પ્રધાનમંત્રીનું કાર્યાલય
નાના શહેરો નવા ભારતનો પાયો છે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર પ્રધાનમંત્રીનો જવાબ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે 2024 સુધીમાં 100 બીજા વિમાનમથકો વિકસાવવામાં આવશે
Posted On:
06 FEB 2020 7:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે $ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા મહત્વાકાંક્ષી છે પરંતુ આપણે મોટું વિચારીને આગળ વધવું પડશે. “હું ખાતરી આપું છું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત સંપૂર્ણ ગતિ અને પૂર્ણ ક્ષમતા સાથે 5 ટ્રિલિયન ડોલરના નિવેશનું સપનું જોઈ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે $ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સરકાર ગામડા અને શહેરના માળખાકીય સુવિધાઓ, એમએસએમઇ, કાપડ, ટેકનોલોજી અને પર્યટન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ તમામ ક્ષેત્રોને આગળ વધારવા માટેના પગલા લેવામાં આવ્યા છે. ટેક્સ સ્ટ્રક્ચર સહિતની તમામ પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે જેથી મેક ઇન ઇન્ડિયાને વેગ મળી શકે. આ પગલાંથી દેશમાં ઉત્પાદન અંગેનો નવો ઉત્સાહ સુનિશ્ચિત થશે. બેન્કિંગ ક્ષેત્રમાં મર્જર નીતિએ અર્થપૂર્ણ પરિણામો આપવાનું શરૂ કર્યું છે.
નાના શહેરો નવા ભારતનો પાયો છે
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશનો સૌથી મહત્વાકાંક્ષી યુવાનો નાના શહેરમાં રહે છે જે નવા ભારતનો પાયો પણ છે. “આજે દેશમાં અડધાથી વધુ ડિજિટલ ટ્રાંઝેક્શન નાના શહેરોમાં થઈ રહ્યા છે. દેશમાં રજિસ્ટર્ડ થનારા સ્ટાર્ટઅપ માથી અડધા ટાયર -2, ટાયર -3 શહેરોમાં છે. તેથી જ અમે ટાયર -2, ટિયર -3 શહેરોમાં ઝડપી ગતિએ આધુનિક માળખાગત નિર્માણ પર ધ્યાન આપી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, હાઇવે અને રેલવે જોડાણમાં ઝડપથી સુધારો કરવામાં આવી રહ્યો છે.
2024 સુધીમાં 100 વધુ એરપોર્ટ
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ U250 યોજના અંતર્ગત 250માં માર્ગનો શુભારંભ કરાયો છે. આનાથી ભારતના 250 નાના શહેરોમાં હવાઈ જોડાણ સસ્તું અને સુલભ થઈ ગયું છે. '' આઝાદીથી 2014 સુધીમાં જ્યાં દેશમાં ફક્ત 65 ઓપરેશનલ એરપોર્ટ હતા, તે છેલ્લા 5 વર્ષમાં 100 થી વધારે થઈ ગયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, 2024 સુધીમાં મોટે ભાગે ટાયર -2, ટાયર -3 શહેરોમાં વધુ 100 એરપોર્ટનો વિકાસ કરવાનો લક્ષ્યાંક છે.
SD/GP/DS
(Release ID: 1602331)
Visitor Counter : 332