પ્રધાનમંત્રીનું કાર્યાલય

મારુ લક્ષ્ય એ છે કે, ગરીબમાં ગરીબ વ્યક્તિ સશક્ત બને અને તેમને સન્માનજનક જીવન સુનિશ્ચિત થાય: પ્રધાનમંત્રી


અમે ભારતમાં જે કંઇ પણ કરીએ તેનાથી વિશ્વ પણ સશક્ત બનશે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ રિયાદમાં ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટીવ ફોરમમાં મુખ્ય સંબોધન પ્રસ્તુત કર્યું

Posted On: 29 OCT 2019 10:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં રિયાદ ખાતે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટીવ ફોરમને મુખ્ય સંબોધન કર્યું હતું.

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની ઇચ્છા છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સશક્ત બને અને તેમને સન્માનજનક જીવન સુનિશ્ચિત થાય. તેમણે કહ્યું કે, “હું હંમેશા એ જ વિચારું છું કે - વૈશ્વિક સુખાકારીમાં ભારત કેવી રીતે યોગદાન આપી શકે.” તેમણે ઉમેર્યું હતું કે, અમે ભારતમાં જે કંઇ પણ કરીએ છીએ તેનાથી વૈશ્વિક પહેલો પણ વધુ મજબૂત થશે. ઉદાહરણ તરીકે જોઇએ તો, અમારી ઇચ્છા 2025 સુધીમાં ટીબી નાબુદ કરવાની છે, જ્યારે દુનિયામાંથી ટીબી નાબુદીનું લક્ષ્ય 2030 સુધીનું રાખવામાં આવ્યુ છે. જ્યારે ભારત તેમા સફળ થશે આખુ વિશ્વ વધુ સ્વસ્થ બનશે.

DK/DS/RP


(Release ID: 1589556) Visitor Counter : 130