નાણા મંત્રાલય

કેન્દ્રીય બજેટ 2020-21માં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. 69,000 કરોડની જોગવાઈ


પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પીપીપી મોડમાં હોસ્પિટલો સ્થાપવા માટે સંભવિત આંતર-ભંડોળ માટેનો પ્રસ્તાવ

2024 સુધીમાં તમામ જિલ્લાઓમાં જન ઔષધિ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે

Posted On: 01 FEB 2020 2:28PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2020

 

કેન્દ્ર સરકારે દરેક માટે સારી આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવા કેન્દ્રિય બજેટ 2020-21માં આરોગ્ય સેવાઓ ક્ષેત્ર માટે 69,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે આજે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવેલા 69,000 કરોડ રૂપિયામાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે 6400 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

 

નાણાં મંત્રીએ કહ્યું કે હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની પેનલમાં 20,000થી વધુ હોસ્પિટલો સામેલ છે. આ યોજનાનો લાભ વધુ ગરીબ લોકો સુધી પહોંચાડવા માટે સરકાર આ યોજનાની પહોંચ બીજા અને ત્રીજા સ્તરના શહેરો સુધી લઈ જવા માંગે છે. આ માટે સાર્વજનિક ખાનગી ભાગીદારી(PPP)ના માધ્યમથી હોસ્પિટલો બનાવવા માટે મૂડીની અછતની પૂરી કરવામાં આવશે.યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં એવા મહત્વાકાંક્ષી જિલ્લાઓને આવરી લેવામાં આવશે, જ્યાં આયુષ્માન યોજના સાથે સંકળાયેલી કોઈ હોસ્પિટલો નથી. નાથી યુવાનોને રોજગારીની વિશાળ તકો મળશે. તબીબી ઉપકરણો પર લગાવવામાં આવતા કરનો ઉપયોગ આરોગ્ય ક્ષેત્રની આવી મહત્વપૂર્ણ માળખાગત સુવિધા માટે કરવામાં આવશે.

 

શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે આરોગ્ય અધિકારીઓ અને તબીબી સમુદાયો આયુષ્માન ભારત યોજના અંતર્ગત મશીન લર્નિંગ અને આર્ટિફિશ્યલ ઇંટેલિજન્સ દ્વારા રોગોની સારવાર માટે વિકસિત કરવામાં આવેલી કાર્યક્ષમ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકશે. તેમણે કહ્યું કે 'ટીબી હારશે, દેશ જીતશે' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ દ્વારા વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ક્ષય રોગને નાબૂદ કરવા માટેના મજબૂત પ્રયાસોની દરખાસ્ત કરવામાં આવી છે.

 

નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રીએ વર્ષ 2024 સુધીમાં દેશના તમામ જિલ્લાઓમાં 2 હજાર દવાઓ અને 300 સર્જિકલ ઉપકરણો પૂરા પાડતી જન ષધિ કેન્દ્ર યોજનાને વિસ્તૃત કરવાની જાહેરાત કરી હતી.

 

SD/DS/RP/GP/BT



(Release ID: 1601570) Visitor Counter : 255