નાણા મંત્રાલય
યુનિયન બજેટ 2019-20ની મુખ્ય બાબતો
Posted On:
05 JUL 2019 1:59PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 05-07-2019
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સિતારામને આજે તેમનું પ્રથમ બજેટ પ્રવચન અને યુનિયન બજેટ 2019-20 સંસદમાં પ્રસ્તુત કર્યું હતું. યુનિયન બજેટ 2019ની મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ
દાયકા માટે 10-મુદ્દાનું વિઝન
· જન ભાગીદારી સાથે ટીમ ઇન્ડિયાનું નિર્માણઃ લઘુતમ સરકાર, મહત્તમ શાસન.
· પ્રદૂષણ-મુક્ત ભારત સાથે હરિયાળી પૃથ્વી અને વાદળી આકાશ હાંસલ કરવું
· ડિજિટલ ઇન્ડિયાને અર્થતંત્રનાં દરેક ક્ષેત્ર સુધી પહોંચાડવું
· ગગનયાન, ચંદ્રાયાન લોંચ કરવા, અન્ય અંતરિક્ષ અને ઉપગ્રહ કાર્યક્રમો હાથ ધરવા
· ભૌતિક અને સામાજિક માળખાનું નિર્માણ કરવું
· જળ, જળનું અસરકારક વ્યવસ્થાપન, નદીઓને સ્વચ્છ કરવી
· વાદળી અર્થવ્યવસ્થા
· ખાદ્યાન્ન, અનાજ, કઠોળ, દાળ, તેલીબિયા, ફળફળાદિ અને શાકભાજીઓમાં સ્વનિર્ભરતા હાંસલ કરવી અને નિકાસ વધારવી
· આયુષ્માન ભારત દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું, મહિલાઓ અને બાળકોને સારું પોષણ આપવું, નાગરિકોની સલામતી વધારવી
· મેક ઇન ઇન્ડિયા અંતર્ગત એમએસએમઇ, સંરક્ષણ ઉત્પાદન, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, ફેબ્સ અને બેટરીઓ તથા મેડિકલ ઉપકરણો પર ભાર મૂકવો
5 ટ્રિલિયન ડોલરનાં અર્થતંત્ર તરફ આગેકૂચ
· નાણાં મંત્રીએ જણાવ્યું કે, “લોકોનાં હૃદય આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી ભરેલા છે.”
· ભારતીય અર્થતંત્ર ચાલુ વર્ષમાં 3 ટ્રિલિયન ડોલરનું થઈ જશે.
· સરકાર ભારતીય અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવાની આકાંક્ષા ધરાવે છે.
· નાણાં મંત્રીએ જણાવ્યું કે, “ભારતીય ઉદ્યોગજગત ભારતમાં રોજગારીનું સર્જન કરનાર છે અને દેશની સંપત્તિનું સર્જક છે.”
· આ ક્ષેત્રમાં રોકાણની જરૂર છે:
· કૃષિ.
· ડિજિટલ અર્થતંત્ર.
· લઘુ અને મધ્યમ કદની કંપનીઓમાં રોજગારીનું સર્જન.
· રોકાણનાં વિવિધ ચક્રને શરૂ કરવા માટે પહેલો સૂચવવામાં આવશે.
· વેપારવાણિજ્ય સરળ કરવા (ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ) માટે મુદ્રા લોન મારફતે સામાન્ય નાગરિકોનાં જીવનમાં પરિવર્તન લાવવામાં આવ્યું.
એમએસએમઈ સાથે સંબંધિત પગલાં:
· પ્રધાનમંત્રી કર્મયોગી માનધન યોજના
· વાર્ષિક રૂ. 1.5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતાં ત્રણ કરોડ રિટેલ વેપારીઓ અને નાનાં દુકાનદારોને પેન્શનનો લાભ
· નોંધણીની પ્રક્રિયા સરળ, ફક્ત આધાર, બેંક ખાતા અને સેલ્ફ-ડેક્લેરેશનની જ જરૂર.
· નાણાકીય વર્ષ 2019-2020 માટે એમએસએમઈ માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ હેઠળ તમામ જીએસટી-રજિસ્ટર્ડ એમસએમઈને 2 ટકા ઇન્ટરેસ્ટ સબ્વેન્શન માટે (નવી કે સંવર્ધિત લોન માટે) રૂ. 350 કરોડની ફાળવણી કરવામાં આવી
· એમએસએમઈ માટે બિલો અને પેમેન્ટનાં ફાઇલિંગ માટે પેમેન્ટ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે, જેથી સરકારી ચુકવણીમાં વિલંબ દૂર થાય.
· નેશનલ મોબિલિટી કાર્ડ (એનસીએમસી) ધારાધોરણોને આધારે પરિવહન માટે ભારતની પ્રથમ સ્વદેશી વિકસિત પેમેન્ટ ઇકોસિસ્ટમ માર્ચ, 2019માં લોંચ કરવામાં આવી હતી.
· રુપે કાર્ડ પર આંતર-કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટ કાર્ડ આપવામાં આવશે અને આ કાર્ડધારકોને બસમાં મુસાફરી કરવા, ટોલ ટેક્ષ, પાર્કિંગ ચાર્જ, રિટેલ શોપિંગ માટે ચૂકવણી કરવાની સુવિધા આપવામાં આવશે.
· ફિઝિકલ કનેક્ટિવિટીનાં તમામ સ્વરૂપો દ્વારા નીચેની યોજનાઓને વેગ આપવામાં આવશેઃ
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના
· ઔદ્યોગિક કોરિડોર, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર.
· ભારતમાલા અને સાગરમાલા પ્રોજેક્ટ, જલ માર્ગ વિકાસ અને ઉડાન યોજનાઓ.
· ભારતમાલા પ્રોજેક્ટનાં બીજા તબક્કામાં સ્ટેટ રોડ નેટવર્ક વિકસાવવામાં આવશે.
· જલ માર્ગ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2019-20 સુધીમાં સાહિબગંજ અને હલ્દિયા પર મલ્ટિ મોડલ ટર્મિનલ તથા ફરક્કામાં નેવિગેશનલ લોક મારફતે ગંગામાં નૌકાવહનની ક્ષમતા વધારવામાં આવશે.
· ગંગામાં કાર્ગો વોલ્યુમમાં આગામી ચાર વર્ષમાં ચાર ગણો વધારો થવાનો અંદાજ, જે સસ્તી ફ્રેઇટ અને પેસેન્જર અવરજવર તરફ દોરી જશે તથા આયાત બિલમાં ઘટાડો થશે.
· વર્ષ 2018થી વર્ષ 2030 દરમિયાન રેલવેની માળખાગત સુવિધામાં રૂ. 50 લાખ કરોડનું રોકાણ કરવાની જરૂર
· ટ્રેક્સ, રોલિંગ સ્ટોક, ઉત્પાદન અને પેસેન્જર ફ્રેઇટ સેવાઓની ડિલિવરી માટે જરૂરી માળખું વિકસાવવા અને એને પૂર્ણ કરવા માટે સરકારી-ખાનગી-ભાગીદારી (પીપીપી)નાં મોડલની દરખાસ્ત રજૂ કરવામાં આવી
· દેશમાં 657 કિલોમીટરનું મેટ્રો રેલ નેટવર્ક કાર્યરત છે.
· ઉડ્ડયન ક્ષેત્રમાં સ્વનિર્ભરતા હાંસલ કરવા માટે મેઇન્ટેનન્સ, રિપેર અને ઓવરહૉલ (એમઆરઓ)નાં વિકાસ માટે નીતિગત હસ્તક્ષેપ કરવામાં આવશે.
· ભારતને એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ અને ભારતમાંથી ભાડાપટ્ટાની કામગીરી માટેનું કેન્દ્ર બનાવવા માટે નિયમનકારી રૂપરેખા સરકાર રજૂ કરશે.
· ફેમ સ્કીમનાં બીજા તબક્કા માટે 3 વર્ષનાં ગાળા માટે રૂ. 10,000 કરોડ અંકિત કરવામાં આવ્યાં.
· ઇલેક્ટ્રિક વાહનોની સ્વીકાર્યતાને વધારવા અને ખરીદી પર આગોતરી પ્રોત્સાહન આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી.
· ફેમ યોજના હેઠળ ફક્ત અત્યાધુનિક બેટરીથી સંચાલિત અને રજિસ્ટર્ડ ઇ-વાહનોને પ્રોત્સાહન મળશે.
· રાષ્ટ્રીય રાજમાર્ગ કાર્યક્રમની પુર્નરચના કરાશે, જેથી એક રાષ્ટ્રીય રાજમાર્ગ ગ્રીડ સુનિશ્ચિત કરી શકાય.
‘એક રાષ્ટ્ર, એક ગ્રિડ’ હેઠળ રાજ્યોને વાજબી દરે વીજળી પૂરી પાડવામાં આવશે.
· ગેસ ગ્રિડ, વોટર ગ્રિડ, આઇ-વેઝ અને પ્રાદેશિક એરપોર્ટ માટે રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવશે.
· ઉચ્ચ સ્તરીય અધિકારી સમિતી (એચએલઇસી)ની ભલામણોનો અમલ કરવામાં આવશે:
· જૂનાં અને બિનકાર્યદક્ષ પ્લાન્ટ બંધ કરવા
· કુદરતી ગેસની ખેંચનાં કારણે ગેસ પ્લાન્ટની કામગીરીની ઓછી ક્ષમતા વધારવા માટે પગલાં લેવામાં આવશે.
· ઉજ્જવલા ડિસ્કોમ એશ્યોરન્સ યોજના (ઉદય) અંતર્ગત ટેકનોલોજી અને ઊર્જાનો વધારે ઉપયોગ કરનાર ઉપભોક્તાઓ માટે ક્રોસ સબસિડી સરચાર્જ, ખુલ્લી પહોંચ ધરાવતાં વેચાણ પર અનિચ્છનિય કરવેરા દૂર કરવામાં આવશે અથવા ઔદ્યોગિક અને અન્ય બલ્ક વીજ ગ્રાહકો માટે કેપ્ટિલ જનરેશનની સુવિધા આપવામાં આવશે.
· ટૂંક સમયમાં વીજ ક્ષેત્રનાં ટેરિફ અને માળખાગત સુધારાઓનું પેકજ જાહેર કરવામાં આવશે.
· રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે સુધારા હાથ ધરવામાં આવશે.
· મોડલ ટેનન્સી કાયદાને અંતિમ રૂપ આપવામાં આવશે અને રાજ્યોમાં મોકલવામાં આવશે.
· કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારનાં જાહેર ક્ષેત્રનાં સાહસોની જમીનનો ઉપયોગ સરકારી માળખાગત સુવિધા અને એફોર્ડેબલ મકાનો માટે કરવા સંયુક્ત વિકાસ અને કન્સેસન વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવશે.
· માળખાગત ધિરાણ માટે મૂડીનાં સંસાધનો વધારવા માટેનાં પગલાં:
· ક્રેડિટ ગેરન્ટી એન્હાન્સમેન્ટ કોર્પોરેશનની 2019-2020માં રચના કરવામાં આવશે.
· માળખાગત સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે લાંબા ગાળાનાં બોન્ડ માટે બજારની કામગીરી વધારવા કાર્યયોજના રજૂ કરવામાં આવશે.
· FII / FPI દ્વારા કરાયેલા રોકાણ (IDF-NBFCદ્વારા ઈશ્યૂ કરાયેલી ડેટ સિક્યોરિટીઝમાં)ને ચોક્કસ લોક-ઈન અવધિ અંદર કોઈ સ્થાનિક રોકાણના હસ્તાંતરણ / વેચાણની દરખાસ્ત.
બોન્ડ માર્કેટની કામગીરી વધારવા માટેનાં પગલાં
· સ્ટોક એક્સચેન્જો બાયંધરી તરીકે AA રેટિંગ ધરાવતાં બોન્ડ્સને મંજૂરી આપવા સક્ષમ બનાવવા.
· કોર્પોરેટ બોન્ડ્સ માટે ટ્રેડિંગ પ્લેટફોર્મની યુઝર-અનુકૂળતાની સમીક્ષા કરવામાં આવશે.
· સોશિયલ સ્ટોક એક્સચેન્જ:
· સેબીના નિયમનકારી કામકાજ હેઠળ ઇલેક્ટ્રોનિક રીતે ફંડ ઊભું કરવા માટેનું પ્લેટફોર્મ
· સોશયિલ એન્ટરપ્રાઇસિંગ અને સ્વૈચ્છિક સંસ્થાઓનું લિસ્ટિંગ થશે
· ઇક્વિટી, ડેટ કે મ્યુચ્યુઅલ ફંડનાં યુનિટની જેમ મૂડી ઊભી કરવામાં આવશે
· સેબી લિસ્ટિંગ કંપનીઓમાં લઘુતમ જાહેર શેરહિસ્સા માટેની મર્યાદા 25 ટકાથી વધારીને 35 ટક કરવા વિચારણા કરશે
· વિદેશી રોકાણકારો માટે નો યોર કસ્ટમર (KYC – તમારાં ગ્રાહકને જાણો) નિયમો રોકાણકારોને વધારે અનુકૂળ બનાવવામાં આવશે
· સરકારી ટ્રેઝરી બિલો અને સીક્યોરિટીમાં રોકાણ કરવા રિટેલ રોકાણકારોને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈ દ્વારા સરકાર પૂરક પ્રયાસો કરશે, જેમાં સ્ટોક એક્સચેન્જનો ઉપયોગ કરીને સંસ્થાગત રોકાણને વેગ આપવામાં આવશે.
ભારતને આકર્ષક એફડીઆઈ ડેસ્ટિનેશન બનાવવા માટે લેવામાં આવેલા પગલાં:
· મલ્ટિ-સ્ટેકહોલ્ડર ચકાસણી કર્યા પછી ઉડ્ડયન, મીડિયા (એનિમેશન, એવીજીસી) અને વીમા ક્ષેત્રો જેવા ક્ષેત્રોમાં એફડીઆઈનાં નિયમોને વધારે ઉદાર બનાવવામાં આવશે
· વીમા મધ્યસ્થી સંસ્થાઓ 100 ટકા એફડીઆઈ મેળવી શકશે
· સિંગલ બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં એફડીઆઈ માટે સ્થાનિક સ્તરે સોર્સિંગનાં નિયમો હળવા કરવામાં આવશે
· સરકાર દર વર્ષે ત્રણ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપનીઓને (પેન્શન, વીમો અને સોવેરિયન વેલ્થ ફંડ્સ) એન્કર તરીકે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એનઆઇઆઇએફ)નો ઉપયોગ કરીને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન કરશે
· કંપનીમાં એફપીઆઈ રોકાણ માટે કાયદેસર મર્યાદા 24 ટકાથી વધારીને સેક્ટર વિદેશી રોકાણ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ વિકલ્પ એવા કોર્પોરેટને આપવામાં આવશે, જેઓ રોકાણની લઘુતમ મર્યાદાને અનુસરે છે
· એફપીઆઈને ReITs અને InvITs દ્વારા ઇશ્યૂ થયેલી ડેટ સીક્યોરિટીઝને સબસ્ક્રાઇબ કરવાની મંજૂરી આપવામાં આવશે
· એનઆરઆઈ-પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ રુટનો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ રુટ સાથે વિલય કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
· ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs), રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) તેમજ ટોલ ઓપરેટ-ટ્રાન્સફર (ToT) મોડલ જેવા નવા નાણાકીય માધ્યમો દ્વારા રૂ. 24,000 કરોડથી વધારેનાં સંચિત સંસાધનો હાંસલ કરવામાં આવ્યાં છે.
· જાહેર ક્ષેત્રનું સાહસ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL), અંતરિક્ષ વિભાગનાં નવા વાણિજ્યિક વિભાગ તરીકે કામ કરશે.
· ઇસરો દ્વારા સંશોધન અને વિકાસ હાથ ધરીને વિકસાવવામાં આવેલા લોંચ વ્હિકલ્સ, ટેકનોલોજી ટ્રાન્સફર અને સ્પેસ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ જેવા વાણિજ્યિક ઉત્પાદનોનો લાભ લેવામાં આવશે
પ્રત્યક્ષ કરવેરા
· વર્ષે રૂ. 400 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કરવેરાનાં દર ઘટીને 25 ટકા કરવામાં આવ્યાં
· રૂ. 2 કરોડથી રૂ. 5 કરોડ અને રૂ. 5 કરોડથી વધારે કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિઓ પર સરચાર્જમાં વધારો કરવામાં આવ્યો
· ‘કરવેરાની ચુકવણી’ની કેટેગરી હેઠળ વેપારવાણિજ્ય સરળ કરવામાં ભારતનો ક્રમ વર્ષ 2017માં 172થી સુધરીને વર્ષ 2019માં 121 થયો.
· છેલ્લાં પાંચ વર્ષમાં પ્રત્યક્ષ કરવેરાની આવક 78 ટકા વધીને રૂ. 11.37 લાખ કરોડ થઈ
· કરવેરાનું સરળીકરણ અને જીવનની સરળતા – ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીતિનિયમોનું પાલન વધારે સરળ બનાવવું
· પેન અને આધારની આંતરપરિવર્તનક્ષમતા
· પેન ન ધરાવતાં લોકો આધારનો ઉપયોગ કરીને કરવેરાનું રિટર્ન ફાઇલ કરી શકે છે
· જ્યાં પેનની જરૂર છે, ત્યાં આધારનો ઉપયોગ થઈ શકશે
· ઝડપી, વધારે સચોટ કરવેરાનું રિટર્ન ભરવા માટે આવકવેરાનાં રિટર્નનું પ્રી-ફાઇલિંગ
· આવક અને કપાતની ઉપલબ્ધતાની વિગત સાથે કરવેરાનું રિટર્ન અગાઉથી ભરવું
· બેંકો, સ્ટોક એક્સચેન્જ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે પાસેથી માહિતી એકત્ર કરવામાં આવશે
ફેસલેસ ઇ-મૂલ્યાંકન
· ફેસલેસ ઇ-મૂલ્યાંકન લોંચ કરવામાં આવશે, જેમાં માનવીય હસ્તક્ષેપ નહીં હોય
· ચોક્કસ નાણાકીય વ્યવહારો કે ખામીઓનાં કિસ્સામાં આ પ્રકારનું મૂલ્યાંકન શરૂઆતમાં હાથ ધરવામાં આવશે
સસ્તા ઘર:
• 45 લાખ રૂપિયા સુધીની રકમના મકાનની ખરીદી પર 31 માર્ચ, 2020 સુધીના સમયગાળા સુધી લેવામાં આવેલ ધિરાણ પર ચુકવવામાં આવતા વ્યાજ માટે 1.5 લાખ રૂપિયા સુધીની વધારાની કપાત
• 15 વર્ષના ધિરાણ સમયગાળા પર લગભગ 7 લાખ રૂપિયાનો સમગ્ર લાભ
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન
• ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે લેવામાં આવેલ ધિરાણ પર ચુકવવામાં આવતા વ્યાજ પર 1.5 લાખ રૂપિયા સુધીની વધારાની આવકવેરા કપાત
• ઇલેક્ટ્રિક વાહનોના કેટલાક જૂના સાધનો પર સીમા મુલ્યમાં છૂટ
અન્ય પ્રત્યક્ષ કર ઉપાય
• કરદાતાઓની વાસ્તવિક મુશ્કેલીઓમાં ઘટાડો કરવા માટે કર કાયદાઓનું સરળીકરણ
• કર રીટર્ન ના ભરવા માટે કાર્યવાહી શરુ કરવા માટે વધુમાં વધુ કર સીમા
• આવકવેરા અધિનિયમની કલમ 50 સીએ અને 56ના દુર્વ્યવહાર વિરોધી જોગવાઈઓથી યોગ્ય શ્રેણીઓના વ્યક્તિઓને છૂટ
સ્ટાર્ટ અપ્સની રાહત
• સ્ટાર્ટ અપ્સમાં રોકાણ માટે રહેવાસી મકાનના વેચાણથી ઉત્પન્ન પુંજીગત લાભમાં છૂટ 2021 સુધી વધારવામાં આવી
• એંજલ ટેક્સનો મામલો ઉકેલવામાં આવ્યો – જરૂરી માહિતી પૂરી પાડનારા અને પોતાના રીટર્નમાં જાણકારી ઉપલબ્ધ કરાવનાર સ્ટાર્ટ અપ્સ તેમજ તેમના રોકાણકારો શેર પ્રીમીયમના મૂલ્યાંકનના વિષયમાં કોઈ રીતની તપાસ નહી કરવામાં આવે.
• સ્ટાર્ટ અપ્સ દ્વારા એકઠા કરવામાં આવેલ ધનને આવકવેરા વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની તપાસની જરૂર નહી હોય.
o રોકાણકાર અને ધનરાશીના સ્રોતની ઓળખ સ્થાપિત કરવા માટે ઈ-ચકાસણી વ્યવસ્થા
• વિલંબિત મૂલ્યાંકનો અને ફરિયાદ નિવારણ માટે વિશેષ વહીવટી વ્યવસ્થા.
o સુપરવાઈઝરી અધિકારીની પરવાનગી વિના મૂલ્યાંકન અધિકારી આવા મામલાઓમાં તપાસ નહી કરી શકે.
• શ્રેણી 2 વૈકલ્પિક રોકાણ કોષને જાહેર કરવામાં આવેલ શેરોના મૂલ્યાંકનની તપાસ નહી.
• નુકસાનને આગળ લઇ જવા અને સમાયોજિત કરવાની કેટલીક શરતોમાં છૂટ આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો
એનબીએફસી
• જમા રકમ લઈને ખાસ ખરાબ (બેડ) અથવા સંદિગ્ધ ધિરાણ પર વ્યાજની સાથે સાથે મહત્વપૂર્ણ જમા રકમ પર વર્ષમાં કર લગાડવો, જેમાં વાસ્તવમાં વ્યાજ પ્રાપ્ત કરવામાં આવ્યું હોય.
આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈએફએસસી)
• આઈએફએસસી માટે પ્રત્યક્ષ કર પ્રોત્સાહનનો પ્રસ્તાવ કરવામાં આવ્યો
o 15 વર્ષના સમયગાળામાં કોઈ 10 વર્ષના બ્લોકમાં 100 ટકા નફા આધારિત કપાત
o કંપનીઓને વર્તમાન અને કુલ આવક અને મ્યુચ્યુઅલ ફંડોમાંથી લાભાંશ વિતરણ કરમાંથી મુક્તિ
o શ્રેણી-III વૈકલ્પિક રોકાણ નિધિ માટે મૂડી પ્રાપ્તિ પર છૂટ
o અપ્રવાસીઓ પાસેથી ધિરાણ લેવા પર વ્યાજ ચુકવણીમાં છૂટ
પ્રતિભૂતિ લેવડદેવડ કર (એસટીટી)
• ઓપ્શન એખ્સાઈઝ થવાના કિસ્સામાં એસટીટી સેટલમેન્ટ અને સ્ટ્રાઈક પ્રાઈઝ વચ્ચેના અંતર પૂરતું મર્યાદીત છે.
અપ્રત્યક્ષ કર
મેઇક ઇન ઇન્ડિયા
• કાજુ, પીવીસી, ટાઈલ, મોટરવાહનના સાધનો, સંગેમરમર, ઓપ્ટીકલ ફાયબર કેબલ, સીસીટીવી કેમેરા વગેરે પર આધારભૂત સીમા શુલ્ક કરમાં વૃદ્ધિ
• ભારતમાં હવે નિર્મિત થનારા કેટલાક ઈલેક્ટ્રોનિક ચીજો પર કસ્ટમ ડ્યુટી કરમાં છૂટ પાછી ખેંચવામાં આવી
• પામ સ્ટીરીન, ચરબીયુક્ત તેલ પર અંતિમ વપરાશ આધારિત છૂટ પાછી ખેંચવામાં આવી.
• જુદા જુદા પ્રકારના કાગળો પર છૂટ પાછી ખેંચવામાં આવી
• આયાત કરવામાં આવેલ પુસ્તકો પર 5 ટકા આધારભૂત કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવી
• નિમ્નલિખિત કેટલાક કાચા માલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી:
o કૃત્રિમ કીડનીના સાધનો, ડિસ્પોઝલ સ્ટેરીલાઈઝડ ડાયલીસર અને પરમાણું પાવર પ્લાન્ટ્સ માટે બળતણ વગેરે
o વિશેષ ઈલેક્ટ્રોનિક સામગ્રીઓના નિર્માણ માટે જરૂરી મૂડી વિગત સામગ્રી
સંરક્ષણ
• એવા સંરક્ષણ સાધનો પર આધારભૂત કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ, જેમનું નિર્માણ ભારતમાં ના થયું હોય.
અપ્રત્યક્ષ કરની અન્ય જોગવાઈઓ
• કાચા અને અર્ધ પરિષ્કૃત ચામડા પર નિકાસ કરને સુસંગત બનાવવામાં આવ્યો
• પેટ્રોલ અને ડીઝલ પર એક રૂપિયા પ્રતિ લીટરના દરે વિશેષ વધારાના ઉત્પાદન મુલ્ય અને માર્ગ અને માળખાગત બાંધકામ ઉપકરમાં વૃદ્ધિ
• સોનું અને અન્ય બહુમુલ્ય ધાતુઓ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો
• કેન્દ્રીય ઉત્પાદન અને સેવા કરમાં જીએસટી વ્યવસ્થા પહેલા વિલંબિત કેસોના તાત્કાલિક નિકાલ માટે લીગસી ડીસ્પ્યુટ રીઝોલ્યુશન યોજના
ગ્રામીણ ભારત
• ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના વડે પ્રત્યેક ગ્રામીણ પરિવારની રહેણીકરણીમાં સુધારો આવ્યો છે અને તેનાથી તેમના જીવન સ્તરમાં વ્યાપક સુધારો થયો છે.
• તમામ ઈચ્છુક ગ્રામીણ પરિવારો માટે 2022 સુધી વીજળી અને સ્વચ્છ રાંધણગેસની સુવિધા
• પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણનો ઉદ્દેશ્ય 2022 સુધી ‘સૌના માટે આવાસ’ના લક્ષ્ય સુધી પહોંચવાનો છે.
• તેના બીજા તબક્કા (2019-20થી 2021-22)માં યોગ્ય લાભાર્થીઓને શૌચાલયો, વીજળી અને એલપીજી જોડાણો જેવી સુવિધાઓની સાથે 1.95 કરોડ ઘરો આપવામાં આવશે.
• પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના
o પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના માધ્યમથી મત્સ્ય વિભાગ દ્વારા એક મત્સ્યપાલન પ્રબંધન સંરચના સ્થાપિત કરવામાં આવશે.
o માળખાગત બાંધકામ, આધુનિકીકરણ, જાણકારી મેળવવાની યોગ્યતા, ઉત્પાદન, ઉત્પાદકતા, પાક લણણી પછી વ્યવસ્થાપન અને ગુણવત્તા નિયંત્રણ સહીત મુલ્ય શ્રુંખલામાં વધુમાં વધુ અંતરને દૂર કરવું
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના
o યોગ્યતા ધરાવતા અને વ્યવહારુ આવાસ સ્થળોને માર્ગ સંપર્ક સાથે જોડવાની ગતિને ઝડપી બનાવવા માટે તેને પૂરા કરવાનું નિર્ધારિત લક્ષ્ય 2022થી ઓછું કરીને 2019 કરવામાં આવ્યું છે. એવા 97 ટકા આવાસ સ્થળોને બધી ઋતુઓ માટે અનુકૂળ માર્ગ સંપર્ક સાથે જોડી દેવામાં આવ્યા છે.
o ગ્રીન ટેકનોલોજી, કચરા પ્લાસ્ટિક અને શીત મિશ્રિત ટેકનોલોજીના ઉપયોગ વડે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ૩૦,૦૦૦ કિલોમીટર લાંબા માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
o પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કા અંતર્ગત 80,250 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચ વડે આગામી પાંચ વર્ષોમાં 1,25,000 કિલોમીટર લાંબા માર્ગને વિકસિત કરવામાં આવશે.
• પરંપરાગત ઉદ્યોગોમાં સુધારો અને પુનર્જીવન નિધિ યોજના (એસએફયુઆરટીઆઈ)
o રોજગારના ટકાઉ અવસરોના સર્જન માટે પરંપરાગત ઉદ્યોગોને વધુ ઉત્પાદક, લાભદાયક અને સક્ષમ બનાવવા માટે ક્લસ્ટર આધારિત વિકાસમાં સરળતા લાવવા માટે પારસ્પરિક સુવિધા કેન્દ્રો (સીએફસી) સ્થાપિત કરવામાં આવશે.
o 2019-20 દરમિયાન વાંસ, મધ અને ખાદી પર વિશેષ ભાર મૂકતા 100 નવા ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવશે, જેનાથી 50,૦૦૦ કારીગર આર્થિક મુલ્ય શ્રુંખલામાં સામેલ થઇ શકશે.
• નવીનીકરણ, ગ્રામીણ ઉદ્યોગ અને ઉદ્યમિતા પ્રોત્સાહન યોજના (એએસપીઆઈઆરઈ)ને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું
o 2019-20માં 80 આજીવિકા વ્યાપાર ઇન્ક્યુંબેટર (એલબીઆઈ) અને 20 ઔદ્યોગિક વ્યાપાર ઇન્ક્યુંબેટર (ટીબીઆઈ) સ્થાપિત કરવામાં આવશે.
o કૃષિ – ગ્રામીણ ઉદ્યોગ ક્ષેત્રમાં 75,000 ઉદ્યમીઓને કૌશલ્ય પૂરું પાડવામાં આવશે.
• ખેડૂતોના ઉત્પાદનોને તેમના ખેતરોમાંથી મૂલ્ય સંવર્ધનને પ્રોત્સાહન આપવા અને સંલગ્ન કાર્યોમાં લાગેલા ખાનગી ઉદ્યમીઓને સહાયતા આપવામાં આવશે.
• પશુઓ માટે ઘાસચારાનું ઉત્પાદન, દૂધની ખરીદી, પ્રક્રિયા અને વિતરણ માટે માળખાગત બાંધકામ તૈયાર કરીને સહકારી સંસ્થાનોના માધ્યમથી દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે.
• ખેડૂતોની વધારે સારી આર્થિક સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવામાં આવશે.
• સરકાર ઈ-નામથી ખેડૂતોને લાભાન્વિત કરવાના ક્રમમાં રાજ્ય સરકારોની સાથે મળીને કામ કરશે.
• ઝીરો બજેટ ફાર્મિંગ, જેમાં કેટલાક રાજ્યોના ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા છે.
• ભારતમાં જળ સુરક્ષા
o નવું જળ શક્તિ મંત્રાલય એક સમન્વિત અને સમગ્ર રૂપમાં આપણા જળ સંસાધનો અને જળ પુરવઠાની વ્યવસ્થાની દેખરેખ રાખશે.
o જળ જીવન મિશન અંતર્ગત વર્ષ 2024 સુધી તમામ ગ્રામીણ પરિવારો માટે ‘હર ઘર જળ’ (પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવું)ના લક્ષ્યને પૂરું કરવામાં આવશે.
o સ્થાનિક સ્તર પર જળની માંગ અને પૂર્તિ પર આધારિત વ્યવસ્થા પર જોર આપવામાં આવશે.
o તેના લક્ષ્ય સુધી પહોંચવાના ક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને એક સાથે ભેળવવામાં આવશે.
o જળ શક્તિ અભિયાન માટે 256 જીલ્લાઓના 1592 ખંડોની ઓળખ કરવામાં આવી છે.
o આ ઉદ્દેશ્ય માટે ક્ષતિપૂર્તિ વનીકરણ ભંડોળ વ્યવસ્થાપન અને યોજના સત્તામંડળનો ઉપયોગ કરી શકાય તેમ છે.
સ્વચ્છ ભારત અભિયાન
o 2 ઓક્ટોબર 2014થી 9.6 કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું.
o 5.6 લાખથી વધુ ગામડાઓ ખુલ્લામાં શૌચથી મુક્ત (ઓડીએફ) બન્યા
o દરેક ગામમાં સતત ઘન કચરા વ્યવસ્થાપન હાથ ધરવા માટે સ્વચ્છ ભારત મિશનનો વિસ્તાર કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ગ્રામીણ ડીજીટલ સાક્ષરતા અભિયાન
o બે કરોડથી વધુ ગ્રામીણોને ડીજીટલ રૂપે સાક્ષર બનાવવામાં આવ્યા.
o ગ્રામીણ અને શહેરી ભેદને દૂર કરવા માટે ભારત નેટ અંતર્ગત પ્રત્યેક પંચાયતમાં સ્થાનિક એકમોને ઈન્ટરનેટ જોડાણો આપવામાં આવી રહ્યા છે.
o પીપીપી વ્યવસ્થા અંતર્ગત વૈશ્વિક જવાબદારી ભંડોળનો ભારત નેટને ગતિ આપવા માટે ઉપયોગ કરવામાં આવશે.
• શહેરી ભારત/ અર્બન ઇન્ડિયા
• પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (પીએમએવાય-અર્બન)
o લગભગ 81 લાખ ઘરોના નિર્માણ માટે 4.83 લાખ કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપવામાં આવી. તેમાં 47 લાખ ઘરોમાં નિર્માણ કાર્ય શરુ થઇ ગયું છે.
o 26 લાખથી વધુ ઘરોનું નિર્માણ પૂરું થયું અને લગભગ 24 લાખ ઘર લાભાર્થીઓને સોંપવામાં આવ્યા.
o નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યાર સુધી 13 લાખથી પણ વધુ ઘરોનું નિર્માણ થયું.
• 95 ટકાથી વધુ શહેરોને પણ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરવામાં આવ્યા.
• લગભગ 1 કરોડ નાગરિકોએ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી છે.
• 2 ઓક્ટોબર 2019 સુધી ભારતને ઓડીએફ બનાવવા માટે ગાંધીજીના સ્વચ્છ ભારતના સંકલ્પને અર્જિત કરવાનું લક્ષ્ય
o આ અવસરના ઉપલક્ષ્યમાં 2 ઓક્ટોબર 2019ના રોજ ગાંધી દર્શન, રાજઘાટમાં રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
o યુવાનો અને સમાજને હકારાત્મક ગાંધીવાદી મૂલ્યો પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ દ્વારા ગાંધી પીડીયાનો વિકાસ કરવામાં આવ્યો છે.
રેલવેને દિલ્હી-મેરઠ માર્ગ ઉપર પ્રસ્તાવિત રેપિડ રિઝનલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આરઆરટીએસ) જેવા એસટીવી નિર્માણોના માધ્યમથી અર્ધશહેરી રેલવેમાં વધારે રોકાણને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે.
- નીચેના પગલાંઓ દ્વારા મેટ્રો રેલવેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો પ્રસ્તાવ છે-
- વધુને વધુ પીપીપી પહેલને પ્રોત્સાહન આપવું.
- સ્વીકૃત કરાયેલા કાર્યને નિશ્ચિત સ્વરૂપે પૂર્ણ કરવું.
- ટ્રાન્જિટ કેન્દ્રોની આસપાસ વ્યાપારિક ગતિવિધી સુનિશ્ચિત કરવા માટે સહાયક પરિવહનલક્ષી વિકાસ.
યુવાનો
- નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ રજૂ કરવામાં આવશે જેમાં નીચેની બાબતો પ્રસ્તાવિત છે
- શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ બન્નેમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનો
- વધુ સારી વ્યવસ્થાઓ
- સંશોધન અને નવાચાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે
- નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (એનઆરફ)નો પ્રસ્તાવ
- દેશમાં સંશોધનને ભંડોળ, સંકલન અને પ્રોત્સાહન પુરું પાડવું.
- વિવિધ મંત્રાલયો દ્વારા અપાતાં સ્વતંત્ર સંશોધન અનુદાનોને એકરૂપ કરવું.
- દેશમાં સમગ્ર સંશોધન વ્યવસ્થાને મજબૂત કરવી.
- તેને વધારાના ભંડોળ દ્વારા પૂરતાં પ્રમાણમાં ટેકો આપવામાં આવશે.
- નાણાકીય વર્ષ 2019-20 માટે “વિશ્વ સ્તરીય સંસ્થાઓ” માટે રૂ. 400 કરોડ પૂરા પાડવામાં આવ્યાં, જે અગાઉના વર્ષના સુધારેલા અંદાજ કરતાં ત્રણ ગણાં વધારે છે.
- ‘ભારતમાં ભણો’ પ્રસ્તાવથી ભારતીય ઊચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા વિદેશી વિદ્યાર્થીઓને લાવવાનો પ્રસ્તાવ છે.
- ઊચ્ચ શિક્ષણ માટે નિયંત્રણ વ્યવસ્થાઓથી સમગ્રલક્ષી રીતે સુધારવામાં આવશેઃ
- વધારે સ્વાયતતા પ્રોત્સાહન અપાશે.
- વધારે સારા શૈક્ષણિક પરિણામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે.
- ભારતીય ઊચ્ચ શૈક્ષણિક આયોગ (એચઇસીઆઇ)ની સ્થાપના માટે વૈધાનિક ખરડો રજૂ કરાશે.
- ઇન્ડિયા યોજનાને તમામ જરૂરી નાણાકીય સહાય સાથે વિસ્તારવામાં આવશે.
- તમામ સ્તરે રમતોને લોકપ્રિય બનાવવા માટે ખેલો ઇન્ડિયા અંતર્ગત રમતવીરોના વિકાસ માટે રાષ્ટ્રીય રમત શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરાશે.
- વિદેશી નોકરીઓ માટે યુવાનોને તૈયાર કરવા ભાષા તાલીમ, એઆઇ, આઇઓટી, બિગ ડેટા, 3ડી પ્રિન્ટિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી અને રોબોટિક્સ સહિત વૈશ્વિક સ્તરે મૂલ્યવાન કુશળતાઓનો વિકાસ કરવા ધ્યાન કેન્દ્રિત કરાશે.
- વિવિધ મજૂર કાયદાઓને એકરૂપતા આપવા અને વ્યવસ્થિત કરવા અને રિટર્નના ફાઇલિંગ માટે ચાર મજૂર સંહિતાઓનો પ્રસ્તાવ કરાશે.
- દૂરદર્શનની ચેનલો પર સ્ટાર્ટ-અપ માટે અને તેના જ દ્વારા વિશિષ્ટ ટીવી કાર્યક્રમનો પ્રસ્તાવ કરવામાં આવ્યો.
- સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના 2020-2025ના સમયગાળા માટે ચાલુ રહેશે. માગ આધારિત વ્યવસાયો માટે બેન્કો નાણાકીય સહાયતા પુરી પાડશે.
ઇઝ ઓફ લિવિંગ
- આશરે 30 લાખ કામદારો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના સાથે જોડાયા છે જે અસંગઠિત અને અનૌપચારિક ક્ષેત્રોમાં કામ કરતાં કામદારોને 60 વર્ષની ઉંમરે મહિને રૂ. 3,000નું પેન્શન પુરું પાડે છે.
- ઉજાલા યોજના અંતર્ગત અંદાજિત 35 કરોડ એલઇડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે જે વાર્ષિક ધોરણે રૂ. 18,341 કરોડના ખર્ચની બચત કરે છે.
- એલઇડી બલ્બ મિશનની જેમ સૌર ચૂલો અને બેટરી ચાર્જરને પ્રોત્સાહન આપવામાં આવશે.
- રેલવે સ્ટેશનના આધુનિકીકરણ માટે વ્યાપક કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
નારી તું નારાયણી/મહિલા
- મહિલાલક્ષી-નીતિ નિર્ધારણથી મહિલાનું નેતૃત્વ ધરાવતી પહેલો અને કામગીરી તરફ વલણ બદલાશે.
- એસએચજીઃ
- મહિલા એસએચજી સબસિડી કાર્યક્રમ તમામ જિલ્લાઓમાં વિસ્તારવા પ્રસ્તાવિત કરાયો.
- જન ધન બેન્ક ખાતું ધરાવતી દરેક પ્રમાણિત મહિલા એસએચજી સભ્ય માટે રૂ. 5,000ના ઓવરડ્રાફ્ટ મંજૂર કરાશે.
- પ્રતિ એસએચજી દરેક મહિલાને મુદ્રા યોજના અંતર્ગત રૂ. 1 લાખ સુધીની લોન અપાશે.
ભારતનો સોફ્ટ પાવર
- ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઇને તેમના આગમન બાદ 180 દિવસની રાહ જોયા વગર આધાર કાર્ડ આપવાના પ્રસ્તાવની વિચારણા
- જરૂરી પેટન્ટ અને ભૌગોલિક નિદર્શનો સાથે વૈશ્વિક બજારો સાથે પરંપરાગત કારીગરોનો સંકલિત કરવાની ઝૂંબેશનો પ્રસ્તાવ.
- માર્ચ, 2018માં આફ્રિકામાં 18 નવા ભારતીય રાજદ્વારી દૂતાવાસોનો શરૂ કરાયા હતા, જેમાંથી 5 શરૂ થઈ ચૂક્યા છે. 2019-20માં વધુ 4 નવા દૂતાવાસો ખોલાશે.
- ભારતીય વિકાસ સહાયતા યોજના (આઇડીઇએએસ)ને નવું સ્વરૂપ આપવાનો પ્રસ્તાવ.
- 17 મહત્ત્વપૂર્ણ પ્રવાસન સ્થળોને આધુનિક વિશ્વ સ્તરના પ્રવાસન સ્થાન તરીકે વિકાસ કરાશે.
- મૂલ્યવાન સાંસ્કૃતિક વારસાને સાચવવા વર્તમાન ડિજિટલ સંગ્રહને વધુ મજબૂત કરાશે.
બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્ર
- છેલ્લા એક વર્ષ દરમિયાન વાણિજ્યિક બેન્કોની એનપીએમાં રૂ. 1 લાખ કરોડનો ઘટાડો થયો. છેલ્લા ચાર વર્ષમાં રૂ. 4 લાખ કરોડની ઐતિહાસિક રિકવરી.
- સાત વર્ષોમાં કવરેજ રેશિયો સૌથી વધુ
- સ્થાનિક ધિરાણ વૃદ્ધિ 13.8 ટકા સુધી પહોંચી.
જાહેર ક્ષેત્રની બેંક (પીએસબી) સંબંધિત પગલાંઓ
- ધિરાણ વધારવા માટે પીએસબીને રૂ. 70,000 કરોડ પૂરા પાડવાનો પ્રસ્તાવ.
- પીએસબી ઓનલાઇન પર્સનલ લોન અને ડોરસ્ટેપ બેન્કિંગ ઉપલબ્ધ કરાવવા અને તમામ પીએસબીની સેવાઓ પ્રાપ્ત કરવા ગ્રાહકોને સક્ષમ બનાવવા ટેક્નોલોજીનો ઉપયોગ વધારાશે.
- રોકડની ડિપોઝિટ પર ખાતાધારકોનું નિયંત્રણ વધારવા સક્ષમ બનાવવા પગલાં શરૂ કરાશે.
- પીએસબીમાં નિયંત્રણ મજબૂત કરવા સુધારાઓ હાથ ધરાશે.
એનબીએફસી સંબંધિત પગલાંઓઃ
- એનબીએફસી ઉપર આરબીઆઇની નિયંત્રણ સત્તા મજબૂત બનાવવા નાણાં બિલમાં જોગવાઇ કરવાનો પ્રસ્તાવ.
- પબ્લિક ઇસ્યુમાં ભંડોળ ઊભું કરવા એનબીએફસીને મંજૂરી આપવા ડિબેન્ચર રિડમ્પ્શન રિઝર્વ ઊભી કરવાની જરૂરિયાત દૂર કરાશે.
- TReDS પ્લેટફોર્મ પર સીધો ભાગ લેવા માટે તમામ એનબીએફસીને મંજૂરી આપવા પગલાં લેવાશે.
- આવાસ સંબંધિત તમામ નાણાકીય ક્ષેત્રના વિનિયમનનો અધિકાર, એનએચબી પાસેથી લઇને આરબીઆઇને સોપવાનો પ્રસ્તાવ.
- આગામી પાંચ વર્ષોમાં માળખાગત ક્ષેત્રમાં રોકાણ કરવાની યોજના.
