પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપનાં સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપી


આ ભારત માટે શ્રેષ્ઠ સમય છેઃ પ્રધાનમંત્રી

થાઇલેન્ડ 4.0 ભારતની વિવિધ યોજનાઓમાં પૂરક અને ભાગીદારીની નોંધપાત્ર તકો આપે છેઃ પ્રધાનમંત્રી

વેપારવાણિજ્ય અને સંસ્કૃતિક વિશ્વને એકબીજાની નજીક લાવવાની ક્ષમતા ધરાવે છેઃ પ્રધાનમંત્રી

Posted On: 03 NOV 2019 9:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની 50 વર્ષની યાદગારી સ્વરૂપે આયોજિત સુવર્ણ જયંતિ કાર્યક્રમમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રૂપનાં ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાએ થાઇલેન્ડમાં ગ્રૂપની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સરકારી અધિકારીઓ અને ઉદ્યોગનાં આગેવાનોનો સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ આદિત્ય બિરલા ગ્રૂપની ટીમે તેમની પ્રશંસનીય કાર્ય બદલ અભિનંદન આપ્યાં હતાં, જે ઘણાં લોકો માટે તકોનું સર્જન કરવા અને સમૃદ્ધિ તરફ દોરી ગઈ છે. ભારત અને થાઇલેન્ડ વચ્ચે મજબૂત સાંસ્કૃતિક સંબંધો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, દુનિયાને એકબીજા સાથે જોડવા માટે અને એકબીજાની વધારે નજીક લેવા માટે વેપારવાણિજ્ય અને સંસ્કૃતિ સેતુરૂપ છે.

ભારતમાં પરિવર્તનકારક ફેરફારો

પ્રધાનમંત્રીએ છેલ્લાં પાંચ વર્ષમાં સરકારની કેટલીક સફળતા વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પરિવર્તનકારક ફેરફારો લાવવા યુદ્ધનાં ધોરણે કામ થઈ રહ્યું છે અને અગાઉથી ચાલી આવતી એકઘરડને તોડવી જોઈએ. જે કામગીરી કરવી અગાઉ અશક્ય લાગતી હતી એ હવે શક્ય જણાય છે અને એટલે અત્યારે ભારત માટે શ્રેષ્ઠ સમય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં વિશ્વ બેંકનાં વેપારવાણિજ્ય સરળ કરવાનાં રેન્કિંગમાં ભારતે 79 સ્થાનની હરણફાળ ભરી હતી. આ રેન્કિંગમાં ભારત વર્ષ 2014માં 142મું સ્થાન ધરાવતો હતો, જે વર્ષ 2019માં 63મું છે, જે વેપારવાણિજ્ય માટેનું વાતાવરણ વધારે સારુ અને સરળ બન્યું હોવાનું પ્રતિબિંબ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન વર્ષ 2013માં 65મું હતું, જે વર્ષ 2019માં સુધરીને 34નું થયું હતું. સુવિધા, અનુકૂળતાની જોગવાઈ અને માર્ગ પર સલામતી, જોડાણ, સ્વચ્છતા તથા કાયદા અને શાસનમાં સુધારો થવાથી વિદેશી પ્રવાસીઓનાં આગમનમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કમાણી કરવાની દ્રષ્ટિએ નાણાની બચત થઈ છે અને ઊર્જા ઉત્પાદનમાં ઊર્જાની બચત થઈ છે. પ્રધાનમંત્રીએ સરકારી સબસિડીઓને લાભાર્થીઓનાં ખાતામાં સીધા હસ્તાંતરિત કરવાની યોજના (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા કાર્યદક્ષતામાં વધારા અને છીંડાઓ દૂર કરવા વિશે વાત કરી હતી, જેનાં પરિણામે અત્યાર સુધી 20 અબજ ડોલરની બચત થઈ છે. તેમણે ઊર્જાદક્ષ એલઇડી લાઇટનાં વિતરણ વિશે પણ વાત કરી હતી, જેનાં કારણે કાર્બનનાં ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે.

ભારતઃ રોકાણ માટે આકર્ષણ સ્થળ

ભારતને કરવેરા માટે સૌથી વધુ અનુકૂળ વ્યવસ્થા ધરાવતો દેશ ગણાવીને પ્રધાનમંત્રીએ તાજેતરમાં લેવામાં આવેલા પગલાં વિશે જણાવ્યું હતું, જેમાં મધ્યમ વર્ગ પર કરવેરાનાં ભારણમાં ઘટાડો, સતામણીની શક્યતા દૂર કરવા કરવેરાની ફેસલેસ આકારણી, કોર્પોરેટ કરવેરામાં ઘટાડો સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે, જીએસટીનો અમલ શરૂ થયા પછી દેશમાં એક રાષ્ટ્ર, એક કરવેરાનું સ્વપ્ન સાકાર થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર લોકોને વધારે અનુકૂળ બનવા કટિબદ્ધ છે. આ તમામ પગલાં ભારતને રોકાણ માટે સૌથી વધુ આકર્ષક રોકાણ સ્થળમાંનું એક બનાવે છે. અત્યારે યુએનસીટીએડી મુજબ, વિશ્વમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ની દૃષ્ટિએ ભારત ટોચનાં 10 દેશોમાં સ્થાન ધરાવે છે.

થાઇલેન્ડ 4.0 સાથે પૂરકતા

પ્રધાનમંત્રીએ ભારતીય અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનાં સ્વપ્ન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, અર્થતંત્રનું કદ વર્ષ 2014માં આશરે 2 ટ્રિલિયન ડોલર હતું, જે વર્ષ 2019માં વધીને 3 ટ્રિલિયન ડોલરનું થયું હતું.

મૂલ્ય આધારિત અર્થતંત્રમાં થાઇલેન્ડનાં પરિવર્તનની પહેલ વિશે થાઇલેન્ડ 4.0 પહેલ વિશે તેમણે જણાવ્યું હતું કે, થાઇલેન્ડનું અર્થતંત્ર ભારતની ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાન, સ્માર્ટ સિટીઝ, જલ જીવન મિશન વગેરે જેવી યોજનાઓમાં પૂરક છે તથા એમાં પાર્ટનરશિપ કરવાની નોંધપાત્ર તકો રહેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, બંને દેશોએ ભૂરાજકીય નિકટતા, સાંસ્કૃતિક સમાનતા અને વ્યાવસાયિક ભાગીદાર બનવાની સદભાવનાનો લાભ લેવો જોઈએ.

થાઇલેન્ડમાં આદિત્ય બિરલા

22 વર્ષ અગાઉ ભારતીય અર્થંતંત્રનું ઔપચારિક રીતે ઉદારીકરણ થયું હતું, જે અગાઉ શ્રી આદિત્ય વિક્રમ બિરલાએ થાઇલેન્ડમાં એક સ્પિનિંગ યુનિટ સ્થાપિત કરવાને પ્રવેશ કર્યો હતો. અત્યારે ગ્રૂપ થાઇલેન્ડમાં 1.1 અબજ ડોલરનું ડાઇર્સિફાઇડ બિઝનેસ ગ્રૂપ છે, જે ત્યાંનાં સૌથી મોટાં ઉદ્યોગસાહસોમાંનું એક છે. આદિત્ય બિરલા ગ્રૂપ થાઇલેન્ડમાં નવા અત્યાધુનિક પ્લાન્ટ, ટેક્સટાઇલ્સ, કાર્બન બ્લેક અને કેમિકલ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે.

 

RP



(Release ID: 1590182) Visitor Counter : 153