સંરક્ષણ મંત્રાલય

ભારતીય નૌકાદળે ગોવાના આરોગ્ય કર્મચારીઓ માટે દિલ્હીથી આઈએલ38 ફેસ માસ્ક પહોંચાડ્યા

Posted On: 27 MAR 2020 6:54PM by PIB Ahmedabad

ગોવામાં ફેસ માસ્ક્સની અછતને પહોંચી વળવા ગોવાના ઈન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા અપાયેલા 60,000 ફેસ માસ્કના ઓર્ડર સામે હાલની લૉકડાઉનની સ્થિતિમાં અટવાયેલી ટ્રકો આગળ વધી શકતી ન હતી અને દિલ્હીમાં અટવાયેલી હતી.

ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રેસિડેન્ટે ગોવા ખાતે ભારતીય નૌકાદળને ગોવા સુધી પરિવહનની મદદ કરવા વિનંતી કરવામાં આવી હતી.

તેને પગલે, આઈએએનસ હંસા ઉપરથી ભારતીય નૌકાદળના લોન્ગ રેન્જ મેરિટાઈમ રિકનેઇઝન્સ એરક્રાફ્ટ - ઈલ્યુશિન 38એસડી (આઈએલ-38) 27મી માર્ચ, 2020ના રોજ નવી દિલ્હીના પાલમ એરપોર્ટ માટે રવાના થયું હતું તેણે દિલ્હીમાં પાલમ ખાતેના એર ફોર્સ સ્ટેશન સાથે સંકલન સાધીને એ જ દિવસે પરત ફરીને માસ્ક ગોવા પહોંચાડ્યાં હતાં.

RP


(Release ID: 1608708) Visitor Counter : 149