પ્રધાનમંત્રીનું કાર્યાલય

બહેરીનમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

Posted On: 24 AUG 2019 11:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહેરીનમાં આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “બહેરીનમાં મારી મુલાકાત સરકારના વડા તરીકે હોઇ શકે છે, પ્રધાનમંત્રી તરીકે હોઇ શકે છે, પરંતુ મારો આશય અહિં સ્થાયી થયેલા ભારતીયોને મળવાનો અને બહેરીનમાં રહેલા લાખો મિત્રો સાથે વાર્તાલાપ કરવાનો છે. આજે જન્માષ્ટમીનું પવિત્ર પર્વ છે. મને કહેવામાં આવ્યું હતું કે, અખાતી પ્રદેશમાં આજે પણ જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણની કથા કહેવાની પરંપરા છે. આવતીકાલે હું શ્રીનાજી મંદિરની મુલાકાત લઇશ અને તમારા સૌની તેમજ તમારા યજમાન દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરીશ.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “મને ખબર છે કે તમે સૌ અને ભારતના ભક્તો કેટલા આદર અને આનંદ સાથે આ પર્વની ઉજવણી કરો છો. અત્યારે બીજી ખુશી વાત એ પણ છે કે આવતીકાલે આ મંદિરના પુનર્વિકાસનું કામ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બહેરીનમાં ભારતીયો માટે, તેમની પ્રામાણિકતા, વફાદારી, સામર્થ્ય અને બહેરીનના સામાજિક-આર્થિક જીવનમાં તેમના યોગદાન બદલ ખૂબ જ વિપુલ પ્રમાણમાં સદભાવના છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “તમે અહિં તમારા સખત પરિશ્રમથી પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સદભાવનાને આપણે હજી પણ વધારે મજબૂત બનાવવાનો છે. હું જ્યારે પણ અહિંના ભારતીય સહકર્મીઓ, અહિંના વ્યાવસાયિક લોકો, અહિં સ્થાયી થયેલા લોકો, અહિં કામ કરી રહેલા સાથી કર્મચારીઓની પ્રશંસા સાંભળું છું ત્યારે મારી છાતી ગર્વથી ફુલે છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં લગભગ દરેક પરિવાર બેંકિંગ સેવાઓ સાથે જોડાયેલો છે, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ ભારતના સામાન્ય પરિવારો સુધી પહોંચી ગયા છે. સમગ્ર દુનિયામાં સૌથી સસ્તો ઇન્ટરનેટ ડેટા ભારતમાં છે. ભારતમાં મોટાભાગની સેવાઓ ડિજિટલી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, દરેક ભારતીય માને છે કે ભારતનાં સપનાં સાકાર થઇ શકે છે, આશાઓ અને મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થઇ શકે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આપણું લક્ષ્ય ઊંચુ છે પરંતુ જ્યારે 130 કરોડ લોકના હાથ સહિયારો પ્રયાસ કરે ત્યારે, તમને પ્રોત્સાહન મળે છે. ભારત આજે પ્રગતિ કરી રહ્યું છે તેમાં માત્ર સરકારના પ્રયાસો નથી પરંતુ કરોડો ભારતીયોની સહભાગીતાનું આ પરિણામ છે. સરકાર તો માત્ર સ્ટિઅરિંગ છે, પરંતુ ખરેખર દેશની જનતા જ એક્સલરેટર દબાવી રહી છે.”

તેમણે કહ્યું કે, BHIM એપ્લિકેશન, UPI અને જનધન એકાઉન્ટ જેવી સુવિધાઓના કારણે બેંકિંગ સેવાઓની પહોંચ હવે સામાન્ય લોકો સુધી આવી ગઇ છે. આપણુ રૂપે કાર્ડ હવે સમગ્ર દુનિયામાં વ્યવહાર કરવા માટે પસંદગીનું માધ્યમ બની રહ્યું છે. આપણા રૂપે કાર્ડ હવે દુનિયાભરમાં બેંકો અને વિક્રેતાઓ દ્વારા સ્વીકારમાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “મને ખુશી છે કે તમે ટૂંક સમયમાં જ બહેરીનમાં રૂપે કાર્ડની મદદથી આર્થિક વ્યવહારો કરી શકશો. આજે રૂપે કાર્ડનો ઉપયોગ કરવા માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અમારો આશય તમને ભારતમાં પોતાના ઘરે રૂપે કાર્ડની મદદથી નાણાં મોકલવાની સુવિધા પૂરી પાડવાનો છે. હવે તમે કહી શકશો કે બહેરીન – પે વીથ રૂપે.”

