ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

હવે ભારતના 125 કરોડ નિવાસીઓ પાસે આધાર છે

વર્ષ 2019ના અંતમાં આધારની સંખ્યા 125 કરોડથી વધુ થઈ

Posted On: 27 DEC 2019 11:31AM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર 2019

 

ભારતીય વિશિષ્ટ ઓળખ ઑથોરીટી (યુઆઈડીએઆઈ)એ જાહેરાત કરી છે કે આધાર પરિયોજનાએ 125 કરોડનો આંક પાર કરવાની નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેનો મતલબ એ છે કે ભારતના 125 કરોડથી વધુ રહેવાસીઓની પાસે 12 અંકની ખાસ ઓળખ ઉપલબ્ધ છે.

આ સિદ્ધિ આધાર ધારકો દ્વારા આધારના પ્રાથમિક ઓળખ દસ્તાવેજના રૂપમાં ઝડપથી વધતા ઉપયોગના કારણે પ્રાપ્ત થઈ છે. આ તથ્ય પરથી સ્પષ્ટ થાય છે કે આધાર-આધારિત પ્રમાણીકરણ સેવાઓની શરૂઆતથી અત્યાર સુધી લગભગ 37,000 કરોડ વખત ઉપયોગ થઈ ચૂક્યો છે. વર્તમાનમાં યૂઆઈડીએઆઈનું પ્રતિદિન લગભગ 3 કરોડ પ્રમાણીકરણ અનુરોધ પ્રાપ્ત થઈ રહ્યો છે.

આ ઉપરાંત અત્યારે નાગરિક આધારમાં પોતાની વિગતોને અપટેડ કરવામાં ઘણા નાગરિકો ઈચ્છુક છે. યૂઆઈડીએઆઈએ અત્યાર સુધી લગભગ 331 કરોડ સફળ આધાર અપડેટ (બાયોમેટ્રિક અને જનસંખ્યાકીય)ની નોંધણી કરી છે. વર્તમાનમાં યૂઆઈડીએઆઈને રોજ લગભગ 3-4 લાખ આધાર અપડેટની અરજીઓ પ્રાપ્ત થઈ રહી છે.

 

NP/GP/RP



(Release ID: 1597834) Visitor Counter : 184