મંત્રીમંડળ

ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત બાઇસેગનો દરજ્જો સુધારીને બાઇસેગ (એન) કરવાના નિર્ણયને મંત્રીમંડળની મંજૂરી

Posted On: 19 FEB 2020 4:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે ગુજરાતમાં આવેલા ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MEITY) હેઠળ કાર્યરત ભાસ્કરાચાર્ય ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓઈન્ફોર્મેટીક્સ (BISAG) નો દરજ્જો સુધારીને ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓ-ઈન્ફોર્મેટીક્સ (BISAG(N)) કરવાના નિર્ણયને મંજૂરી આપી છે.

ફાયદાઃ

એ.    બાઇસેગ ખાતે હાલમાં કામ કરી રહેલું કુશળ માનવબળ જ્યાં છે ત્યાંના ધોરણે રાષ્ટ્રીય સ્તરની સંસ્થામાં જોડાઈ શકે છે.

બી.     કામગીરીની સુગમતા માટે પ્રવૃત્તિઓનો વ્યાપ અને અમલીકરણ વિસ્તારાશે.

સી.     વિસ્તૃત કરાયેલી પ્રવૃત્તિઓના અમલીકરણમાં સુવિધા માટે જીઆઈએસ (GIS) પ્રોજેક્ટસનો કાર્યક્ષમ પ્રારંભ કરાશે.

ડી.     વિસ્તૃત કરાયેલી પ્રવૃત્તિઓના વ્યાપ અને અમલીકરણ માટે સંશોધન અને વિકાસ તથા ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે સહાય અપાશે.

ઈ.      અવકાશ (સ્પેસ)ને લગતા નિર્ણયોની સપોર્ટ સિસ્ટમ મારફતે વિકાસ, આયોજન અને સુશાસન માટે સુગમતા ઉભી કરાશે.

પૂર્વભૂમિકાઃ

હાલમાં બાઇસેગ એ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગાંધીનગર ખાતે આવેલી રાજ્ય સરકારની એજન્સી છે. તેની નોંધણી અમદાવાદના ચેરિટી કમિશ્નરની કચેરીમાં સોસાયટી અને ટ્રસ્ટ તરીકે કરવામાં આવેલી છે. તેની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે ગુજરાત સરકારના મુખ્ય સચિવ કામગીરી બજાવે છે. તેની કાર્યસૂચિમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે સમગ્રલક્ષી વિકાસ માટે આધુનિક સમયનું આયોજન પારદર્શક, કાર્યક્ષમ અને ઓછો ખર્ચ ધરાવતા નિર્ણય કરવાની પ્રક્રિયા માંગી લે છે, જેમાં વિવિધ વિદ્યાશાખાઓ અંગેની માહિતી દ્વારા લોકોની સહભાગીતાના પ્રોત્સાહન વડે સમતોલ વિકાસની ખાત્રી રાખવામાં આવે છે. સ્પેસ ટેકનોલોજીની ઉપયોગીતા (ખાસ કરીને સ્પેસ આધારિત રિમોટ સેન્સીંગ ટેકનોલોજી), સેટેલાઈટ કોમ્યુનિકેશન અને જીઓ-ઈન્ફોર્મેટિક્સ દ્વારા આર્થિક-સામાજીક વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરવામાં આવ્યું છે.

આ સંસ્થા કોઈ નવી સંસ્થા નથી, પણ હાલમાં કાર્યરત સંસ્થાને ગુજરાત સરકાર હેઠળ કામ કરતી સંસ્થાને બદલે કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતી સ્વાયત્ત સાયન્ટીફિક સોસાયટીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ દરખાસ્તને ધ્યાનમાં લેવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે નીચે મુજબનાં પગલાં ભર્યા છેઃ

  1. ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવના અધ્યક્ષ પદ હેઠળ એક નિષ્ણાંત કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં ખાણ મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તથા અર્થ સાયન્સ મંત્રાલયના પૂર્વ સચિવની દરખાસ્તના વિશ્લેષણ માટે નિમણુંક કરવામાં આવી છે. નિષ્ણાંત કમિટીએ આ દરખાસ્ત માટે તા.28 જાન્યુઆરી, 2019ના રોજ યોજાયેલી તેની બેઠકમાં ભલામણ કરી હતી.

 

  1. કમિટી ઓન એસ્ટાબ્લીશમેન્ટ એક્સપેન્ડીચર (CEE)ની આ દરખાસ્તને સમીક્ષા કરનાર સંસ્થા સીઈઈ સમક્ષ મૂકવામાં આવી હતી. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના સચિવના અધ્યક્ષપદ હેઠળ તા.6 ઓગષ્ટ, 2019ના રોજ નાણાં મંત્રાલયની સાથે-સાથે નીતિ આયોગના પ્રતિનિધિઓ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં આ દરખાસ્તની સીઈઈ દ્વારા ભલામણ કરવામાં આવી હતી.

 

 

SD/BT/GP/DS/RP



(Release ID: 1603684) Visitor Counter : 249