પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમલદારશાહીમાં કનિષ્ઠ-વરિષ્ઠની વિચારસરણીથી ઉપર ઉઠી એક સાથે કામ કરવા માટે આહ્વાન કર્યું


કેવડિયા ખાતે ‘આરંભ પરિષદ’માં 94માં નાગરિક સેવા ફાઉન્ડેશન કોર્સના તાલિમાર્થી અધિકારીઓ સાથે ચર્ચા કરી

Posted On: 31 OCT 2019 3:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા ખાતે 94મા નાગરિક સેવા ફાઉન્ડેશન કોર્સના 430 તાલિમાર્થી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જેનું આયોજન કાર્મિક અને તાલિમ વિભાગ તથા લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી, મસૂરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીને આ પ્રકારના પ્રથમ એવા એક સપ્તાહના અનોખા કોમ્પ્રિહેન્સિવ ફાઉન્ડેશન કોર્સના આરંભ (શરૂઆત) પ્રસંગે ટૂંકી માહિતી આપવામાં આવી હતી. જીવંત ચર્ચા સત્ર દરમિયાન, તાલિમાર્થીઓએ થીમ આધારિત 5 ક્ષેત્રો- કૃષિ અને ગ્રામીણ સશક્તીકરણ, આરોગ્ય સંભાળ અને સુધારા તથા નીતિનું ઘડતર; સાતત્યપૂર્ણ ગ્રામીણ વ્યવસ્થાપન તકનિકો, સમાવેશી શહેરીકરણ અને શિક્ષણના ભવિષ્ય પર પ્રેઝન્ટેશન આપવામાં આપ્યું હતું.

વર્લ્ડ બેંકના ચેરમેન શ્રી ડેવિડ માલપાસ, પ્રધાનમંત્રીના અગ્રસચિવ, કેબિનેટ સચિવ, ઇન્સ્ટિટ્યુટ ઑફ ફ્યૂચર એન્ડ યુનિવર્સિટી ઑફ ડાયવર્સિટીના વિદ્વાનો અને વિશ્લેષકો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રસંગોચિત વિષયોના વિવિધ સત્રોની મુખ્ય બાબતો વિશે પણ પ્રધાનમંત્રીને ટૂંકી માહિતી આપવામાં આવી હતી.

બાદમાં યોજાયેલા પારસ્પરિક ચર્ચાપૂર્ણ સત્રમાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજંયતી, 31 ઓક્ટોબરના રોજ આ કોર્સનું આયોજન ખરેખર ખૂબ જ મૂલ્યવાન છે કારણ કે, તેમને ભારતીય નાગરિક સેવાઓના પિતામહ માનવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે, “ભારતીય નાગરિક સેવા સરદાર પટેલની ખૂબ ઋણી છે. અહીં કેવડિયા ખાતે, જ્યાં 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' છે, તે આપણા માટે પ્રેરણાસ્રોત બની શકે છે અને દેશ માટે આપણામાં કંઇક કરી છુટવાનો જુસ્સો લાવે છે. ચાલો ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં સાથે મળીને કામ કરીએ.”

પ્રધાનમંત્રીએ આરંભ ફાઉન્ડેશન કોર્સને એવો અનોખો ભવિષ્ય કેન્દ્રિત કોર્સ ગણાવ્યો હતો જેમાં વહિવટી તંત્રમાં ધરમૂળથી પરિવર્તન લાવવાનું સામર્થ્ય છે.

આરંભ કોર્સ, રાષ્ટ્ર કેન્દ્રી અને ભવિષ્ય કેન્દ્રી છે. તેનાથી વહિવટી તંત્રમાં ધરમૂળથી પરિવર્તનની શરૂઆત થશે અને લોકો સંગ્રહખોરી પર કામ કરવાનું બંધ કરશે. તેના બદલે, લોકો સાથે મળીને વ્યાપક અભિગમથી કામ કરશે.”

તાલિમાર્થીઓને કોઇપણ બાબત જોવાનો દૃષ્ટિકોણ બદલાવા માટે પ્રોત્સાહિત કરતા તેમણે જણાવ્યું હતું કે, કેટલીક વખત પરિભાષામાં પરિવર્તન લાવવાથી પણ પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન આવે છે.

ચાલો આપણે કોઇપણ બાબતો પર કામ કરવાની શૈલીમાં પરિવર્તન લાવીએ. કેટલીક વખત પરિભાષામાં પરિવર્તન પણ મદદરૂપ થાય છે. જુના જમાનામાં, લોકો પછાત જિલ્લા કહેતા હતા. આજે આપણે તેને મહત્વાકાંક્ષી જિલ્લાઓ કહીએ છીએ. શા માટે કોઇપણ પોસ્ટિંગને સજારૂપ ગણવી જોઇએ? શા માટે તેને એક અવસરનાં રૂપમાં ન જોવી જોઇએ?”

તાલિમાર્થી અધિકારીઓએ દર્શાવેલી પ્રતિબદ્ધતા અને તેમના નવા વિચારોને બિરદાવતા પ્રધાનમંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને તકનિકો પર આ અનોખા તાલિમ કોર્સ થકી તેમને મળતું એક્સપોઝર (ખુલ્લાપણું, સ્વતંત્રપણે વિચારવાની ક્ષમતા) ચોક્કસપણે તેમની કારકિર્દીમાં નીતિઓના ઘડતર અને જાહેર વહિવટમાં લાભદાયી પુરવાર થશે.

તેમણે જણાવ્યું હતું કે, સરકારી પ્રણાલીમાંથી કનિષ્ઠ-વરિષ્ઠ અને પદાનુક્રમના વિચારોથી પર થઇને કાર્ય કરવું જોઇએ. પદાનુંક્રમની વિચારસરણીથી આપણી પ્રણાલીને કોઇ મદદ મળતી નથી. આપણે જે પણ હોઇએ, આપણે જ્યાં પણ હોઇએ, આપણે સાથે મળીને રાષ્ટ્ર માટે કામ કરવાનું છે.”

 

NP/DS/RP



(Release ID: 1589812) Visitor Counter : 248