નાણા મંત્રાલય
આર્થિક સમીક્ષા 2018-19ની મુખ્ય બાબતો
Posted On:
04 JUL 2019 12:37PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04-07-2019
કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં આર્થિક સમીક્ષા 2018-19 રજૂ કરી હતી. આર્થિક સમીક્ષા 2018-19ની મુખ્ય બાબતો નીચે મુજબ છે -
દેશમાં અર્થતંત્રને વેગ આપવા અને આ માટે માંગને વેગ આપવા મોટા પાયે પરિવર્તન – ખાનગી રોકાણને વેગ, રોજગાર, નિકાસને વેગ આપવો મુખ્ય પ્રેરિક પરિબળો છે.
· સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ધનિકોને મળતાં વિવિધ પ્રકારનાં લાભ ગરીબોને પણ મળે એ માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. પ્રગતિ અને બૃહદ્ અર્થવ્યવસ્થાની સ્થિરતા માટે છેવાડાનાં માણસ સુધી લાભ પહોંચે એ જરૂરી છે.
· 2024-25 સુધી ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા સતત આઠ ટકાનો વાસ્તવિક જીડીપી વિકાસ દર હાંસલ કરવાની જરૂર છે.
· બચત, રોકાણ અને નિકાસમાં સતત વધારો થાય એ માટે જરૂરી અનુકૂળ જનસાંખ્યિકી તબક્કા દ્વારા પ્રેરિત અને સમર્થિત ‘મહત્ત્વપૂર્ણ ચક્ર’
· ખાનગી રોકાણ – માંગ અને ક્ષમતા વધારવા, શ્રમ અને ઉત્પાદકતા વધારવા, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા, રચનાત્મક શક્તિને પ્રોત્સાહન આપવા અને રોજગારીનું સર્જન કરવા માટે મુખ્ય પ્રેરક પરિબળ છે
· સમીક્ષા અર્થવ્યવસ્થાને એંગ્લો-સેક્શન વિચારસરણીથી બહાર નીકળીને જૂએ છે, જે અર્થ વ્યવસ્થાને માત્ર એક નૈતિક કે અનૈતિક ચક્રના રૂપમાં જૂએ છે અને સંતુલનમાં ક્યારેય નહીં.
સ્વયં સ્થાપિત નૈતિક ચક્ર માટેની મુખ્ય બાબતો-
· ડેટાને જાહેર વસ્તુ સ્વરૂપે પ્રસ્તુત કરવો.
· કાયદાઓમાં સુધારાઓ પર ભાર મૂકવો.
· નીતિગત સામંજસ્ય સ્થાપિત કરવું
· વ્યવહારિક અર્થવ્યવસ્થાનાં સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વ્યવહાર કે અભિગમમમાં પરિવર્તનને પ્રોત્સાહન આપવું.
· વધારે રોજગારીનું સર્જન કરવા અને એને વધારે લાભદાયક બનાવવા માટે એમએસએમઈને નાણાકીય પોષણ આપવું.
· મૂડીગત ખર્ચ ઘટાડવો.
· રોકાણ માટે વેપારમાં લાભ અને જોખમ વચ્ચેનાં સંબંધને વધારે તર્કસંગત બનાવવો.
રોબોટ નહીં, વાસ્તવિક લોકો માટે નીતિ બનાવવીઃ “Nudge”ની વર્તણૂંકીય અર્થશાસ્ત્રનો લાભ લેવો.
· ક્લાસિક ઇકોનોમી (સૈદ્ધાંતિક અર્થશાસ્ત્ર)માં અવ્યવહારિક રોબોટમાંથી બહાર નીકળીને વાસ્તવિક લોકો માટે નિર્ણય લેવો
· વર્તણૂંકીય અર્થશાસ્ત્ર ઈચ્છિત વર્તણૂંક પ્રત્યે લોકોને “Nudge”(લઈ જવા) કરવા માટે અંતર્દષ્ટિ પ્રદાન કરે છે.
· વ્યવહારિક અર્થશાસ્ત્રનાં મુખ્ય સિદ્ધાંત
· લાભદાયક સામાજિક માપદંડો પર ભાર મૂકવો
· ડિફોલ્ટનાં વિકલ્પને બદલવો
· વારંવાર ટેકો આપીને મજબૂતી પ્રદાન કરવી
સામાજિક પરિવર્તન માટે અપેક્ષાકૃત એજન્ડાનાં સર્જન માટે વર્તણૂંકીય અર્થશાસ્ત્રમાંથી પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરવો
· ‘બેટી બચાવો, બેટી પઢાવો’થી ‘BADLAV’ (Beti Aapki Dhan Lakshmi Aur Vijay Lakshmi)
· ‘સ્વચ્છ ભારત’ થી ‘સુંદર ભારત’
· એલપીજી સબસિડી માટે ‘ગિવ ઇટ અપ’થી ‘થિંક એબાઉટ ધ સબસિડી’
· કરચોરીનાં અભિગમમાંથી કરવેરાનાં નિયમોનાં પાલન માટે પ્રેરિત કરવા
નાનાને વિશાળ બનાવવા માટે પોષણઃ એમએસએમઈની પ્રગતિ માટે નીતિઓને નવી રીતે તૈયાર કરવી -
· સમીક્ષામાં એમએસએમઈને વધારે લાભ આપવા, રોજગારીનું વધારે સર્જન કરવા અને ઉત્પાદકતા વધારવા માટે પ્રોત્સાહન આપીને વિકાસને વૃદ્ધિ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
· દસ વર્ષ જૂની હોવા છતાં સો કામદારોથી ઓછાં કર્મચારીઓ સાથે કામ કરતી નાની કંપનીઓની સંખ્યા ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યરત તમામ સંગઠિત કંપનીઓમાં 50 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે.
