પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને માય ગોવ ઇન્ડિયા પર કોવિડ-19ના સમાધાનો સૂચવવા અપીલ કરી

प्रविष्टि तिथि: 16 MAR 2020 8:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ભારત સરકારના નાગરિક જોડાણ મંચ, માય ગોવ ઇન્ડિયા પર કોવિડ-19ના ટેકનોલોજી આધારિત સમાધાનો સૂચવવા અપીલ કરી હતી.

ટ્વીટ કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક સ્વસ્થ ગ્રહ માટેના નવા સમાધાનો. ઘણા લોકો કોવિડ-19ના ટેકનોલોજી આધારિત સમાધાનો આપી રહ્યાં છે. હું તેમને અપીલ કરું છું કે તેઓ માય ગોવ ઇન્ડિયા પર તેને શેર કરે. તેમનો આ પ્રયાસ ઘણાને મદદરૂપ થઇ શકશે. #IndiaFightsCorona

RP


(रिलीज़ आईडी: 1606655) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Odia , Tamil , Telugu