રેલવે મંત્રાલય

સમગ્ર દેશમાં જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની ખાતરી યથાવત જાળવી રાખતી ભારતીય રેલવે

Posted On: 28 MAR 2020 2:48PM by PIB Ahmedabad

કોવીડ-19 રોગચાળાના કારણે રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ લોકડાઉનના ૩જા દિવસે ભારતીય રેલવે પોતાની માલસામાન સેવાઓના માધ્યમથી જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતાની ખાતરી કરવા માટેના પોતાના તમામ પ્રયત્નોને યથાવત ચાલુ રાખ્યા છે. તમામ રાજ્યોમાં લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન જુદા જુદા સામાન શેડ, સ્ટેશનો અને કંટ્રોલ ઓફિસોમાં ગોઠવવામાં આવેલ ભારતીય રેલવે કર્મચારીઓએ જરૂરી ચીજવસ્તુઓનો પૂરવઠો મળી રહે તેની ખાતરી કરવા માટે 24/7 ના આધાર પર કાર્ય કરવાનું યથાવત ચાલુ રાખ્યું છે કે જેથી રાષ્ટ્ર ઉપર તેની કોઈ અસર થાય.

ગઈકાલે 27 માર્ચ 2020ના રોજ પુરવઠા શ્રુંખલાને કાર્યાન્વિત રાખવા માટે ચીજવસ્તુઓના પુરવઠાના 34648 ડબ્બાઓ ચલાવવામાં આવ્યા. તેમાંથી જરૂરી ચીજવસ્તુઓના 23682 ડબ્બાઓ 425 રેક્સમાં ભારતીય રેલ્વે દ્વારા લઇ જવામાં આવ્યા જેથી બાબતની ખાતરી કરી શકાય કે પુરવઠા શ્રુંખલા યથાવત કાર્યાન્વિત રહી શકે. રીતે છેલ્લા પાંચ દિવસ દરમિયાન જરૂરી ચીજવસ્તુઓ લઇ જનારા ડબ્બાઓની કુલ સંખ્યા અંદાજે 1.25 લાખ સુધી પહોંચી ગઈ છે.

કુલ 23682 ડબ્બાઓ કે જેમાં જરૂરી ચીજવસ્તુઓ ભરવામાં આવી હતી તેમાંથી 1576 ડબ્બાઓ અનાજના, 42 ડબ્બાઓ ફળો અને શાકભાજીઓના, 42 ડબ્બા ખાંડના, 42 ડબ્બાઓ મીઠાંના, 20488 ડબ્બાઓ કોલસા અને 1492 ડબ્બાઓ પેટ્રોલીયમ પેદાશોના હતા. ભારતીય રેલ્વે દ્વારા દૂધના 15 ડબ્બાઓનું પણ ગઈકાલે વહન કરવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં અનેક સ્થળો પર સામાન લાવવા અને લઇ જવાની સુવિધાને સરળ બનાવવા માટે નિયંત્રણોને હળવા બનાવ્યા છે. તેણે સમગ્ર ભારતમાં ફેલાયેલા ટર્મિનલ ઉપર જુદા જુદા પ્રકારના સામાનને લાવવા અને લઇ જવા માટે પરવાનગીમાં પાયાના સ્તરની વિવેકબુદ્ધિને પણ નાબૂદ કરી છે. ભારતીય રેલ્વે દ્વારા લોક ડાઉનના સમયગાળા દરમિયાન જરૂરી ચીજવસ્તુઓના પુરવઠાને જાળવી રાખવા માટે સામાન પહોંચાડવા માટે ભારતીય રેલ્વે દ્વારા ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

GP/DS



(Release ID: 1608837) Visitor Counter : 139