પ્રધાનમંત્રીનું કાર્યાલય

આયુષ્માન ભારતને કારણે આ ટાપુ પર વસતી વ્યક્તિનું જીવન સામાન્ય થયું


રતન બરાઈ હવે સ્વસ્થ જીવન જીવે છે

Posted On: 01 OCT 2019 7:29PM by PIB Ahmedabad

આંદમાન અને નિકોબારમાંથી આવતા 52 વર્ષીય રતન બરાઈ ગરીબ પરિવારના છે તેઓ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનથી પીડિત હતા.

તેમને છાતીની ડાબી બાજુ દુઃખાવો થવાથી અને પરસેવો વળવાથી પોર્ટ બ્લેરમાં જી. બી. પંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમને ડાયાબીટિસ મેલિટસ પણ હતો. તપાસમાં એક્યુટ એન્ટેરિયર વૉલ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનનો ખુલાસો થયો હતો. સારવાર સાથે તેમની તબિયત સ્થિર થઈ હતી અને પછી તેમને વધારે સારવાર માટે મુખ્ય વિસ્તારમાં કાર્ડિયોલોજિસ્ટ પાસે મોકલવામાં આવ્યાં હતા.

આંદમાન અને નિકોબારમાં હૃદયની સારવાર માટે કોઈ સુવિધા ન હોવાથી આ પ્રકારનાં તમામ દર્દીઓ કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં સારવાર માટે મોકલવામાં આવે છે.

રતન બરાઈ માટે આ મુશ્કેલ હતું, કારણ કે તેમની પાસે પર્યાપ્ત નાણાં નહોતાં. જોકે જ્યારે તેમણે આયુષ્માન ભારત- પીએમજેએવાય દ્વારા કેશલેસ વીમા સુરક્ષાની જાણકારી મળી હતી, ત્યારે તેમનાં જીવનમાં આશાનું નવું કિરણ જાગ્યું. આ મદદ સાથે તેઓ સૂચિત સારવાર મેળવી શક્યાં.

અત્યારે તેઓ સ્વસ્થ છે અને વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાની સફળતા વિશે પ્રધાનમંત્રી સાથે મુલકાત કરનારા 31 લાભાર્થીઓમાંના એક છે.

એક વર્ષ અગાઉ શરૂ થયેલી આયુષ્માન ભારત યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થ વીમા યોજના છે, જેનો ઉદ્દેશ દેશમાં 10.74 કરોડથી વધારે લોકોને તબીબી સુવિધાઓ સરળતાપૂર્વક સુલભ કરવાનો છે.

છેલ્લાં એક વર્ષમાં રતન બરાઈ જેવા 50,000 દર્દીઓને તેમનાં રાજ્યની બહાર મેડિકલ સુવિધાઓ મળી શકી છે, જ્યાં આયુષ્માન ભારત કાર્યક્રમને કારણે તેમનાં રાજ્યની બહાર આ પ્રકારની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થઈ હતી.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય) હેઠળ 16,085 હોસ્પિટલોની નોંધણી થઈ છે, 41 લાખથી વધારે લાભાર્થીઓની સારવાર કરવામાં આવી છે અને 10 કરોડથી વધારે ઇ-કાર્ડ આપવામાં આવ્યા છે.

આયુષ્માન ભારત અંતર્ગત સમગ્ર દેશમાં 20,700થી વધારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કાર્યરત થયા છે.

 

RP


(Release ID: 1587159) Visitor Counter : 234