ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં પોતાનો એક મહિનાના પગાર દાનમાં આપ્યો

प्रविष्टि तिथि: 27 MAR 2020 6:24PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા અધ્યક્ષ શ્રી એમ. વેંકૈયા નાયડુએ દેશમાં કોવિડ-19ની પરિસ્થિતિ સામે લડવા માટે સરકારના પ્રયાસોને મજબૂત બનાવવા માટેના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માં આજે પોતાના એક મહિનાના પગારને સમકક્ષ નાણાકીય રકમ દાનમાં આપી હતી.

પ્રધાનમંત્રીને સંબોધીને લખવામાં આવેલા એક પત્રમાં ઉપરાષ્ટ્રપતિએ કોવિડ-19ને અત્યંત તીવ્ર પ્રકારની આપદા ગણાવી હતી કે જેણે સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકોના જીવન લીધા છે.

તેમણે કહ્યું કે ભારત દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમયસર જરૂરી અને યોગ્ય પગલાઓ લઈને આ આફત સામે લડી રહ્યો છે. આ હેતુસર આ મારું નાનકડું યોગદાન છે.

RP


(रिलीज़ आईडी: 1608695) आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Telugu , Kannada