પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદી વિયેતનામનાં પ્રધાનમંત્રીને મળ્યાં

Posted On: 04 NOV 2019 6:43PM by PIB Ahmedabad

 

  1. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 04 નવેમ્બર, 2019નાં રોજ ભારત-આસિયાન અને ઇસ્ટ એશિયા સમિટની સાથે-સાથે વિયેતનામનાં પ્રધાનમંત્રી મહામહિમ ન્ગુયેન ઝુહાન ફૂકને પણ મળ્યાં હતાં.

 

  1. બંને નેતાઓએ બંને દેશો વચ્ચેનાં ઐતિહાસિક અને પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધોની પુષ્ટિ કરી હતી તથા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત-વિયેતનામનાં સંબંધો સાંસ્કૃતિક અને સભ્યતાનાં જોડાણનાં મજબૂત પાયા તેમજ પારસ્પરિક વિશ્વાસ અને સમજણનાં પાયાં નિર્મિત તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મંચમાં મજબૂત સાથ-સહકાર આપવા કટિબદ્ધ છે.

 

  1. બેઠક દરમિયાન આ બાબતોની નોંધ લેવામાં આવી હતી – તાજેતરમાં બંને દેશો વચ્ચે ઉચ્ચ-સ્તરીય આદાનપ્રદાનને પરિણામે કેટલાંક ક્ષેત્રોમાં મજબૂત સાથસહકાર સ્થાપિત થયો છે, સંરક્ષણ અને સુરક્ષાનાં સંબંધોમાં વિસ્તરણ, ગાઢ આર્થિક અને વાણિજ્યિક જોડાણ તથા બંને દેશોનાં નાગરિકો વચ્ચેનાં સંબંધો પણ મજબૂત થયા છે.

 

  1. સંરક્ષણ અને સુરક્ષાનાં ક્ષેત્રોમાં જોડાણને વધારવા બંને પક્ષો દરિયાઈ ક્ષેત્રમાં સાથસહકાર વધારવા સંમત થયા હતાં. બંને નેતાઓએ કટ્ટરવાદ અને આતંકવાદનાં જોખમની ચર્ચા કરી હતી તેમજ આ સમસ્યાનું સમાધાન કરવા સંયુક્તપણે કામ કરવા સહમત થયા હતા.

 

  1. બંને પક્ષોએ ભારપૂર્વક ભારત-પ્રશાંત મહાસાગર વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ નિયમ-આધારિત વ્યવસ્થા જાળવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જે આંતરરાષ્ટ્રીય કાયદા માટે સન્માન પર આધારિત હોય, જેમાં યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લૉ ઓફ ધ સી (UNCLOS) સામેલ છે. એનાથી દક્ષિણ ચીનનાં દરિયામાં નેવિગેશન, ઓવરફ્લાઇટ અને નિયમ-આધારિત વેપારની સ્વતંત્રતાને પ્રોત્સાહન મળશે.

 

  1. પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2020 માટે આસિયાનનાં આગામી અધ્યક્ષ તરીકે વિયેતનામ સાથે અને વર્ષ 2020-2021 માટે યુએનએસસીનાં અસ્થાયી સભ્ય તરીકે તેનાં કાર્યકાળ દરમિયાન સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી.

 

DK/NP/DS/GP/RP



(Release ID: 1590410) Visitor Counter : 122