વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

પૂણે સ્થિત સ્ટાર્ટઅપ અને સાયટેક પાર્કમાં ઇન્ક્યુબેટીએ કોવિડ 19 સામેની લડાઈમાં મહારાષ્ટ્રની હોસ્પિટલોને શુદ્ધ અને ડિસઇન્ફેક્ટ કરવા ટેકનોલોજી વિકસાવી


સાયટેક એરઓન નામની નેગેટીવ આયન જનરેટર બંધ વાતાવરણમાં વાયરસ, બેક્ટેરિયા અને ફુગના ઇન્ફેક્શનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે

આ કોવિડ-19 પોઝિટિવ કેસ અને શંકાસ્પદ કેસ દ્વારા દૂષિત હવાને ચોખ્ખી કરે છે અને ઇન્ફેક્શન થયેલા ભાગોને ડિસઇન્ફેક્ટ કરે છે

એનાથી ક્વૉરન્ટાઇન સુવિધાઓમાં કાર્યરત સ્ટાફ, ડૉક્ટરો અને નર્સોની રોગ પ્રતિરોધક ક્ષમતા અને વાયરસ સામે લડવાની ક્ષમતા વધીને તેમની સલામતી સુનિશ્ચિત થઈ શકશે

ડીએસટીએ પ્રોડક્ટનું ઉત્પાદન કરવા અને એને વધારવા રૂ. 1 કરોડ આપ્યાં

તેમાંથી 1000 મહારાષ્ટ્રમાં વિવિધ હોસ્પિટલોમાં ઇન્સ્ટોલેશન માટે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે

Posted On: 30 MAR 2020 4:07PM by PIB Ahmedabad

ઇન્ક્યુબેટી કંપની સાયટેક પાર્ક, પૂણેએ વિકસાવેલી એક ટેકનોલોજી ભારતની કોવિડ 19 સામેની લડાઈ માટે અસરકારક સમાધાન ઓફર કરે છે, જે એક કલાકની અંદર નોંધપાત્ર રીતે રૂમની અંદર ઇન્ફેક્ટેડ વિસ્તારોમાં વાયરલનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડે છે. આ ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)એ શરૂ કરેલા કાર્યક્રમ નિધિ પ્રયાસ અંતર્ગત વિકસાવવામાં આવી છે.

ડીએસટીએ પ્રોડક્ટનું ઉત્પાદન કરવા અને સ્કેલ વધારવા રૂ. 1 કરોડ આપ્યાં છે તથા મહારાષ્ટ્રમાં વિવિધ હોસ્પિટલોમાં તેમાંથી 1000 ટૂંક સમયમાં ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર થઈ જશે. પૂણેની કંપની જેક્લીન વેધર ટેકનોલોજીસ પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહી છે.

સાયટેક એરઓન નામનો નેગેટિવ આયન જનરેટર બંધ વાતાવરણમાં વાયરસ, બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શનને નિયંત્રણ કરવામાં મદદ કરે છે, જે હવાને ચોખ્ખી કરી શકે છે તથા એરિયાને ડિસઇન્ફેક્ટ કરી શકે છે, જેને કોવિડ-19 પોઝિટિવ કેસ અને શંકાસ્પદ કેસ ધરાવતી વ્યક્તિઓ દ્વારા ઇન્ફેક્શન લાગ્યું હોય છે. એટલે સ્ટાફ, ડૉક્ટરો અને નર્સોની રોગ પ્રતિરોધક ક્ષમતા અને વાયરસ સામે લડવાની ક્ષમતામાં વધારો કરીને તેમની સલામતી સુનિશ્ચિત કરી શકાશે, જેઓ ક્વારેન્ટાઇન સુવિધાઓમાં સતત કામ કરે છે.

રોગનું કારણરૂપ વાયરસ અને બેક્ટેરિયાનો નાશ કરવામાં એની ઉપયોગિતાનું ઘર, હોસ્પિટલ, શાળાઓ, ખેતરો, ઉદ્યોગો વગેરે જેવા વિવિધ પ્રકારના બંધ વાતાવરણમાં આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ પ્રસિદ્ધ પ્રયોગશાળાઓમાં વૈજ્ઞાનિક ધોરણે પરીક્ષણ થયું છે. આયન જનરેટર મશીનની એક કલાકની કામગીરી રૂમની સાઇઝને આધારે એની અંદર 99.7 ટકા સુધી વાયરલનું ભારણ ઘટાડે છે.

સાયટેક એરઓન આયોનાઇઝર મશીન 8 સેકન્ડ દીઠ (દર સેકન્ડે 10 આયન) અંદાજે સેંકડો મિલિયન નેગેટિવ ચાર્જ આયન પેદા કરે છે. હવાજન્ય ફુગ, કોરોના કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ, માઇટ એલર્જન્સ, બેક્ટેરિયા, પોલેન્સ, ડસ્ટ વગેરે જેવા સૂક્ષ્મ અણુઓની આસપાસ આયોનાઇઝર ફોર્મ ક્લસ્ટર્સ દ્વારા પેદા થતા નેગેટિવ આયન હાઇડ્રોક્સિલ રેડિકલ્સ અને એચઓ નામનો અતિ રિએક્ટિવ ઓએચ ગ્રૂપ રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા તમામ પ્રકારનાં સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરે છે. ઓએચ ગ્રૂપ વાતાવરણના ડિટર્જન્ટ તરીકે પણ ઓળખાય છે.

આયન જનરેટર દ્વારા પેદા થતી ડિટરજન્ટની લાક્ષણિકતા એલર્જન્સ, વાયરસ અને બેક્ટેરિયામાં બહારનાં પ્રોટિનને તોડવામાં મદદ કરે છે, જે હવાજન્ય રોગોને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે. એનાથી ઇન્ફેક્શન અને નુકસાનકારક વાતાવરણીય પરિબળો સામે લડવા શરીરની પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. આ પ્રતિરોધકક્ષમતા આયન વાતાવરણની બહાર આગામી 20થી 30 દિવસ માટે મદદરૂપ થઈ શકશે. આ કાર્બન મોનોકસાઇડ (કાર્બન ડાયોકસાઇડ કરતાં 1000 ગણા વધારે નુકસાનકારક), નાઇટ્રોજન ડાયોકસાઇડ અને અસ્થિર કાર્બનિક સંયોજનો જેવા વાયુજન્ય પ્રદૂષકોને છૂટાં પણ પાડે છે.

આયન જનરેટર ઇન્ફ્લુએન્ઝા વાયરસ, કોક્સસાકી વાયરસ, પોલિયો વાયરસ, હ્યુમન કોરોના વાયરસ, વિવિધ એલર્જન્સ, બેક્ટેરિયા અને ફુગ જેવા વિવિધ પ્રકારનાં રોગકારકો સામે અસરકારક છે. આ સરકારી પરિવહન, ટ્રેન સ્ટેશનો કે એરપોર્ટ પર હવામાં તરતા વાયરસો સામે પણ ઉપયોગી થઈ શકશે અથવા પ્લેન કેબિન, ઘર, હોસ્પિટલનો વોર્ડ વગેરે જેવી બંધ જગ્યાની અંદર ખાસ કરીને વધારે ઉપયોગી છે.

GP/RP


(Release ID: 1609364) Visitor Counter : 241