રીએ રોગચાળા સામેની લડતમાં સંકળાયેલા વિશ્વના તમામ મોખરાના હેલ્થ પ્રોફેશનલ્સ, સેનિટેશન વર્કર્સ તથા આવશ્યક સેવાઓ જાળવી રાખવાની કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકો સાથે એકજૂટતા જાળવી રાખવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ખાસ કરીને વિકસતાં રાષ્ટ્રો અને ઓછાં વિકસેલાં રાષ્ટ્રોની સ્થિતિ કમજોર છે અને તેમની પાસે ઓચિંતી આવી પડેલી મહામારીનો સામનો કરવા માટે યોગ્ય સાધનો, માળખાગત સુવિધાઓ અને ટેકનિકલ ક્ષમતાનો અભાવ વર્તાય છે.
શ્રી ગોયલે વધુમાં જણાવ્યું હતું કે આવા ઓચિંતા આવી પડેલા પડકારોને પહોંચી વળવા માટે દુનિયાભરમાંથી નવતર પ્રકારના, સહાયકારી અને અતિસક્રિય પ્રતિભાવની જરૂર પડે છે. “આપણી સંયુક્ત કામગીરીમાં નિયમ આધારિત અને બહુપાંખીયા પદ્ધતિનુ પ્રતિબિંબ કેન્દ્ર સ્થાને રહેવુ જોઈએ અને વ્યાપાર અને અન્ય ક્ષેત્રની કોઈ પણ કામગીરીમાં વિકાસને કેન્દ્ર સ્થાને રાખવો જોઈએ. આપણે એ બાબતની ખાતરી રાખવાની રહે છે કે મહત્વની વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો અને ખાસ કરીને આવશ્યક દવાઓ અને આહારની ચીજોનો પુરવઠો રાષ્ટ્રીય જરૂરયાતોમાં અવરોધ થવો ન જોઈએ અને વ્યાપાર માટેની સુગમતાને યોગ્ય સ્થાન પ્રાપ્ત થવુ જોઈએ અને જ્યારે પણ જરૂર ઉભી થાય ત્યારે કસ્ટમ્સ વગેરેનાં વિવિધ ક્લિયરન્સ માટે આયાતકારો માટે મૂળભૂત દસ્તાવેજો પૂરા પાડવાની જરૂરિયાતોમાં કામચલાઉ ધોરણે દૂર કરવી જોઈએ. આ ઉપરાંત આપણે એક એવા માળખા અંગે વિચારવું જોઈએ કે જેમાં અગાઉથી સમતિ સધાયેલા પ્રોટેકોલ મુજબ મહત્વની ફાર્મા પ્રોડકટસ, તબીબી સાધનો, નિદાન કરવા માટેનાં ઉપકરણો અને કીટ્સ તથા હેલ્થકેર ક્ષેત્રના પ્રોફેશનલ્સને વિવિધ દેશોમાં ટૂંકી નોટિસથી કામે લગાડી શકાય ”
શ્રી ગોયલે વધુમાં જણાવ્યું હતું કે “વિશ્વના અર્થતંત્રની સુરક્ષા માટે, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નડતા અવરોધો દૂર કરવા માટે તથા વિશ્વ વ્યાપારને વિશ્વનાં બજારોની વિચિત્ર વલણ સામે વાજબી, સ્થિર અને નિયમ આધારિત બજાર વ્યવસ્થા પૂરી પાડીને અને રોગચાળા સામે લડત આપવામાં આપણે સૌએ આપણા નિષ્ણાતોની સૂચના મુજબ સાથે મળીને આપણા નાગરિકોની સાથે-સાથે તથા અન્યને સહાય થઈ શકે તે માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે તથા આપણા સૌની સમૃદ્ધિ માટે જ્યારે પણ જરૂર ઉભી થાય ત્યારે માનવ જાતના લાંબા ગાળાના ભાવિ માટે આપણે એસડીજી (સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ)- 2030ની કટિબદ્ધતાઓને અનુસરવાની જરૂર છે.”
જી-20 દેશો ઉપરાંત મહેમાન દેશોના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રીઓએ પોતાનાં બજારો મુક્ત કરવા તથા લોજીસ્ટીક્સ નેટવર્કનો સરળ અને સતત સંચાલન થઈ શકે તેવી સ્થિતિ ઉભી થાય તેવી ખાતરી રાખવાનો નિર્ણય કર્યો છે. વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી આ બેઠકમાં કોરોના વાયરસ રોગચાળાને વૈશ્વિક રોગચાળા તરીકે વર્ણવવામાં આવ્યો હતો અને તેના સામના માટે સુસંગત વૈશ્વિક પ્રયાસો આવશ્યક ગણવામાં આવ્યા હતા. આ બેઠકને અંતે જે નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું તેમાં જણાવવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાય અને માનવ જીવનની સુરક્ષા માટે તથા મજબૂત રીતે આર્થિક રીતે બેઠા થઈ શકાય તે માટે તથા કટોકટી પૂરી થાય તે પછી પણ લાંબા ગાળાના, સમતોલ અને સમાવેશી વિકાસ માટે સહયોગ અને સંકલન વધારવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ જરૂર જણાય તો તાકિદનાં પગલાં લેવાં જોઈએ અને વૈશ્વિક સપ્લાય ચેઈનને માટે બીનજરૂરી અવરોધો ઉભા થતા હોય તો લક્ષિત, પ્રમાણસર, પારદર્શક અને કામચલાઉ પગલાં લેવાં જોઈએ અને વિશ્વ વ્યાપાર સંસ્થા (ડબલ્યુટીઓ) સાથે સુસંગત રહેવુ જોઈએ. “આપણે આપણા નાગરિકોના આરોગ્યના હિતમાં તથા તેના સમર્થનમાં મહત્વના તબીબી પુરવઠા અને ઉપકરણો, મહત્વનાં કૃષિ ઉપકરણો અને અન્ય આવશ્યક વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો સરહદ પાર જળવાઈ રહે તેની ખાતરી રાખવી જોઈએ. આપણી રાષ્ટ્રીય જરૂરિયાતોને સુસંગત રહે તે રીતે જ્યાં તાકીદની જરૂર હોય ત્યાં આપણે આવશ્યક વસ્તુઓના વેપાર માટે તમામ તાકીદનાં પગલાં ભરીશું. આપણે આવશ્યક તબીબી પુરવઠાની અને ફાર્માસ્યુટિકલ્સની પોસાય તેવી કીંમતે, તાતી જરૂર હોય ત્યાં શક્ય તેટલા વહેલા અને સમાન ધોરણે ઉપલબ્ધી અને પ્રાપ્યતા જળવાઈ રહે તે માટે પ્રોત્સાહનો મારફતે તેમજ લક્ષિત મૂડીરોકાણ મારફતે આપણે વધારાના ઉત્પાદનને પ્રોત્સાહિત કરીને રાષ્ટ્રીય સંજોગો અનુસાર પગલાં ભરીશું. આપણે નફાખારો તથા ગેરવાજબી ભાવ વધારા સામે રક્ષણ પૂરૂ પાડીશું.”
GP/RP
* * * * * * * * *
(Release ID: 1609606)
Visitor Counter : 217