· નાની કંપનીઓ રોજગારીમાં ફક્ત 14 ટકા અને ઉત્પાદકતામાં આઠ ટકા પ્રદાન કરે છે.
· સૌથી વધારે કર્મચારીઓ ધરાવતી મોટી કંપનીઓની સંખ્યા આ દ્રષ્ટિએ 15 ટકા હોવા છતાં રોજગારીમાં 75 ટકા અને ઉત્પાદકતામાં 90 ટકા હિસ્સો ધરાવે છે.
એમએસએમઈને નિયંત્રણોથી મુક્ત કરવી અને તેમને નીચેની રીતે સમર્થ બનાવવી -
· તમામ કદ આધારિત પ્રોત્સાહન માટે જરૂરી તાલમેળ સાથે દસ વર્ષથી ઓછા સમય માટે સમાપનની જોગવાઈ.
· જેમકે, રાજસ્થાનમાં થયું છે, વધારે રોજગારીનું સર્જન કરવા માટે આ એકમો માટે શ્રમ કાયદાનાં પ્રતિબંધોનું નિયમન કરવું.
· નવી કંપનીઓમાં રોજગારીનું વધારે સર્જન કરવા માટે ધિરાણનો પ્રવાહ સરળ અને ઝડપી બનાવવો. પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રો માટે ધિરાણનાં દિશા-નિર્દેશોને ફરી તૈયાર કરવા.
· સમીક્ષામાં હોટેલ, ખાણીપીણી, પરિવહન, રિયલ એસ્ટેટ, મનોરંજન તથા રોજગારીનાં સર્જનને ધ્યાનમાં રાખીને પર્યટન જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
‘ઑફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ’ ડેટા
· સમાજનો મહત્તમ ડેટા એકત્ર કરવામાં સમાજમાં ડેટાનો વપરાશ અગાઉ આપવામાં આવેલી ટેકનોલોજીને પ્રાથમિકતા કરતાં ઘણી વધારે છે.
· કારણ કે ડેટાનું સર્જન જનતા દ્વારા સામાજિક હિતમાં કરવામાં આવે છે, એટલે ડેટાનું સર્જન ગોપીનીયતા કાયદા અંતર્ગત એક જાહેર ભલાઈ સ્વરૂપે કરવામાં આવે.
· સરકારે ખાસ કરીને ગરીબો માટે સામાજિક ક્ષેત્રોમાં જાહેર કલ્યાણકારી કાર્યો હાથ ધરવા માટે ડેટાનું સર્જન કરવામાં હસ્તક્ષેપ કરવો જોઈએ.
· સરકારની પાસે અગાઉ જ ઉપલબ્ધ ડેટાબેઝને એક સ્થાન મળવાથી વિવિધ પ્રકારનાં લાભ થશે.
મત્સ્યન્યાયનો અંત લાવવોઃ નીચલી અદાલતોની ક્ષમતાને કેવી રીતે વધારી શકાય?
· સમજૂતી લાગુ કરવી અને સમસ્યાનું સમાધાનમાં વિલંબ, ભારતમાં વેપારને સરળ બનાવવા અને જીડીપીને વધારવામાં એક સૌથી મોટો અવરોધ છે.
· લગભગ 87.5 ટકા કેસો જિલ્લા અને અધિનસ્થ અદાલતોમાં પેન્ડિંગ છે.
· સો ટકા નિકાલનો દર નીચલી અદાલતોમાં 2279 અને ઉચ્ચ અદાલતોમાં 93 ખાલી જગ્યાઓ ભરવાથી પ્રાપ્ત થઈ શકે છે.
· ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
· નીચલી અદાલતોમાં 25 ટકા ઉચ્ચ અદાલતોમાં ચાર ટકા અને સર્વોચ્ચ અદાલતમાં 18 ટકા ઉત્પાદકતા સુધારવાથી બેકલોગનો અંત લાવી શકાશે.
નીતિગત અનિશ્ચિતતા કેવી રીતે રોકાણને અસર કરે છે -
· છેલ્લાં એક દાયકામાં ભારતમાં આર્થિક નીતિગત અનિશ્ચિતતામાં મહત્ત્વપૂર્ણ ઘટાડો થયો છે. જ્યારે અમેરિકા જેવા મુખ્ય દેશોમાં આર્થિક નીતિમાં અનિશ્ચિતતામાં વધારો થયો છે, ત્યારે જ નીતિગત અનિશ્ચિતતા વધી છે.
· છેલ્લાં પાંચ ત્રિમાસિક ગાળામાં ભારતમાં અનિશ્ચિતતાને પગલે રોકાણમાં વધારા પર પ્રતિકૂળ અસર થઈ છે.
