રેલવે મંત્રાલય

ભારતીય રેલવે દ્વારા દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન સતત પૂર્ણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે


ભારતીય રેલવેએ છેલ્લા બે દિવસમાં માલસામાનના 71261 વેગન દોડાવ્યા

48614 વેગનમાં આવશ્યક માલસામાન અને 22647માં અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ લઇ જવાઇ

Posted On: 30 MAR 2020 4:30PM by PIB Ahmedabad

કોરોના વાયરસ મહામારીના કારણે અત્યારે સંપૂર્ણ દેશમાં લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે, ભારતીય રેલવે દેશવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેમની અવરિત માલવહન સેવા દ્વારા માલસામાન પહોંચાડવા માટે સતત કામ કરે કરે છે.

28 માર્ચ 2020ના રોજ કુલ 695 રેક/35942 વેગનમાં માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું જેમાંથી 442 રેક/24412 વેગનમાં આવશ્યક માલસામાન (એક વેગનમાં 58-60 ટન જથ્થો હોય છે) લઇ જવામાં આવ્યો હતો. આમાં 54 રેક/2405 વેગન ખાદ્યાન્ન, 3 રેક/126 વેગન ખાંડ, 1 રેક/42 વેગન મીઠું, 1 રેક/ 50 વેગન ખાદ્ય તેલ, 356 રેક/20519 વેગન કોલસો અને 27 રેક/1270 વેગન પેટ્રોલિયમ ઉત્પાદનોનું પરિવહન કરવામાં આવ્યું હતું.

29 માર્ચ 2020ના રોજ કુલ  684 રેક/35319 વેગનમાં માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું જેમાંથી 437 રેક/24202 વેગનમાં આવશ્યક ચીજવસ્તુઓ લઇ જવામાં આવી હતી. આમાં 40 રેક/1727 વેગન ખાદ્યાન્ન, 5 રેક/210 વેગન ખાંડ, 1 રેક/42 વેગન મીઠું, 1 રેક/42 વેગન ખાદ્ય તેલ, 363 રેક/20904 વેગન કોલસો અને 27 રેક/1277 વેગન પેટ્રોલિયમ ઉત્પાદનોના જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર માટે મંજૂરી આપી છે જેથી પૂરવઠા સાંકળની કામગીરી સંપૂર્ણપણે ચાલતી રહે તે સુનિશ્ચિત થાય. રેલવે મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સતત રાજ્ય સરકારો સાથે સંપર્કમાં રહે છે જેથી પરિચાલન સંબંધિત કોઇપણ સમસ્યાઓ ઉકેલી શકાય અને ટર્મનિલ પર સરળતાથી બધા કાર્યો થઇ શકે.

GP/RP


(Release ID: 1609329) Visitor Counter : 180