પ્રધાનમંત્રીનું કાર્યાલય
આ જાતિગત ન્યાયનો વિજય છે અને સમાજમાં સમાનતા લાવશેઃ ત્રણ તલાક બિલ પસાર થવા પર પ્રધાનમંત્રીની પ્રતિક્રિયા
પોસ્ટેડ ઓન:
30 JUL 2019 8:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનાં રક્ષણ) બિલ, 2019ને સંસદનાં બંને ગૃહોમાં સમર્થન આપનાર તમામ રાજકીય પક્ષો અને સાંસદોનો આભાર માન્યો હતો. એમણે જણાવ્યું હતું કે, સમર્થન આપનારા તમામ સાંસદોએ આ પ્રસંગે રાજકારણથી ઉપર ઉઠીને વિચાર્યું છે અને તેમનું આ પગલું ભારતનાં ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે.
પ્રધાનમંત્રી શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “જૂની અને મધ્યયુગીન પરંપરાને છેવટે ઇતિહાસની કચરાપેટીમાં પધરાવી દેવાઈ છે! સંસદે ત્રણ તલાક નાબૂદ કર્યા છે અને મુસ્લિમ મહિલાઓ સાથેની અન્યાયી ઐતિહાસિક પરંપરાનો અંત આવી ગયો છે. આ જાતિગત ન્યાયનો વિજય છે અને તે સમાજમાં સમાનતા લાવશે. ભારત આજે ખુશ છે!”
તેમણે વધુમાં ટ્વીટ કર્યું હતું કે, “આ પ્રસંગે ત્રણ તલાકની પરંપરાને કારણે અન્યાયથી પીડિત એ મુસ્લિમ મહિલાઓનાં નોંધપાત્ર સાહસને સલામ કરીએ છીએ. ત્રણ તલાક મહિલા સશક્તીકરણમાં યોગદાન આપશે અને આપણાં સમાજમાં મહિલાઓને યોગ્ય સન્માન મળશે.”
RP
(રીલીઝ આઈડી: 1580795)
મુલાકાતી સંખ્યા : 189