· ઓછી આર્થિક નીતિ અનિશ્ચિતતાથી રોકાણનું વાતાવરણ સુધરશે.
· સમીક્ષામાં નીચેની રીતે આર્થિક અનિશ્ચિતતા ઘટાડવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
· કુશળ અને અસરકારક માર્ગદર્શન સાથે વાસ્તવિક નીતિને મજબૂત બનાવવી
· સરકારી વિભાગોમાં પ્રક્રિયાઓની ગુણવત્તાનું આશ્વાસન આપવું
2040માં ભારતમાં જનસંખ્યાનું સ્વરૂપ: 21મી સદી માટે જનકલ્યાણની જોગવાઈનું આયોજન
· આગામી બે દાયકામાં જનસંખ્યામાં વૃદ્ધિદરમાં ઝડપથી ઘટાડો થવાની સંભાવના છે. મોટાં ભાગનાં ભારતીયો ડેમોગ્રાફિક ડિવિન્ડન્ડનો લાભ મેળવશે, ત્યારે વર્ષ 2030 સુધી થોડાં રાજ્યોમાં વયોવૃદ્ધોની સંખ્યામાં વધારો થશે.
· વર્ષ 2021 સુધી રાષ્ટ્રીય કુલ ગર્ભધારણ દર, પ્રતિસ્થાપન દરથી ઓછો રહેવાની સંભાવના છે.
· 2021થી 2031 દરમિયાન કામકાજ કરતાં લોકોની વસતિ મુખ્યત્વે દર વર્ષે 9.7 મિલિયન અને 2031થી 2041 દરમિયાન દર વર્ષે 4.2 મિલિયન વધશે.
· આગામી બે દાયકાઓમાં પ્રાથમિક શાળાઓમાં જતાં બાળકો (5થી 14 વર્ષની વયજૂથ ધરાવતાં બાળકો)માં ઘણો ઘટાડો થશે.
· રાજ્યોને નવા વિદ્યાલયોનું નિર્માણ કરવાને બદલે શાળાઓનું એકીકરણ/વિલય કરીને એમને વ્યવહારિક બનાવવાની જરૂર છે.
· નીતિનિર્માતાઓએ સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત સેવાઓમાં રોકાણ કરીને તબક્કાવાર રીતે સેવાનિવૃત્તિની વયમાં વધારો કરીને વૃદ્ધાવસ્થા માટે તૈયાર રહેવાની જરૂર છે.
સ્વચ્છ ભારત મારફતે સ્વચ્છ ભારતમાંથી સુંદર ભારતનું નિર્માણ સ્વચ્છ ભારતનું વિશ્લેષણ
· સ્વચ્છ ભારત મિશન (એસબીએમ) મારફતે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં થયેલા નોંધપાત્ર ફાયદા
· 93.1 ટકા કુટુંબોને શૌચાલયોની સુવિધા મળી
· જે લોકો શૌચાલયોની સુવિધા ધરાવતાં નથી, એમાંથી 96.6 ટકા ગ્રામીણ ભારતમાં એમનો ઉપયોગ કરી રહ્યાં છે.
· 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100 ટકા વ્યક્તિગત ઘરેલુ શૌચાલય (આઈએચએચએલ)નું કવરેજ હાંસલ થયું.
· પરિવારો માટે અંગત ઉપયોગ માટે ઘરેલુ શૌચાલયથી નાણાકીય બચત, નાણાકીય ખર્ચ કરતાં સરેરાશ 1.7 ગણી અને ગરીબ પરિવારો માટે આ 2.4 ગણી વધી ગઈછે.
· લાંબા ગાળાનાં સતત સુધારા કરવા માટે પર્યાવરણ સાથે સંબંધિત અને જળ વ્યવસ્થાપન સાથે સંબંધિત બાબતોને એસબીએમમાં સામેલ કરવાની જરૂર છે.
વાજબી, વિશ્વસનીય અને સતત ઊર્જાનાં માધ્યમથી સમાવેશક વૃદ્ધિને સક્ષમ બનાવવી
· ભારતને વર્ષ 2010નાં મૂલ્યો પર પોતાની વાસ્તવિક વ્યક્તિદીઠ જીડીપીમાં 5,000 ડોલર સુધીની વૃદ્ધિ કરવા અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં પ્રવેશ કરવા માટે પોતાની વ્યક્તિદીઠ ઊર્જા વપરાશમાં 2.5 ગણો વધારો કરવાની જરૂર છે.
· 0.8 માનવ વિકાસ સૂચકાંક અંક પ્રાપ્ત કરવા માટે ભારતને વ્યક્તિદીઠ ઊર્જા વપરાશમાં ચાર ગણો વધારો કરવાની જરૂર છે.
· પવન ઊર્જાનાં ક્ષેત્રમાં હવે ભારત ચોથું, સૌર ઊર્જાનાં ક્ષેત્રમાં પાંચમું અને નવીનીકરણ ઊર્જા સંસ્થાપિત ક્ષમતાનાં ક્ષેત્રમાં પાંચમું સ્થાન ધરાવે છે.
· ભારતમાં ઊર્જાદક્ષતા કાર્યક્રમોને પગલે રૂ. 50,000 કરોડની બચત થઈ અને કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં 108.28 મિલિયન ટનનો ઘટાડો થયો.
