પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 11 અને 12 જાન્યુઆરી, 2020ના રોજ કોલકાતાની બે દિવસની સત્તાવાર યાત્રા પર


ચાર નવીનીકૃત વિરાસત ભવનોનું લોકાર્પણ કરશે

કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહમાં ભાગ લેશે

કોલકાતા પોર્ટ ટ્રસ્ટના સેવાનિવૃત્ત અને વર્તમાન કર્મચારીઓની પેન્શન જરૂરિયાતોને પૂર્ણ કરશે

પોર્ટ ટ્રસ્ટના સો વર્ષથી વધુ આયુના બે જીવિત સેવા નિવૃત્ત કર્મચારીને સન્માનિત કરશે

Posted On: 10 JAN 2020 12:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરી, 2020ના રોજ કોલકાતાની બે દિવસની સતાવાર યાત્રા પર જઈ રહ્યા છે.

પુરાતત્વ ભવનોનું લોકાર્પણ

પ્રધાનમંત્રી શ્રી 11 જાન્યુઆરીના રોજ કોલકાતામાં 4 નવીનીકૃત પુરાતત્વ ભવનોનું લોકાર્પણ કરશે.

જેમાં ઓલ્ડ કરંસી બિલ્ડિંગ, બેલ્વેડિયર હાઉસ, મેકકાફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આ જુની આઈકોનિક ગેલેરીઓનું નવા પ્રદર્શનો સાથે તેનું  નવીનીકરણ કરી પુનઃનિર્માણ કર્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસ્કૃતિ મંત્રાલયના નિર્દેશન હેઠળ દેશમાં વિવિધ મેટ્રો શહેરોમાં સાંસ્કૃતિક સ્થળોની આસપાસ પ્રતિષ્ઠિત ઈમારતોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કોલકાતા, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વારણસી શહેરોથી આ પરિયોજનાઓ શરૂ કરવા માટે કાર્ય ચાલી રહ્યું છે.

કોલકાતા પોર્ટ ટ્રસ્ટ (કેઓપીટી)ના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહ

પ્રધાનમંત્રી શ્રી 11 અને 12 જાન્યુઆરી 2020ના રોજ કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહની ઉજવણીમાં પણ ભાગ લેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કોલકાતા પોર્ટ ટ્રસ્ટના સેવાનિવૃત્ત અને વર્તમાન કર્મચારીઓની પેન્શન ફંડની ખૂટતી રકમ પૂર્ણ કરવા માટે અંતિમ હપતા માટે રૂપિયા 501 કરોડનો ચેક સોંપશે.

આ યાદગાર કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી કોલકાતા પોર્ટ ટ્રસ્ટના બે સૌથી જૂના પેન્શનર શ્રી નગીના ભગત અને શ્રી નરેશ ચંદ્ર ચક્રવર્તી (ક્રમશઃ 105 અને 100 વર્ષ)ને સન્માનિત કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન પોર્ટ વિશે તૈયાર કરેલા પોર્ટ એન્થમ’ પ્રસિદ્ધ કરશે. પ્રધાનમંત્રી શ્રી મૂળ પોર્ટ જેટ્ટીના સ્થળે 150 વર્ષના સ્મારક સ્થાપનાની તકતીનું અનાવરણ પણ કરશે. પ્રધાનમંત્રી શ્રી નેતાજી સુભાષ ડ્રાય ડોકમાં કોચીન કોલકાતા શિપ રિપેર યુનિટના અપગ્રેડેડ શિપ રિપેર ફેસિલિટીનું ઉદઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાર્ગોના આવાગમન માટે કોલકાતા ડૉક સિસ્ટમના અપગ્રેડેડ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુચારુ રીતે ચલાવવા માટે ફુલ રેક હેન્ડલિંગ ફેસિલિટીનું પણ ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી કોપીટીના હલ્દીયા ડોક કોમ્પ્લેક્સમાં બર્થ નંબર 3નું મિકેનીકરણ અને સૂચિત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ યોજનાનું પણ લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી શ્રી કૌશલ વિકાસ કેન્દ્રોની સાથે 200 સુંદરબન આદિવાસી વિદ્યાર્થિનીઓમાટે પ્રીતિલતા છાત્રી આવાસનું લોકાર્પણ કરશે, આ પ્રોજેકટ પુર્વાંચલ કલ્યાણ આશ્રમ, ગોસબા, અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સાથે જોડાયેલી સુંદરબન અને KoPTના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે.

 

NP/GP/DS



(Release ID: 1599001) Visitor Counter : 209