સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
નોવલ કોરોના વાયરસ અંગે મુખ્ય સચિવે ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠક યોજી
નવી મુસાફરી માર્ગદર્શિકા: મુસાફરો ચીનનો પ્રવાસ કરવાનું ટાળે ; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા
Posted On:
03 FEB 2020 4:27AM by PIB Ahmedabad
મુખ્ય સચિવે આજે અહીં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, વિદેશી બાબતો, ગૃહ બાબતો, નાગરિક ઉડ્ડયન, આરોગ્ય સંશોધન વિભાગ, અને ITBP, AFMS અને NDMAના પ્રતિનિધિઓ સાથે નોવલ કોરોના વાયરસ અંગેની સજ્જતા માટે ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્ય સચિવે અત્યાર સુધીમાં છ સમીક્ષા બેઠકો કરી છે.
બેઠક બાદ એક નવી મુસાફરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં દરેકને ચાઇનાની મુસાફરીથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે; પરત ફરતા મુસાફરોને જુદા તારવવા ઉપરાંત, 15 મી જાન્યુઆરી 2020 થી ચાઇનાના યાત્રાકરીને પરત ફરેલા કોઈ પણ મુસાફરો ને જુદા રાખવાની સલાહ આપવામાં આવે છે.
આજ સુધીમાં 445 ફ્લાઇટ્સમાંથી 58,658 મુસાફરોની તપાસ કરવામાં આવી છે. IDSP દ્વારા લેવામાં આવેલા કુલ 142 શંકાસ્પદ મુસાફરોને જુદા તારવી ને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. 130 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે, જેમાંથી 128 નકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. કેરળમાં મળેલા બે પોઝિટવ કેસ પર નજર રાખવામાં આવી છે હાલમાં એમની સ્થિતિ સ્થિર છે.
વુહાનથી 330 મુસાફરોની (7 માલદીવના નાગરિકો સહિત) બીજી ટુકડી ભારત આવી છે. તેમાંથી 300 (7 માલદીવના નાગરિકો સહિત) ITBP ચાવલા કેમ્પમાં રાખવામાં આવ્યા છે અને 30 માનેસરમાં છે. તેમના પર અસરકારક રીતે નજર રાખવામાં આવી રહી છે.
SD/GP/DS
(Release ID: 1601677)
Visitor Counter : 250