· દેશમાં વીજળીનાં કુલ ઉત્પાદનમાં નવીનીકરણ ઊર્જાનો હિસ્સો (જળવિદ્યુતનાં 25 મેગાવોટથી વધારાને બાદ કરતાં) 2014-15માં 6 ટકાથી વધીને 2018-19માં 10 ટકા થઈ ગયો.
· 60 ટકા અંશ સાથે થર્મલ પાવર હજુ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.
· ભારતમાં ઇલેક્ટ્રિક કારોનો બજાર હિસ્સો ફક્ત 0.06 ટકા છે, જ્યારે ચીનમાં આ હિસ્સો 2 ટકા અને નોર્વેમાં 39 ટકા છે.
· ઇલેક્ટ્રિક વાહનોનાં બજારહિસ્સાને વધારવા ઝડપથી બેટરી ચાર્જ કરવાની સુવિધામાં વધારો કરવાની જરૂર છે.
કલ્યાણકારી યોજનાઓ માટે ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ – મનરેગા યોજનાનો કેસ
· સમીક્ષામાં કહેવાયું છે કે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને મનરેગાને વધારે અસરકારક બનાવવાથી એની કાર્યદક્ષતામાં વધારો થયો છે.
· મનરેગા યોજનામાં NeFMS અને ડીબીટીને લાગુ કરવાથી ચૂકવણીમાં વિલંબમાં ઘણો ઘટાડો થયો છે.
· મનરેગા યોજના અંતર્ગત ખાસ કરીને સંકટગ્રસ્ત જિલ્લાઓમાં કાર્યની માંગ અને પુરવઠો વધ્યો છે.
· આર્થિક સંકટ દરમિયાન મનરેગા યોજના અંતર્ગત સમાજનાં નિઃસહાય વર્ગ એટલે કે મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કાર્યક્ષમતામાં વધારો થયો છે.
સમાવેશી વૃદ્ધિ માટે ભારતમાં લઘુતમ વેતન વ્યવસ્થાનું પુનર્નિર્ધારણ
· સમીક્ષામાં કામદારોનું રક્ષણ અને ગરીબી નાબૂદી માટે શ્રેષ્ઠ રીતે લઘુતમ વેતન વ્યવસ્થા રજૂ કરવામાં આવી છે.
· ભારતની હાલની લઘુતમ વેતન વ્યવસ્થામાં તમામ રાજ્યોમાં વિવિધ અનુસૂચિત રોજગાર શ્રેણીઓ માટે 1,915 લઘુતમ વેતન છે.
· ભારતમાં દર ત્રણમાંથી એક દૈનિક મજૂર લઘુતમ વેતન કાયદા દ્વારા સુરક્ષિત નથી.
· સમીક્ષા લઘુતમ વેતનને તર્કસંગત બનાવવા માટેનું સમર્થન કરે છે, જેમ કે વેતન સંબંધિત સંહિતા બિલ અંતર્ગત પ્રસ્તુત જોગવાઈઓને સંસદમાં રજૂ કરવામાં આવી છે.
· સમીક્ષા દ્વારા તમામ રોજગારીઓ/કામદારો માટે લઘુતમ વેતનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
· કેન્દ્ર સરકાર દ્વારા પાંચ ભૌગોલિક ક્ષેત્રોમાં અલગ-અલગ ‘નેશનલ ફ્લોર મિનિમમ વેજ’ની અધિસૂચના બહાર પાડવી જોઈએ.
· રાજ્યો દ્વારા લઘુતમ વેતન ‘ફ્લોર વેજ’થી ઓછા સ્તર પર નિર્ધારિત ન થવું જોઈએ.
· લઘુતમ વેતન કૌશલ્યો પર આધારિત કે ભૌગોલિક ક્ષેત્ર અથવા બંનેને આધારે અધિસૂચિત કરી શકાય છે.
· સમીક્ષા ટેકનોલોજીનો ઉપયોગ કરીને લઘુતમ વેતન વ્યવસ્થાને સરળ બનાવવા અને એનાં અમલને યોગ્ય બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
· સમીક્ષામાં લઘુતમ વેતન વિશે નિયમિત સૂચનાઓ માટે શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત ‘નેશનલ લેવલ ડેશબોર્ડ’નો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
· ટોલ ફ્રી નંબર કાયદેસર લઘુતમ વેતનની ચૂકવણી ન થતાં ફરજિયાત નોંધાવવા માટે.
· વધારે સાનૂકૂળ અને સતત આર્થિક વિકાસ માટે એક સર્વસમાવેશક વ્યવસ્થા સ્વરૂપે અસરકારક લઘુતમ વેતન નીતિ.
2018-19માં અર્થવ્યવસ્થાની સ્થિતિ : એક વ્યાપક દ્રષ્ટિ
· 2018-19માં ભારત હજુ પણ ઝડપથી વધતી મુખ્ય અર્થવ્યવસ્થા છે.
· વર્ષ 2017-18માં જીડીપીની વૃદ્ધિનો દર 7.2 ટકા હતો, જે ઘટીને વર્ષ 2018-19માં 6.8 ટકા થયો છે.
· વર્ષ 2018-19માં ફુગાવાનો દર 3.4 ટકા સુધી મર્યાદિત રહ્યો.
