વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

શ્રી પિયુષ ગોયેલે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલોના પ્રતિનિધિઓ સાથે વીડીયો કોન્ફરન્સ યોજી

Posted On: 27 MAR 2020 5:07PM by PIB Ahmedabad

રેલવે તથા વાણિજય તથા ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે આજે સમગ્ર દેશની વિવિધ એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલોના પ્રતિનિધિઓ સાથે એક વીડિયો કોન્ફરન્સનુ આયોજન કર્યું હતું અને કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે આકલન કર્યું હતું અને બદલાયેલી પરિસ્થિતિ અંગે પ્રતિભાવ અને સૂચનો પ્રાપ્ત કર્યાં હતા. વાણિજય અને ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી હરદેવ સિંઘ પુરી, વ્યાપાર સચિવ ડૉ. અનુપ વાધવાન, ડીજીએફટીના ડિરેકટર જનરલ શ્રી અમિત યાદવ વગેરેનો બેઠકમાં હાજર રહેલા મહાનુભવોમાં સમાવેશ થતો હતો. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલોએ તેમની પ્રવૃત્તિઓ, બિઝનેસ પર મહામારીની થયેલી અસર અંગે માહિતી આપી હતી અને હાડમારીમાંથી બહાર નીકળવા માટેનાં કેટલાંક સૂચનો કર્યાં હતાં.

આ બેઠકમાં શ્રી પિયુષ ગોયલે જમાવ્યું હતું કે આયાત અને નિકાસ એ દેશની મહત્વની પ્રવૃત્તિ છે અને સાથે સાથે લોકડાઉન પણ 130 કરોડ ભારતીયોની સલામતી અને સુરક્ષા માટે જરૂરી છે. આથી તકલીફો નિવારવા માટે અક સમતુલા જાળવીને પરિસ્થિતિના ઉપાયો શોધી કાઢવાનુ જરૂરી બની રહે છે. તેમણે કહ્યું કે સરકાર આ પરિસ્થિતિને હલ કરવા આગળ વધી રહી છે તેવુ તાજેતરમાં નાણાંમંત્રી અને રિઝર્વ બેંકના ગવર્નરે તરેલી જાહેરાતોમાં જોવા મળે છે. પરંતુ આ પ્રકારના કપરા સમયમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિના નુભવને આધારે શિખી શકે છે અને ભવિષ્ય માટે આયોજન કરી શકે છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં કરવામાં વેલાં સૂચનો પર યોગ્ય ધ્યાન આપીને તુરંત જ એકશન લેવામાં આવશે. તેમણે આયાત અને નિકાસ કરનારા જૂથોને સરકાર તેમની વાજબી માંગણીઓ સંતોષવા માટે પ્રયાસો કરી રહી છે ને વ્યવહારૂ ઉકેલ સાથે બહાર આવશે.

આ વીડિયો કેન્ફરન્સમાં જે સંસ્થાઓએ બાગ લીધો હતો તેમાં ફીઓ, એઈપીસી, એસઆરટીઈપીસી, જીજેઈપીસી, એમએલઈ, સીઈપીસી, શેફેક્સિલ, ફાર્મેક્સિલ, ઈલેક્ટ્રોનિક એન્ડ સોફટવેર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, સર્વિસીસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, સિલ્ક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ઈઈપીસી, ઈપીસીએચ પ્રોજેકટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ટેક્સપ્રોસિલ, ટેલિકોમ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, કેશ્યુ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, પ્લાસટિક એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, સ્પર્ટસ ગુડઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, સેપેક્સિલ, , કેમિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર ઈઓયુ, એન્ડ એસઈઝેડ, વુલ એન્ડ વુલન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, એચઈપીસી, અને આઈઓપીઈસીનો સમાવેશ થતો હતો.

RP



(Release ID: 1608696) Visitor Counter : 120