મંત્રીમંડળ

મંત્રીમંડળે પંદરમાં નાણાં પંચની મુદ્દત અને કામગીરી વધારવા તથા બે રિપોર્ટ રજૂ કરવા માટે મંજૂરી આપી

Posted On: 27 NOV 2019 11:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 15માં નાણાકીય પંચનો પ્રથમ રિપોર્ટ, પ્રથમ નાણાકીય વર્ષ 2020-21 માટે જમા કરવાની તથા નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 સુધીનાં અંતિમ રિપોર્ટ રજૂ કરવા પંચના સમયગાળાને 30 ઓક્ટોબર, 2020 સુધી લંબાવવા માટે મંજૂરી આપી હતી.

પંચનો કાર્યકાળ લંબાવવાથી વર્ષ 2020થી વર્ષ 2026નાં ગાળા માટે તેની ભલામણોને અંતિમ ઓપ આપવા, સુધારા અને નવી વાસ્તવિકતાઓની દૃષ્ટિએ નાણાકીય ધારણાઓ માટે વિવિધ તુલનાત્મક અંદાજો ચકાસવા માટે સક્ષમ બનશે.

આચારસંહિતા દ્વારા લાગુ નિયંત્રણને કારણે પંચે તાજેતરમાં રાજ્યોની એની મુલાકાત પૂર્ણ કરી હતી. આ મુલાકાતોમાં રાજ્યોની જરૂરિયાતોની વિગતવાર આકારણી કરવામાં આવી છે.

પંચની કામગીરી માટે સંદર્ભની શરતો વિવિધ પ્રકારની છે. પંચની આકારણીની અસરોની વિગતવાર તપાસ કરવા તથા તેને રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોની જરૂરિયાતો સાથે સુસંગત કરવા વધારે સમયની જરૂર પડશે.

પંચની ભલામણો લાગુ થાય છે એ સમયગાળામાં સૂચિત વધારો કરવાથી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોને મધ્યમ ગાળા માટે સંસાધનોનું આયોજન કરવામાં મદદ મળશે. 1 એપ્રિલ, 2021થી આગળ પંચ માટે પાંચ વર્ષનો ગાળો ઉપલબ્ધ કરાવવાથી રાજ્ય અને કેન્દ્ર એમ બંને સરકારોને મધ્યમથી લાંબા ગાળા માટે નાણાકીય પરિપ્રેક્ષ્યમાં યોજનાઓ બનાવવામાં તથા મધ્યમ ગાળા માટે મૂલ્યાંકન અને સુધારો-વધારો કરવા પર્યાપ્ત સમય મળશે. એવું અનુમાન છે કે, ચાલુ નાણાકીય વર્ષથી શરૂ કરેલા આર્થિક સુધારા સાથે સંબંધિત આંકડા નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં જાહેર થશે.

 

DK/DS/GP/RP



(Release ID: 1593694) Visitor Counter : 166