· કુલ એડવાન્સની ટકાવારીમાં ફસાયેલુ દેવુ 31 ડિસેમ્બર, 2018નાં અંતે ઘટીને 10.1 ટકા રહ્યું છે, જે માર્ચ, 2018માં 11.5 ટકા હતું.
· વર્ષ 2017-18 પછી રોકાણની વૃદ્ધિમાં સુધારો થઈ રહ્યો છે :
- સ્થિર રોકાણમાં વૃદ્ધિ દર વર્ષ 2016-17માં 8.3 ટકાથી વધીને આગામી વર્ષે 9.3 ટકા અને પછીનાં વર્ષે 2018-19માં 10.0 ટકા થઈ ગયો.
· ચાલુ ખાતાની ખાધ જીડીપીનાં 2.1 ટકા પર એડજસ્ટ કરવાને યોગ્ય છે.
· કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ 2017-18માં જીડીપીનાં 3.5 ટકાથી ઘટાડીને 2018-19માં 3.4 રહી ગઈ છે.
· અંગત રોકાણમાં વૃદ્ધિ અને વપરાશમાં વધારો થવાથી 2019-20માં વૃદ્ધિદર વધવાની સંભાવના છે.
રાજકોષીય ઘટનાક્રમ
· જીડીપીનાં 3.4 ટકા રાજકોષીય ખાધ અને 44.5 ટકા (વચગાળાની)નો ઋણ-જીડીપી રેશિયો સાથે નાણાકીય વર્ષ 2017-18નો અંત
· જીડીપીની ટકાવારી અનુસાર, વર્ષ 2017-18ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2018-19માં વચગાળાનાં અનુમાનમાં કેન્દ્ર સરકારનાં કુલ ખર્ચમાં 0.3 ટકાનો ઘટાડો:
· મહેસૂલી ખર્ચમાં 0.4 ટકાનો ઘટાડો અને મૂડીગત ખર્ચમાં 0.1 ટકાની વૃદ્ધિ
· વર્ષ 2017-18નાં સંશોધિત અનુમાનોમાં રાજ્યોને પોતે કરવેરા અને બિનકરવેરાની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ અને વર્ષ 2018-19નાં બજેટ અનુમાનમાં એનાં આ જ સ્તર પર જળવાઈ રહેવાની કલ્પના કરવામાં આવી છે.
· સામાન્ય સરકાર (કેન્દ્ર અને રાજ્ય) રાજકોષીય સંગઠિતતા અને રાજકોષીય શિસ્તની માર્ગ પર
· સંશોધિત રાજકોષીય સંગઠિતતાનાં માર્ગ અંતર્ગત નાણાકીય વર્ષ 2020-21 સુધી જીડીપીનાં 3 ટકા સુધી રાજકોષીય ખાધ અને વર્ષ 2024-25 સુધી જીડીપીનાં 40 ટકા કેન્દ્ર સરકાર દેવાને પ્રાપ્ત કરશે એવી કલ્પના કરવામાં આવી છે.
ચલણનું વ્યવસ્થાપન અને નાણાકીય મધ્યસ્થતા
· એનપીએ રેશિયોમાં ઘટાડો થવાથી બેંકિંગ સિસ્ટમમાં સુધારો થયો છે.
· દેવાળું અને દેવાળિયાપણાની સંહિતાથી મોટાં પ્રમાણમાં ફસાયેલા ઋણોનું સમાધાન થયું અને વેપારની કામગીરીમાં સુધારો થયો .
· 31 માર્ચ, 2019 સુધી સીઆઈઆરપી અંતર્ગત રૂ. 1,73,359 કરોડનાં દાવા ધરાવતાં 94 કેસોનો નિકાલ થયો.
· 28 ફેબ્રુઆરી, 2019 સુધી 2.84 લાખ કરોડ રૂપિયાનાં 6079 કેસનો નિકાસ થયો હતો.
· આરબીઆઈની રિપોર્ટ અનુસાર, ફસાયેલા ઋણ ધરાવતાં ખાતાઓમાંથી બેંકોને 50,000 કરોડ રૂપિયા મળ્યાં છે.
· વધુ 50,000 કરોડ રૂપિયાને બિનમાન્યતાપ્રાપ્તમાંથી માન્યતાપ્રાપ્ત સંપત્તિઓમાં અપગ્રેડ કરવામાં આવી છે.
· બેંચમાર્ક નીતિગત દરો અગાઉ 50 બીપીએસ ઘટાડવામાં આવ્યાં હતાં અને પછી ગયા વર્ષ પછી 75 બીપીએસ ઘટાડવામાં આવ્યાં.
· સપ્ટેમ્બર, 2018થી પ્રવાહિતતાની સ્થિતિ નબળી રહી છે અને સરકારી બોન્ડો પર એની અસર જોવા મળી છે.
· એનબીએફસી ક્ષેત્રમાં દબાણ અને મૂડીબજારમાંથી પ્રાપ્ત થનાર ઇક્વિટી નાણાની ઉપલબ્ધતામાં ઘટાડો થવાથી નાણાકીય પ્રવાહમાં ઘટાડો થયો.
· વર્ષ 2018-19 દરમિયાન જાહેર ઇક્વિટી ઇશ્યૂ કરવાનાં માધ્યમથી મૂડીનિર્માણમાં 81 ટકાનો ઘટાડો થયો છે.