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં, દેશમાં વસતા 130 કરોડ ભારતીયો ઉપરાંત વિદેશમાં વસતા કરોડો ભારતીયનું માથુ ગર્વથી ઊંચુ રહે. આજે, જો ભારતને દુનિયામાં આદરથી જોવામાં આવે છે તેની પાછળનું કારણ તમારા જેવા લાખો લોકોનો સંગાથ છે.

ભારતમાં વિકાસ અંગે તેમણે જણાવ્યું હતું કે, ભારત અવિરત ગતિશિલતા માટે ‘એક રાષ્ટ્ર એક કાર્ડ’ તરફ આગળ પ્રગતી કરી રહ્યું છે. સમગ્ર ભારત ‘એક રાષ્ટ્ર એક ગ્રીડ’થી જોડાયેલું છે અને GSTના રૂપમાં ‘એક રાષ્ટ્ર એક કર’નો અમલ કરવામાં આવ્યો છે. ભારતે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ બિઝનેસ માટે તમામ પગલાં ભર્યા છે. ભારતમાં તમામ પરિસ્થિતિઓની ભારતના યુવાનો દ્વારા કલ્પના કરવામાં આવી છે. ભારતના યુવાનો ‘વૈશ્વિક અમલીકરણથી સ્થાનિક ઉકેલો’ માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. ભારતના કૌશલ્યને દુનિયાભરમાં સ્વીકારવામાં આવી રહ્યું છે. વૈશ્વિત પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓમાં તે અચંબાપૂર્ણ કામ કરી રહ્યું છે. ભારતના વિજ્ઞાનીઓની ખૂબ જ નાના બજેટમાં ચંદ્રયાન જેવું મોટુ કાર્ય પાર પાડવા બદલ દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. આવી ગુણવત્તા માત્ર આપણો ફાયદો નથી પરંતુ અમારી એક ઓળખ પણ બતાવે છે કે, અમે માત્ર બજેટ પર ધ્યાન નથી આપતા પરંતુ અમારા લક્ષ્યો હાંસલ કરવા માટે ઇચ્છાશક્તિ પણ ધરાવીએ છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2022માં, ભારત તેની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ કરશે. હું આપ સૌને એક વિનંતી કરું છું કે, તમે સૌ પોતાના સ્તરે કોઇ નવો સંકલ્પ લો. તમે નક્કી કરો કે, દરેક વ્યક્તિ, દરેક વર્ષે બહેરીનમાં તેમના કોઇ મિત્રોને ભારતમાં સુંદર હિલસ્ટેશનો જોવાથી માંડીને ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા સુધી પહોંચવા માટે પ્રવાસ કરવાની પ્રેરણા આપશે. 2022 સુધીમાં અમે એક જ વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકથી મુક્ત ભારત માટે સંકલ્પ કર્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણા સહિયારા મૂલ્યો અને હિતો માટે બહેરીન અને ભારતને સાથે કામ કરવા દો. ભારત અને બહેરીન પ્રાચીન સંસ્કૃતિ સાથેના આધુનિક રાષ્ટ્રો છે. બંને પાસે અપાર સામર્થ્ય છે. મને પૂર્ણ આત્મવિશ્વાસ છે કે બહેરીનમાં વસતા મારા સાથી ભારતીયો સંબંધોના આ સેતુને વધુ મજબૂત બનાવશે અને ભારત-બહેરીનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે સંભાવનાઓના દ્વાર ખોલશે.”

 

RP



(Release ID: 1582967) Visitor Counter : 218