વિદ્યુત મંત્રાલય

એસજેવીએન પીએમ કેર ભંડોળમાં 5 કરોડ રૂપિયાનું યોગદાન આપશે

Posted On: 30 MAR 2020 4:48PM by PIB Ahmedabad

ઊર્જા મંત્રાલય, ભારત સરકારના વહીવટી નિયંત્રણ હેઠળના એક મીની રત્ન અને શીડ્યુલ – એ સીપીએસઈ, એસજેવીએન દ્વારાકોવિડ-19 રોગચાળાની અસર સામે લડવા માટેના રાહત કાર્યો માટે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં 5 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌથી વધુ ચેપી રોગ કોવિડ-19 એ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. આ રોગના વિસ્ફોટના કારણે દરરોજ નોંધપાત્ર સંખ્યામાં લોકો આ રોગથી અસરગ્રસ્ત બની રહ્યા છે. ભારતમાં, દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારાની સાથે આ રોગચાળો આરોગ્ય અને આર્થિક ક્ષેત્રમાં અનેક પડકારો ઉભા કરી રહ્યો છે.

એસજેવીએનના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી નંદલાલ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે એક જવાબદારી કોર્પોરેટ નાગરિક તરીકે અને કોવિડ-19 વિરુદ્ધની આ લડાઈની ગંભીરતાને સમજીને એસજેવીએન દ્વારા પીએમ કેર ભંડોળમાં 5,૦૦,000/- (પાંચ કરોડ) રૂપિયાની રકમ દાનમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

દેશના પ્રધાનમંત્રી દ્વારા ‘આકસ્મિક પરિસ્થિતિ ભંડોળમાં પ્રધાનમંત્રીની નાગરિકોને સહાય અને રાહત (‘Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Situations Fund’ - PM CARES Fund) નામે એક ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ભંડોળ કોઇપણ પ્રકારના અકસ્માત અથવા તણાવની સ્થિતિ જેવી કે હાલમાં કોવિડ-19 રોગચાળો છે, તેની સામે લડવા માટેના એકમાત્ર પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રને સમર્પિત ભંડોળ તરીકે કામ કરશે અને અસરગ્રસ્તોને સહાયતા પૂરી પાડશે.

શ્રી શર્માએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે એસજેવીએન દેશ અથવા દેશના લોકોને અસર કરતા કોઇપણ મુદ્દાને ઉકેલવા માટે સમાજ અને સરકારની સહાયતા કરવા માટે હંમેશા આગળની હરોળમાં ઉભું રહ્યું છે. કોવિડ-19ના પ્રસાર સામે લડવા માટે એસજેવીએન દવાખાનાઓ દ્વારા વેન્ટીલેટર્સ ખરીદવા માટે, ફેસ માસ્ક, હાથના મોજા વગેરે જેવા અંગત સુરક્ષાત્મક સાધનો વહેંચવા, તેના પ્રોજેક્ટ દવાખાનાઓમાં ક્વોરન્ટાઇન એકમો ઉભા કરવા માટે અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને અન્યજરૂરી સામગ્રી વહેંચવા માટે ત્રણ કરોડ રૂપિયાની રકમ આપવાની પ્રતિબદ્ધતા પહેલેથી જ વ્યક્ત કરી ચૂકી છે. એસજેવીએનના કર્મચારીઓએ કોરોના પડકારને પહોંચી વળવા માટે પોતાના પગારમાંથી 32 લાખ રૂપિયાની રકમનું યોગદાન પણ આપ્યું છે.

GP/RP



(Release ID: 1609415) Visitor Counter : 126