· એનબીએફસીનાં ઋણ વિકાસદરમાં માર્ચ, 2018નાં 30 ટકાની સરખામણીમાં માર્ચ, 2019માં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે.
મૂલ્ય અને મોંઘવારીનો દર
· સીપીઆઈસી પર આધારિત મોંઘવારીનાં દરમાં સતત પાંચમા વર્ષે ઘટાડો નોંધાયો. છેલ્લાં બે વર્ષમાં આ 4 ટકાથી ઓછો રહ્યો છે.
· ઉપભોક્તા ખાદ્ય મૂલ્ય સૂચકાંક (સીએફપીઆઈ) આધારિત ખાદ્ય મુદ્રા મોંઘવારીમાં સતત પાંચમા વર્ષે ઘટાડો નોંધાયો અને આ છેલ્લાં 2 વર્ષ દરમિયાન 2 ટકાથી ઓછો રહ્યો છે.
· સીપીઆઈ-સી આધારિત મોંઘવારીનો દર (સીપીઆઈમાં ખાદ્યાન્ન અને ઇંધણને બાદ કરતાં) 2017-18ની સરખામણીમાં 2018-19માં થયેલી વૃદ્ધિ પછી માર્ચ, 2019થી ઘટાડો થઈ રહ્યો છે.
· વર્ષ 2018-19 દરમિયાન સીપીઆઈ-સી આધારિત મોંઘવારીનાં દરનાં મુખ્ય કારણો છે – મકાન, ઇંધણ અને અન્ય. મુખ્ય મોંઘવારીનાં દરનાં નિર્ધારણમાં સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધી રહ્યું છે.
· વર્ષ 2017-18ની સરખામણીમાં વર્ષ 2018-19 દરમિયાન સીપીઆઈ ગ્રામીણ મોંઘવારીનાં દરમાં ઘટાડો થયો છે. જોકે સીપીઆઈ શહેરી મોંઘવારીનો દર વર્ષ 2018-19 દરમિયાન થોડો વધ્યો છે. વર્ષ 2018-19 દરમિયાન ઘણાં રાજ્યોમાં સીપીઆઈ મોંઘવારીનાં દરમાં ઘટાડો થયો છે.
સતત વિકાસ અને આબોહવામાં પરિવર્તન
· ભારતનો એસડીજી સૂચકાંક અંક રાજ્યો માટે 42થી 69 વચ્ચે અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 57થી 68 વચ્ચે છે.
· રાજ્યમાં 69 અંકો સાથે કેરળ અને હિમાચલપ્રદેશ સૌથી આગળ છે.
· કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંદીગઢ અને પુડુચેરી ક્રમશઃ 68 અને 65 અંકો સાથે સૌથી આગળ છે.
· નમામી ગંગે મિશનને એસડીજી-6 હાંસલ કરવા માટે નીતિગત પ્રાથમિકતાનાં આધારે શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે 2015-20નાં ગાળા માટે 20,000 કરોડ રૂપિયાની અંદાજપત્રીય ફાળવણી કરવામાં આવી હતી.
· એસડીજીને હાંસલ કરવા માટે સંસાધનદક્ષતા પર રાષ્ટ્રીય નીતિનું સૂચન કરવામાં આવ્યું હતું.
· વર્ષ 2019માં સંપૂર્ણ દેશ માટે એમસીએપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. એનો ઉદ્દેશ નીચે મુજબ છેઃ
· હવાનાં પ્રદૂષણને અટકાવવું, નિયંત્રણમાં લેવું અને ઓછું કરવું.
· સંપૂર્ણ દેશમાં હવાની ગુણવત્તા પર નજર રાખવા માટે નેટવર્કને મજબૂત બનાવવું
· વર્ષ 2018માં કટોવિસ, પોલેન્ડમાં આયોજિત સીઓપી-24ની સફળતાઓ
· વિકસિત અને વિકાસશીલ દેશો માટે જુદાં જુદાં શરૂઆતી પોઇન્ટ (સ્ટાર્ટિંગ પોઇન્ટ)ની ઓળખ.
· વિકાસશીલ દેશો પ્રત્યેનું વલણ નરમ કરવું
· સમાનતા અને સહિયારી, પરંતુ અલગ જવાબદારી અને કાર્યક્ષમતા સહિત સિદ્ધાંતો પર વિચાર.
· પેરિસ સમજૂતી આબોહવાની નાણાકીય બાબતો પર ભૂમિકા પર ભાર મૂકે છે, જેનાં વિના પ્રસ્તાવિત એનડીસીનો લાભ ન મળી શકે.
· આંતરરાષ્ટ્રીય સમુદાયે અનુભવ કર્યો છે કે, વિકસિત દેશ આબોહવા સાથે સંબંધિત નાણાકીય પ્રવાહ વિશે વિવિધ દાવાઓ કરી રહ્યાં છે. પરંતુ હકીકતમાં નાણાકીય પ્રવાહ આ દાવાઓથી ઘણો ઓછો છે.
· ભારતનાં એનડીસીને લાગુ કરવા માટે આંતરરાષ્ટ્રીય સરકારી અને ખાનગી ક્ષેત્રોની નાણાકીય સહાયતા સાથે સ્થાનિક અંદાજપત્રીય મદદની પણ જરૂર છે.
વિદેશી ક્ષેત્ર
· ડબલ્યુટીઓ અનુસાર વિશ્વ વેપારનો વિકાસ 2017નાં 4.6 ટકાની તુલનામાં 2018માં ઘટીને 3 ટકા રહી ગયો છે, જેનાં કારણો નીચે મુજબ છેઃ
· નવી અને બદલા લેવાની પ્રવૃત્તિથી ટેરિફ ઉપાય
· અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોરમાં વધારો
· વૈશ્વિક આર્થિક વિકાસ નબળો
· નાણાકીય બજારમાં અનિશ્ચિતતા (વિશ્વ વેપાર સંગઠન)
· ભારતીય ચલણનાં સંદર્ભમાં રૂપિયાનાં અવલમૂલ્યને કારણે વર્ષ 2018-19 દરમિયાન નિકાસમાં વધારો થયો, ત્યારે આયાતમાં ઘટાડો થયો.
· વર્ષ 2018-19નાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન કુલ મૂડીનો પ્રવાહ મધ્યમ રહ્યો, ત્યારે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)નાં પ્રવાહમાં વધારો થયો છે. આ કારણે પોર્ટફોલિયો રોકાણ અંતર્ગત નિકાસનું પ્રમાણ વધારે ઊંચું રહ્યું છે.
· ડિસેમ્બર, 2018 સુધી ભારતનું વિદેશી ઋણ 521.1 અબજ ડોલર હતું. આ માર્ચ, 2018નાં સ્તરથી 1.6 ટકા ઓછું છે.
· વિદેશી દેવાનો ઇન્ડેક્સ જણાવે છે કે, ભારતનું વિદેશી દેવું લાંબા ગાળાનું નથી.
· કુલ દેવું અને જીડીપીનો રેશિયો (દેવું અને બિન-દેવાં ઘટકોનાં સમાવેશ સાથે) 2015નાં 45 ટકાથી ઘટીને 2018માં ઘટીને 38 ટકા થઈ ગયો.
· પ્રત્યક્ષ વિદેશી રોકાણનો હિસ્સો વધ્યો છે અને કુલ દેવામાં કુલ પોર્ટફોલિયો રોકાણમાં ઘટાડો આવ્યો છે. આ દર્શાવે છે કે, ચાલુ ખાતાની ખાધને ધન ઉપલબ્ધ કરાવવા માટે વધારે સ્થિર સ્રોતો તરફ સ્થળાંતરણ થયું છે.
· વર્ષ 2017-18 દરમિયાન ભારતીય રૂપિયાનું મૂલ્ય ડોલરદીઠ 65થી 68 રૂપિયા હતું. પરંતુ અવમૂલ્યની સાથે ભારતીય રૂપિયાનું મૂલ્ય 2018-19 દરમિયાન ડોલરદીઠ 70થી 74 રૂપિયા થયું હતું.
· આયાતની ખરીદક્ષમતાને દર્શાવતા પ્રવાહોમાં સતત તીવ્ર વધારો થઈ રહ્યો છે. આવું કદાચ એટલે સંભવ થયું છે, કારણ કે કાચા તેલની કિંમતોમાં ભારતને નિકાસની સરખામણીમાં હજુ પણ તેજી આવી નથી.
· વર્ષ 2018-19માં વિનિમય દરમાં ગયા વર્ષની સરખામણીમાં વધારે ચડઊતર જોવા મળી હતી. આવું કાચાં તેલની કિંમતોમાં વધઘટને કારણે થયું હતું.
· વર્ષ 2018-19માં ભારતમાં નિકાસ-આયાત બાસ્કેટનું સ્વરૂપ
· નિકાસ (પુનર્નિકાસ સહિત): 23,07,663 કરોડ રૂપિયા
· આયાતઃ 35,94,373 કરોડ રૂપિયા
· સૌથી વધુ નિકાસ થયેલી ચીજવસ્તુઓમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, કિંમતી પત્થરો, દવાઓનાં નુસ્ખા, સોનું અને અન્ય કિંમતી ધાતુ સામેલ રહી છે.
· સૌથી વધુ આયાત થયેલી ચીજવસ્તુઓમાં કાચું તેલ, મોતી, કિંમતી પત્થર અને સોનું સામેલ રહ્યું છે.
· ભારતનાં મુખ્ય વેપારી ભાગીદારોમાં અમેરિકા, ચીન, હોંગકોંગ, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયા સામેલ રહ્યાં છે.
· ભારતે 2018-19માં વિવિધ દેશો/દેશોનાં સમૂહો સાથે 28 દ્વિપક્ષીય, બહુપક્ષીય સમજૂતી કરી.
· આ દેશોને કુલ 121.7 અબજ અમેરિકન ડોલરનાં મૂલ્યની નિકાસ થઈ, જે ભારતની કુલ નિકાસનો 36.9 ટકા હિસ્સો હતો.
· આ દેશોમાંથી કુલ 266.0 અબજ ડોલરનાં મૂલ્યની આયાત થઈ, જે ભારતની કુલ આયાતનો 52.0 ટકા હિસ્સો છે.
