પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખાતરી આપી હતી કે સીએએ કોઈપણ ભારતીય નાગરિકને નુકસાન કરશે નહીં

Posted On: 06 FEB 2020 3:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રપતિના સંબોધન પર મોશન ઓફ થેન્ક્સનો જવાબ આપ્યો.

 

નાગરિકતા સુધારા અધિનિયમ અંગે વિસ્તાર પૂર્વક જણાવતા પ્રધાનમંત્રીએ ગૃહને ખાતરી આપી હતી કે ભારતનો કોઈ પણ નાગરિક તેનાથી પ્રભાવિત નહીં થાય.

 

પ્રધાનમંત્રીએ તેમના ભાષણમાં પાછલી સરકારોની વિચારસરણીનો ઉલ્લેખ કર્યો જે સમાન તર્કો પર હતી.

 

શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પહેલા પ્રધાનમંત્રી શ્રી પ. જવાહરલાલ નેહરુને ટાંકી જણાવ્યુ હતું કે , તેમણે જરૂર પડ્યે, પડોશી દેશોના લઘુમતી શરણાર્થીઓને ભારત દ્વારા સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરવા કાયદામાં સુધારો કરવાની તરફેણ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે અમુક રાજકીય પક્ષો ભારતમાં ભાગલા પાડવાના પાકિસ્તાનના એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે પણ હું લોકસભાને ખાતરી આપું છુ કે સીએએ કોઈ પણ ભારતીય નાગરિકને નુકસાન કરશે નહીં.

 

તેમણે વધુમાં કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સીએએના અમલીકરણને કારણે ભારતના કોઈપણ નાગરિકની શ્રદ્ધા / ધર્મ ગમે તે હોય તેને કોઈ અસર નહીં થાય.”

 

SD/GP/DS


(Release ID: 1602226) Visitor Counter : 329