વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ફાર્માસ્યુટિકલ્સ અને હોસ્પિટલના ઉપકરણો જેવી આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં 280થી વધારે યુનિટો વિવિધ સેઝમાં કાર્યરત
Posted On:
31 MAR 2020 10:40AM by PIB Ahmedabad
છેલ્લા થોડા વર્ષ દરમિયાન ભારતમાંથી વિશેષ આર્થિક ઝોન (સેઝ)એ નિદાનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. આ સેઝ ભારતની કુલ નિકાસમાં અંદાજે 18 ટકા પ્રદાન કરે છે. ચાલુ નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સેઝમાંથી નિકાસ 110 અબજ ડોલરનો આંકડો વટાવી ગઈ છે. કોવિડ-19ને નિયંત્રણમાં દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની સ્થિતિમાં સેઝમાં કાર્યરત એકમો દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ કે હોસ્પિટલના ઉપકરણ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં સંકળાયેલા છે, જેથી આ મહત્ત્વપૂર્ણ પુરવઠાની ખેંચ ઊભી ન થાય.
ફાર્માસ્યુટિકલ અને હોસ્પિટલના ઉપકરણો જેવી આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં સંકળાયેલા 280થી વધારે એકમો કાર્યરત છે. ઉપરાંત 1900 આઇટી/આઇટીઇએસ એકમોએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા સક્ષમ બનાવવાની સુવિધા પૂરી પાડી છે.
સેઝના ડેવલપમેન્ટ કમિશનરોને એ સુનિશ્ચિત કરવા વિનંતી રજૂ કરવામાં આવી છે કે, આઇટી/આઇટીઇએસ એકમો વગેરેના કેસમાં ક્યુપીઆર, એપીઆર, સોફટેક્સ ફાઇલ કરવા જેવા નિયમોનું પાલન કરવામાં 31 માર્ચ, 2020 સુધી કરવું જરૂરી છે, પણ જો તેઓ આ પ્રક્રિયા પૂર્ણ ન કરે, તો ડેવલપર/કો-ડેવલપર/એકમોને મુશ્કેલી ન પડવી જોઈએ અને તેમની સામે દંડાત્મક કામગીરી હાથ ન ધરવી જોઈએ. ઉપરાંત એવી વિનંતી પણ કરવામાં આવી છે કે, એલઓએ અને અન્ય નીતિનિયમોનું તમામ એક્સટેન્શન નિયમિત સમયમર્યાદામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા થાય અને જ્યાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા શક્ય ન હોય, ત્યાં એક્સટેન્શન આપવામાં આવે અથવા રુબરુ બેઠકની જરૂર હોય એવા કેસમાં ડેવલપર/કોડેવલપર/યુનિટને કોઈ મુશ્કેલી ન પડે એ સુનિશ્ચિત કરવું, ભલે આ વિક્ષેપના ગાળા દરમિયાન આ પ્રકારની વેલિડિટી પૂરી થઈ જાય. તેમણે 30.06.2020 સુધી કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના કામચલાઉ ધોરણે વચગાળાનું એક્સટેન્શન/એક્સપાઇરી ડેટને આગળ વધારવાની મંજૂરી આપી શકશે અથવા આ બાબતે વિભાગની વધારે સૂચનાની રાહ જોવી, એમાંથી વહેલા હશે એ લાગુ કરી શકાશે.
જ્યારે તમામ ડેવલપમેન્ટ કમિશરો તેમના કાર્યક્ષેત્રમાં આવતા એકમોની સરળ કામગીરી માટે સંકલન સાધીને કામ કરી રહ્યાં છે, ત્યારે કાર્ય-સ્થળની સલામતીની તમામ જરૂરી તકેદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકપણે પાલન થાય છે.
*****
(Release ID: 1609515)