પ્રધાનમંત્રીનું કાર્યાલય

ચંદ્રાયાન 2નાં પ્રક્ષેપણ પર પ્રધાનમંત્રી મોદીનો સંદેશ

प्रविष्टि तिथि: 22 JUL 2019 3:47PM by PIB Ahmedabad

ચંદ્રાયાન 2નાં પ્રક્ષેપણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંદેશનો મૂળ પાઠ નીચે મુજબ છેઃ

 

વિશિષ્ટ અને ગૌરવશાળી ક્ષણ, જે આપણા ભવ્ય ઇતિહાસમાં વધુ એક ઉપલબ્ધિ ઉમેરાશે! ચંદ્રાયાન 2 પ્રક્ષેપિત કરીને આપણે આપણા વિજ્ઞાનીકોની ક્ષમતા અને 130 કરોડ ભારતીયોની વિજ્ઞાનનાં ક્ષેત્રમાં નવા સીમાચિહ્નો  હાંસવલ કરવાની દ્રઢતા પુરવાર કરી છે. આજે દરેક ભારતીયને આ સફળતા પર અત્યંત ગર્વ છે!

 

દિલથી ભારતીય, સંવેદનાથી ભારતીય! દરેક ભારતીય માટે વધારે ખુશી વાતની એ છે કે, ચંદ્રાયાન 2 સંપૂર્ણપણે સ્વદેશી અભિયાન છે. તે ચંદ્રના રિમોટ સેન્સીંગ માટે એક ઓરબિટ ધરાવે છે અને ચંદ્રની સપાટીનું વિશ્લેષણ કરવા માટે લેન્ડર-રોવર મોડ્યુલર પણ ધરાવે છે.

 

ચંદ્રાયાન 2 વિશિષ્ટ છે, કારણ કે એનાથી ચંદ્રની સપાટીનાં દક્ષિણ ધ્રૂવનાં વિસ્તાર પર ઉત્ખન્ન થશે અને અભ્યાસ થશે, જે અગાઉનાં કોઈ પણ અભિયાનમાં થયું નથી. આ  અભિયાન ચંદ્ર વિશે સંપૂર્ણપણે નવી જાણકારી પૂરી પાડશે.

 

ચંદ્રાયાન 2 જેવા પ્રયાસો કે અભિયાનો આપણી પ્રતિભાશાળી યુવા પેઢીને વિજ્ઞાનમાં રસ લેવા વધારે પ્રેરિત કરશે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન અને નવીનતા માટે પ્રોત્સાહન આપશે. ભારતનાં ચંદ્રયાન કાર્યક્રમને મહત્ત્વપૂર્ણ વેગ મળશે. ચંદ્ર વિશે આપણી હાલની જાણકારીમાં નોંધપાત્ર વધારો થશે.”

 

DK/J. Khunt/GP/RP


(रिलीज़ आईडी: 1579779) आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam