નાણા મંત્રાલય
400 કરોડ રૂપિયા સુધી વાર્ષિક વેપાર કરનારી કંપનીઓ પર કંપની ટેક્સનો 25 ટકા લઘુતમ દર લાગુ કરવામાં આવ્યો, અગાઉ આ મર્યાદા 250 કરોડ રૂપિયા હતી
આવકવેરા રિટર્ન ભરવા માટે પેન અથવા આધારના વૈકલ્પિક ઉપયોગનો પ્રસ્તાવ કરાયો
ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે કોઇ બેન્ક ખાતામાંથી એક વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધારે રોકડ ઉપાડ ઉપર 2 ટકા ટીડીએસ
આવકવેરા રિટર્ન ભરવાના ક્રમમાં ચોક્કસાઇ વધારવા અને સમય ઘટાડવા માટે કરદાતાઓને અગાઉથી ભરેલું કર વિવરણ ઉપલબ્ધ કરાવવામાં આવશે
બિનજરૂરી ચલણોને સમાપ્ત કરવા માટે તબક્કાવાર રીતે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ફેસલેસ એસેસમેન્ટની યોજના શરૂ કરવામાં આવશે
50 કરોડથી વધારે વાર્ષિક વેપાર ધરાવતા વ્યવસાયોને ઓછો ખર્ચ ધરાવતી ડિજિટલ ચૂકવણીની સુવિધા આપવામાં આવશે; ગ્રાહકો/વેપારીઓ પર કોઇ એમડીઆર ખર્ચ લગાવવામાં નહિં આવે
Posted On:
05 JUL 2019 1:29PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 05-07-2019
કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમણે આજે લોકસભામાં 2019-20નું કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે 400 કરોડ રૂપિયા સુધીનો વાર્ષિક વેપાર ધરાવતી કંપનીઓ પર કંપની કરના 25 ટકા લઘુતમ દર લાગુ કરવામાં આવશે. વર્તમાન સમયમાં 250 કરોડ સુધીનો વાર્ષિક કારોબાર ધરાવતી કંપીનીઓને આ દર લાગુ કરવામાં આવે છે. શ્રીમતી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે 99.3 ટકા કંપનીઓનો તેમાં સમાવેશ થશે. હવે માત્ર 0.7 ટકા કંપનીઓ આ દરથી અલગ રહેશે.
પેન-આધારના વૈકલ્પિક ઉપયોગનો પ્રસ્તાવ
વર્તમાન બજેટમાં પેન અને આધારમાંથી કોઇ એકનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે અને જેની પાસે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે પેન ન હોય તો તેમને પોતાના આધાર નંબરનો ઉલ્લેખ કરવાની પરવાનગી આપવામાં આવશે અને તે પેનની જગ્યાએ તેનો ઉલ્લેખ કરી શકશે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે અત્યારે 120 કરોડથી વધારે દેશવાસીઓ પાસે આધાર ઉપલબ્ધ છે. આવકવેરો ભરતા કરદાતાઓની સુવિધા અને સરળતા માટે આ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
પહેલેથી ભરેલું ઇન્કમટેક્ષ રિટર્ન
નાણાં મંત્રીએ જણાવ્યું કે કરદાતાઓને પહેલેથી ભરેલું ઇન્કમટેક્ષ રિટર્ન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં પગારની આવક, થાપણોથી મળેલી મૂડી પ્રાપ્તિ, બેન્કમાંથી મળેલું વ્યાજ અને લાભનો હિસ્સો તથા કરમાં થયેલી કપાતના વિવરણનો સમાવેશ થશે. તેમણે જણાવ્યું કે બેન્કો, સ્ટોક એક્સચેન્જ, મ્યુચ્યુઅલ ફંડ, ઇપીએફઓ, રાજ્ય નોંધણી વિભાગો વગેરે જેવા સંબંધિત સ્રોતોમાંથી આવી આવક અંગે જાણકારી મેળવવામાં આવશે. તેમણે જણાવ્યું કે તેનાથી માત્ર આવકવેરા રિટર્ન ભરનારા લોકોના સમયમાં જ બચત નહિં થાય, પરંતુ આવક અને કરની રજૂઆતમાં પણ ચોક્કસાઇ સુનિશ્ચિત થશે.
બિનજરૂરી પ્રથાઓના અંત માટે ફેસલેસ ઇ-એસેસમેન્ટ
પોતાના ભાષણમાં નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગમાં એસેસમેન્ટની તપાસની વર્તમાન પ્રણાલીમાં કરદાતાઓ અને વિભાગની વચ્ચે અનેક વ્યક્તિગત સંપર્કનો સમાવેશ થાય છે, જેના કારણે કર અધિકારીઓ તરફથી કેટલાક બિનજરૂરી વ્યવહારોને પ્રોત્સાહન મળે છે. આવી પ્રથાઓને સમાપ્ત કરવા માટે અને પ્રધાનમંત્રીનું સપનું સાકાર કરવા માટે નાણાં મંત્રીએ જણાવ્યું કે ચાલુ વર્ષથી તબક્કાવાર રીતે ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી ફેસલેસ એસેસમેન્ટની એક યોજના શરૂ કરવામાં આવી રહી છે, જેમાં કોઇ વ્યક્તિગત આમનો-સામનો નહિં થાય.
ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવાનો ઉપાય
આ બજેટમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે જો કોઇ બેન્ક ખાતામાંથી એક વર્ષમાં એક કરોડથી વધારે રૂપિયાની રોકડ રકમ ઉપાડવામાં આવશે તો સ્રોત પર 2 ટકાની કપાત (ટીડીએસ) કરવામાં આવશે. ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા અને રોકડ અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે હાથ ધરવામાં આવેલા અનેક પગલાંઓને આગળ વધારવા માટે આ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
ભીમ યૂપીઆઇ, યૂપીઆઇ-ક્યૂઆર કોડ, આધાર પે, કેટલાક ડેબિટ કાર્ડ, એનઇએફટી, આરટીજીએસ વગેરે જેવા ઓછી ખર્ચાળ ડિજિટલ ચૂકવણીથી ઓછી રોકડ ધરાવતી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળશે. નાણાં મંત્રીએ જણાવ્યું કે 50 કરોડથી વધારે વાર્ષિક કારોબાર માટે તેમના ગ્રાહકોને ઓછા ખર્ચ ધરાવતા અથવા ખર્ચ વગરની ડિજિટલ ચૂકવણીની રજૂઆત કરવામાં આવશે અથવા ગ્રાહકોની સાથે-સાથે વેપારીઓને એમડીઆરનો લાભ આપવામાં આવશે.
સરળ અને સુગમ જીવન
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ‘કર ચૂકવણી’ની શ્રેણી હેઠળ ભારતની વેપાર કરવાની સરળતા સ્તર 2017ના 172 થી વધીને 2019માં 121 થઇ ગયું છે. નાણાં મંત્રીએ જણાવ્યું કે ઉપરોક્ત ઉપાયો થકી કરદાતાઓને નિયમોના પાલનમાં સરળતા થશે.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1577481)
Visitor Counter : 347