પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 7 માર્ચ 2020ના રોજ જન ઔષધી દિવસ નિમિતે જન ઔષધી પરિયોજના કેન્દ્રો સાથે વાર્તાલાપ કરશે

Posted On: 05 MAR 2020 5:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 માર્ચ 2020ના રોજ જન ઔષધી દિવસની ઉજવણીમાં નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ મારફતે ભાગ લેશે. શ્રી મોદી આ દિવસે સાત પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના કેન્દ્રો સાથે વાર્તાલાપ કરશે. આ યોજનાની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે અને તેને વધુ પ્રોત્સાહન આપવા માટે, 7 માર્ચના દિવસને સમગ્ર ભારતમાં જન ઔષધિ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આ દિવસે પસંદ કરેલા સ્ટોરના માલિકો અને લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. દરેક જન ઔષધી આઉટલેટ પર દૂરદર્શનના માધ્યમથી પ્રધાનમંત્રીના સંદેશાનું પ્રસારણ કરવામાં આવશે. પસંદગીના સ્ટોરમાં, ડૉક્ટરો, મીડિયાના લોકો, ફાર્માસિસ્ટ અને લાભાર્થીઓ સાથે દવાઓ અંગે પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્રીય રસાયણ અને ખાતરમંત્રી શ્રી સદાનંદ ગૌડા ઉત્તરપ્રદેશના વારાણસીમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના કેન્દ્ર પર આ ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્રીય જહાજ મંત્રી તેમજ રસાયણ અને ખાતરરાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના કેન્દ્રમાં આ ઉજવણીમાં ભાગ લેશે.

જન ઔષધી કેન્દ્રોને સમગ્ર દુનિયામાં સૌથી મોટી રિટેઇલ ફાર્મા સાંકળ ગણવામાં આવે છે જેના સમગ્ર ભારતના 700 જિલ્લાઓમાં 6200 જેટલા આઉટલેટ છે. નાણાકીય વર્ષ 2019 -20માં તેનું કુલ વેચાણ રૂ. 390 કરોડ થયું હતું અને તેના કારણે સામાન્ય જનતાના અંદાજે રૂ. 2200 કરોડની બચત થઇ હતી. આ યોજનાથી ટકાઉક્ષમ અને નિયમિત આવક સાથે સ્વરોજગારીનો ઉત્તમ સ્રોત ઉપલબ્ધ થાય છે.

 

SD/GP/DS



(Release ID: 1605503) Visitor Counter : 129