પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી અરુણ જેટલીનાં મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું
Posted On:
24 AUG 2019 1:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ નાણાં મંત્રી અને ભાજપનાં દિગ્ગજ નેતા શ્રી અરુણ જેટલીનાં અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અરુણ જેટલીજી રાજકીય દિગ્ગજ નેતા હતાં, અત્યંત બુદ્ધિશાળી અને કાયદાકીય ક્ષેત્રમાં બાહોશ હતાં. તેઓ સારી વક્તૃત્વ ક્ષમતા ધરાવતાં નેતા હતાં, જેમણે ભારત પર અમીટ છાપ છોડી છે. એમનું નિધન અત્યંત ખેદજનક છે. એમની પત્ની સંગીતાજી અને પુત્ર રોહન સાથે વાત કરી તેમને દિલાસો આપ્યો. ઓમ શાંતિ.
જીવન પ્રત્યે ઉત્સાહ ધરાવતાં, સારી વિનોદવૃત્તિ, શાણપણ અને કરિશ્માઇ વ્યક્તિત્વ ધરાવતાં અરુણ જેટલીજીની પ્રશંસા સમાજનાં તમામ વર્ગનાં લોકો કરતાં,. તેમનું વ્યક્તિત્વ બહુપ્રતિભાશાળી હતું. તેઓ ભારતનાં બંધારણ, ઇતિહાસ, જાહેર નીતિ, વહીવટ અને શાસન વિશે પુષ્કળ જાણકારી ધરાવતાં હતાં.
પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન અરુણ જેટલીજીએ વિવિધ મંત્રાલયોની જવાબદારી નિભાવી હતી, જેણે તેઓને ભારતની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવ્યાં, આપણી સંરક્ષણ ક્ષમતાઓ મજબૂત થઈ હતી, લોકોને અનુકૂળ કાયદા બન્યાં હતાં અને અન્ય દેશો સાથે આપણાં વેપારમાં વધારો થયો હતો.
ભાજપ અને અરુણ જેટલીજી વચ્ચે અતૂટ નાતો હતો. નિર્ભય વિદ્યાર્થી નેતા તરીકે તેઓ કટોકટી દરમિયાન આપણી લોકશાહીનું રક્ષણ કરવામાં મોખરે હતાં. તેઓ અમારા પક્ષનો જાણીતો ચહેરો બની ગયા હતાં, જેઓ પક્ષનાં કાર્યક્રમો બનાવી શકતાં હતાં અને સમાજનાં વ્યાપક વર્ગ સુધી તેમણે અમારી વિચારધારા પહોંચાડી હતી.
અરુણ જેટલીનાં અવસાન સાથે મેં કિંમતી મિત્ર ગુમાવ્યા છે, જેમની સાથે દાયકાઓથી પરિચય હોવાનું મને ગૌરવ છે. કોઈ પણ મુદ્દા પર એમની બારીક અને વિશિષ્ટ સમજણ બહુ ઓછો લોકોમાં જોવા મળે. તેઓ ઉત્સાહ સાથે જીવ્યાં, અમારી સાથે ઘણી સુખદ યાદો છોડીને ગયા છે. અમને એમની ખોટ સાલશે!”
RP
(Release ID: 1582934)
Visitor Counter : 196