પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી

Posted On: 07 JAN 2020 7:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી.

 

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તેમના પરિવાર અને યુનાઇટેડ સ્ટેટ્સના લોકોને નવા વર્ષમાં સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વાસ, પરસ્પર આદર અને સમજણ પર બાંધવામાં આવેલા ભારત-અમેરિકાના સંબંધો તાકાત સાથે મજબૂતાઇથી આગળ વધ્યા છે. પ્રધાનમંત્રીએ પાછલા વર્ષમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ કરવાના સંદર્ભે થયેલી નોંધપાત્ર પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કામ કરવાનું ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતના લોકોને નવા વર્ષમાં સમૃદ્ધિ અને પ્રગતિની શુભેચ્છા પાઠવી છે. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધોમાં ઉપલબ્ધિઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તેમની તત્પરતાને પુનરાવર્તિત કરી હતી.

NP/GP/DS



(Release ID: 1598589) Visitor Counter : 157