- એનપીએસ ટ્રસ્ટને પેન્શન ફંડ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (પીએફઆરડીએ)થી અલગ રાખવાનો પ્રસ્તાવ કરાશે.
- નેટ ઓન ફંડની જરૂરિયાત 5,000 કરોડથી ઘટાડીને 1,000 કરોડ કરવાનો પ્રસ્તાવ.
- દેશમાં આંતરરાષ્ટ્રીય વીમા કારોબારની સુવિધા પુરી કરવાનો પ્રસ્તાવ.
- આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રોમાં વિદેશી વીમાકર્તાઓની શાખા ખોલવાની વ્યવસ્થા.
બિન-નાણાકીય સાર્વજનિક ક્ષેત્રની સંસ્થાઓ
- સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે વિનિવેશ દ્વારા 1,05,000 કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.
- સરકાર એર ઇન્ડિયામાં વિનિવેશની રણનીતિ ફરી શરૂ કરશે અને ખાનગી ક્ષેત્રોની સાથે જ ખાનગી ક્ષેત્રોની વ્યૂહાત્મક ભાગીદારી માટે વધુ સીપીએસઇને તક અપાશે.
- સરકાર પીએસયુના વ્યૂહાત્મક વેચાણનો પણ રસ્તો અપનાવશે અને બિન-નાણાકીય ક્ષેત્રોમાં પીએસયુને મજબૂત અને સુસંગઠિત બનાવી રાખવાની કામગીરી ચાલુ રહેશે.
- સરકાર પીએસયુમાં પોતાની ભાગીદારી 51 ટકા બનાવી રાખવાની નીતિમાં આવશ્યકતા પડવા પર સુધારો કરવામાં વિચાર કરી શકે છે.
- સરકાર દ્વારા 51 ટકા ભાગીદારી ઘટાડવાના બાબતમાં સરકારના નિયંત્રણ ધરાવતી સંસ્થાઓની ભાગીદારીનો પણ સમાવેશ કરાશે.
- રોકાણ માટે વધારાની વ્યવસ્થા
- સરકારી સીપીએસઇમાં પોતાની ભાગીદારી ફરીથી યોગ્ય કરવાની તૈયારીમાં છે.
- બેંક પોતાની શેરમાં વધારે વેચાણ દ્વારા બજારમાં પોતાની પહોંચ વધારવાની તૈયારીમાં છે.
- સરકાર ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કિમ (ઇએલએસએસ)ના આધાર પર ઇટીએફમાં રોકાણ કરવાનો એક વિકલ્પ પુરો પાડશે.
- સરકાર તમામ નોંધાયેલા જાહેર સાહસોમાં જનભાગીદારીના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરશે. તમામ પીએસયુ કંપનીઓમાં વિદેશી ભાગીદારી ઉભરી રહેલા બજારના સૂચકાંક અનુસાર મહત્તમ સ્વીકૃત સીમા સુધી વધારવામાં આવશે.
- સરકાર વિદેશી બજારમાં વિદેશી મુદ્રામાં પોતાનો કુલ ઉધાર કાર્યક્રમનો એક ભાગ વધારવાનો પ્રારંભ કરશે. તેના કારણે ઘરેલું બજારમાં વિદેશી મુદ્રામાં પોતાના કુલ ઉધાર કાર્યક્રમ પર અનુકૂળ પ્રભાવ પડશે.
- લોકો માટે ટૂંક જ સમયમાં 1, 2, 5, 10 અને 20 રૂપિયાના નવા સિક્કા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડિજિટલ ચૂકવણી
- બેન્ક ખાતામાંથી એક વર્ષમાં એક કરોડથી વધારે રોકડ ઉપાડ પર 2 ટકા ટીડીએસનો પ્રસ્તાવ.
- તેવી વ્યાપારિક સંસ્થાઓ, જેનો વાર્ષિક કારોબાર 50 કરોડ રૂપિયાથી વધારે છે, તે પોતાના ગ્રાહકોને ઓછો ખર્ચ ધરાવતી ડિજિટલ ચૂકવણી સુવિધા કોઇપણ શુલ્ક વગર ઉપલબ્ધ કરાવશે. તેના માટે વ્યાપારીઓ અથવા ગ્રાહકો પાસેથી કોઇ વધારાનો ખર્ચ વસૂલવામાં નહિં આવે.
ઉભરતા અને આધુનિક ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં મોટું રોકાણ
- સેમી કંડક્ટર, સૌર ઉર્જા બેટરીઓ, લિથિયમ સ્ટોરેજ બેટરીઓ, કમ્પ્યુટર સર્વર અને લેપટોપ વગેરેની ઉભરતી અને આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રમાં મોટી વૈશ્વિક કંપનીઓના વિશાળ-ઉત્પાદન પ્લાન્ટ લગાવવા આમંત્રિત કરાશે.
- આવી કંપનીઓને આવકવેરામાંથી છૂટછાટ અને અન્ય અપ્રત્યક્ષ કર લાભો પૂરા પડાશે.
2014-19 દરમિયાન ઉપલબ્ધિઃ
- છેલ્લા પાંચ વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થામાં એક ટ્રિલિયન ડોલરની રકમ ઉમેરાઇ છે.
- ભારત વિશ્વની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. પાંચ વર્ષ પહેલા તે 11માં સ્થાને હતુ.
- ખરીદશક્તિની સમાનતાની દૃષ્ટિએ ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
- 2014-19 દરમિયાન રાજકોષીય શિસ્ત સુદ્રઢ બનાવવામાં આવી તથા કેન્દ્ર-રાજ્યોના સંબંધોને ગતિશિલતા પુરી પાડી.
- અપ્રત્યક્ષ કર, નાદારી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે માળખાકીય સુધારા હાથ ધરવામાં આવ્યાં.
- 2009-14ની સરખામણીમાં 2014-19 દરમિયાન પ્રતિવર્ષ ખાદ્ય સુરક્ષા ઉપર ખર્ચવામાં આવતી સરેરાશ રકમ લગભગ બમણી કરવામાં આવી.
- નીતિ આયોગની યોજનાઓ અને સમર્થનથી નવા ભારતના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
ભવિષ્યના લક્ષ્ય
- પ્રક્રિયાઓને સરળ બનાવવી.
- કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવું.
- લાલ ફિતાશાહીમાં ઘટાડો કરવો.
- ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો.
- શરૂ કરાયેલા કાર્યક્રમ અને સેવાઓને ગતિ પુરી પાડવી.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1577525)
Visitor Counter : 1659