વહાણવટા મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયા આવતીકાલે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પ્રથમ ‘BIMSTEC પોર્ટ’ સંમેલનનું ઉદઘાટન કરશે

Posted On: 06 NOV 2019 11:10AM by PIB Ahmedabad

શ્રી માંડવિયા વિશાખાપટ્ટનમ ખાતે દરિયા કિનારાના સફાઇ અભિયાનમાં પણ ભાગ લેશે

શિપિંગ રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયા 7-8 નવેમ્બર, 2019ના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારા પ્રથમ “BIMSTEC પોર્ટસંમેલનનું ઉદઘાટન કરશે.

બે ઑફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટિ-સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન’ (BIMSTEC) દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના સમૂહનું સમાવેશ કરતું એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભૂતાન અને નેપાળનો સમાવેશ થાય છે. વિશાખાપટ્ટનમ ખાતે બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ સહિત BIMSTEC દેશોના પ્રતિનિધિમંડળ સંમેલનન ભાગ બનશે અને BIMSTEC તથા ક્ષેત્રીય બંદરો પર તેમના દેશોનું પરિપ્રેક્ષ્ય રજૂ કરશે.

BIMSTEC રાષ્ટ્રોનું પ્રથમ પોર્ટ સંમેલન આયાત-નિકાસ વેપાર અને દરિયા કિનારાના બંદરોનો વિકાસ કરીને આર્થિક સહકાર વધારવાની સંભાવનાઓ તપાસે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ સંમેલનમાં વિવિધ રોકાણ તકો, ઉત્પાદકતા માટે સ્વીકારવામાં આવેલી શ્રેષ્ઠ પ્રણાલીઓ અને બંદરોની સલામતી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બે દિવસના સંમેલનમાં તમામ સાત રાષ્ટ્રોમાંથી બંદર વિભાગની સાથે સાથે વેપાર અને વિવિધ જહાજ સંગઠનોમાંથી આવેલા વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઇ રહ્યાં છે.

આ સંમેલન દરમિયાન પાંચ પેનલ સત્રો યોજવામાં આવશે. પ્રથમ દિવસે, પ્રથમ સત્ર બંદર આધારિત ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસના વિષય ઉપર હશે. આ સત્ર ક્ષેત્રમાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને બંદરોની ખૂબ જ નજીકમાં આવેલા ઔદ્યોગિક સમૂહો વિકસાવવા માટે વ્યવસ્થાતંત્રની ચર્ચા કરવાનો ઉદ્દેશ ધરાવે છે. BIMSTEC રાષ્ટ્રોનો વૈવિધ્યપૂર્ણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો તેને પ્રવાસન માટે આદર્શ સ્થાન બનાવે છે, જેમાં ક્રૂઝ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બંદરો મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

સપ્લાય ચેઇન રાષ્ટ્રીય સરહદો ઓળંગીને પોતાનો ફેલાવો વધારવા જરૂરિયાત ઉભી કરે છે અને તેના પરિણામે પ્રક્રિયામાંથી પસાર થતા કાર્ગોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. તેના કારણે બંદરોના પ્રવર્તમાન માળખા ઉપર ખૂબ જ દબાણ ઊભું થાય છે. આ સમસ્યાના સમાધાન માટે ઉપલબ્ધ જગ્યા, સ્રોતો, સમય અને ઊર્જાનો ઇષ્ટતમ ઉપયોગ કરીને કાર્યક્ષમતા અને ઉત્પાદકતા મહત્તમ કરવી તે સમયની માંગ છે. બીજી પેનલ ચર્ચા વૈશ્વિક સપ્લાય ચેઇનમાં બંદરોની ઉભરતી ભૂમિકાપર હાથ ધરાશે. આ સત્ર વિસ્તરતી સપ્લાય ચેઇન અને ઉપલબ્ધ ઉપાયોની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બંદરો અને ટર્મિનલના ઉભરતી ભૂમિકા પર ચર્ચા કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

પ્રથમ દિવસનું અંતિમ પેનલ સત્ર સલામત અને સુરક્ષિત બંદરોપર રહેશે. બંદરો માત્ર મહત્વપૂર્ણ વેપારી હિતો જ નથી ધરાવતાં પરંતુ રાષ્ટ્રની વ્યૂહાત્મક મિલકત પણ હોવાથી આ સત્રમાં ઉભરતા જોખમો અને સુરક્ષા જોખમો સામે સલામતીનાં પગલાંઓ અંગે ચર્ચા યોજાશે.

સંમેલનના બીજા દિવસે, ચોથુ પેનલ સત્ર પોર્ટ સર્વિસિઝઃ ડિલિવરિંગ વેલ્યૂના વિષય પર આધારિત રહેશે. આ સત્ર ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસમાં સુધારો કરવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાઓ પર ચર્ચા કરવા માટે મંચ પુરો પાડશે. અંતિમ પેનલ સત્ર ગ્રીન પોર્ટ ઓપરેશનઅંગે હશે. પર્યાવરણ પ્રત્યે કટિબદ્ધતા અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા પેરિસ કરારને ધ્યાનમાં રાખીને બંદરોને ટકાઉ કામગીરી મોડલ અપનાવવાની ફરજ છે. આ સત્ર ગ્રીન પોર્ટ ઓપરેશનઅપનાવવા માટે ઉપલબ્ધ પ્રક્રિયા, ટેક્નોલોજી અને સમાધાનોની ચર્ચા કરવાનો હેતુ ધરાવે છે.

આ સંમેલનમાં પોર્ટ ઑથોરિટી ઑફ થાઇલેન્ડ (રેનોંગ પોર્ટ) સાથે વિશાખાપટ્ટનમ, કોલકાતા અને ચેન્નાઇ બંદરોનો વેપાર સહકાર વધુ ગાઢ બનાવવા તેમની વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે.

બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન (BIMSTEC) બંદરો બંગાળના અખાતના દરિયાકાંઠાના અને આસપાસના વિસ્તારોમાં આવેલા સાત સભ્ય રાષ્ટ્રોનો સમાવેશ કરતું ક્ષેત્રીય સંગઠન છે, જે સંલગ્ન ક્ષેત્રીય એકતાનું નિર્માણ કરે છે. BIMSTEC સંગઠનનો હેતુ ક્ષેત્રીય સંશાધનો અને ભૌગોલિક લાભોનો ઉપયોગ કરીને સામાન્ય હિતના જુદા-જુદા વિસ્તારોમાં પરસ્પર સહકાર દ્વારા વેપાર વધારવાનો અને વિકાસને ગતિ આપવાનો છે.

8મી નવેમ્બર, 2019ના રોજ શ્રી માંડવિયા BIMSTEC પ્રતિનિધિઓ, સ્થાનિક વિદ્યાર્થીઓ અને બંદરના કર્મચારીઓ વગેરે સાથે વિશાખાપટ્ટનમમાં દરિયા કિનારાના સફાઇ અભિયાનમાં પણ ભાગ લેશે.

 

DK/NP/DS/RP



(Release ID: 1590626) Visitor Counter : 176