કૃષિ અને ખાદ્ય વ્યવસ્થાપન
· દેશના કૃષિ ક્ષેત્રમાં ચક્રવાર વિકાસ થાય છે.
· ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ) 2014-15માં દેશના કૃષિ ક્ષેત્રએ 0.2 ટકાની નકારાત્મક વૃદ્ધિમાંથી બહાર આવીને 2016-17માં 6.3 ટકાનો વિકાસદર હાંસલ કર્યો, પરંતુ 2018-19માં તે ઘટીને 2.9 ટકા પર આવ્યો.
· ગ્રોસ કેપિટલ ફોર્મેશન (જીસીએફ) 2017-18માં કૃષિ ક્ષેત્રમાં ગ્રોસ કેપિટલ ફોર્મેશન 15.2 ટકા ઘટ્યું. 2016-17માં તે 15.6 ટકા હતું.
· કૃષિમાં 2016-17 દરમિયાન જાહેર ક્ષેત્રના જીસીએફ જીવીએના ટકાના રૂપમાં 2.7 ટકા વધ્યો. 2013-14માં તે 2.1 ટકાના સ્તરે હતો.
· કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી 2005-06ના સમયગાળા દરમિયાન 11.7 ટકાની તુલનાએ 2015-16માં વધીને 13.9 ટકા થઇ ગઇ. નાના અને સીમાંત ખેડૂતોમાં આવી મહિલાઓની સંખ્યા 28 ટકા રહી.
· નાના અને સીમાંત ખેડૂતોમાં જમીનની માલિકીવાળા પરિચાલન વાળી ખેતીના કિસ્સાઓમાં પરિવર્તન જોવા મળ્યું છે.
· 89 ટકા ભૂગર્ભ જળનો ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જમીનની ઉત્પાદકતાથી વધુ ધ્યાન સિંચાઇ માટે પાણીની ઉત્પાદકતા પર આપવું જોઇએ.
· ખાતરોની અસરનો ગુણોત્તર સતત ઘટી રહ્યો છે. ઝીરો બજેટ સહિત જૈવિક અને કુદરતી ખેતીની ટૅકનિક સિંચાઇ જળના તર્ક સંગત ઉપયોગ અને માટીની ઉત્પાદકતા વધારવામાં મદદ કરી શકે છે.
· લઘુ અને સીમાંત ખેડૂતો વચ્ચે સ્રોતોના ઉપયોગને વધુ ન્યાય સંગત બનાવવા માટે આઈસીટીને લાગુ કરવા અને કસ્ટમ હાયરિંગ સેન્ટર દ્વારા સક્ષમ ટૅકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
· કૃષિ અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રોના સર્વાંગી અને સતત વિકાસ માટે આજીવિકાઓના સ્રોતોનું વૈવિધ્યકરણ. આ માટે નીતિઓમાં આ બાબતો પર ધ્યાન આપવું પડશે:-
• દુનિયામાં દુધના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતમાં ડેરી ક્ષેત્રને પ્રોત્સાહન.
• પશુધનનો વિકાસ કરવો.
• દુનિયામાં માછલીઓના બીજા સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતમાં મત્સ્ય પાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવું.
ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
· 2018-19માં આઠ પાયાના ઉદ્યોગોના કુલ ઇન્ડેક્સમાં 4.3 ટકાનો વધારો.
· વર્લ્ડ બેંકના વ્યાપાર સુગમતા રિપોર્ટ 2019માં ભારત દુનિયાના 190 દેશોમાં 77મા ક્રમે આવી ગયું. પહેલાની તુલનાએ 23 ક્રમ આગળ આવ્યું.
· 2018-19માં દેશમાં માર્ગ નિર્માણના કાર્યોમાં 30 કિલોમીટર પ્રતિ દિવસના હિસાબે પ્રગતિ થઇ. 2014-15માં માર્ગ નિર્માણ 12 કિલોમીટર પ્રતિ દિવસ થતું હતું.
· 2017-18ની તુલનાએ 2018-19માં રેલવે ભાડા અને મુસાફર વહન ક્ષમતામાં ક્રમશ: 5.33 અને 0.64 ટકાનો વધારો થયો.
· દેશમાં 2018-19 દરમિયાન કુલ ટેલિફોન જોડાણો 118.34 કરોડના આંકડા સુધી પહોંચી ગયા.
· વીજળીની સ્થાપિત ક્ષમતા 2019માં 3,56,100 મેગાવોટ રહી જ્યારે 2018માં તે 3,44,002 મેગાવોટ હતી.
· ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત દૂર કરવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ જરૂરી છે.
· પ્રધાનમંત્રી આવાસ યોજના અને સૌભાગ્ય યોજનાઓ જેવા મુખ્ય સરકારી કાર્યક્રમોના માધ્યમથી ટકાઉક્ષમ અને લવચિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખાસ મહત્વ આપવામાં આવ્યું.
સેવા ક્ષેત્ર
- સેવા ક્ષેત્ર (નિર્માણ સિવાય)ના ભારતના જીવીએમાં 54.3 ટકાની ભાગીદારી છે અને તેણે 2018-19માં જીવીએની વૃદ્ધિમાં અડધાથી વધુનું યોગદાન આપ્યું છે.
- 2017-18માં આઈટી-બીપીએમ ઉદ્યોગ 8.4 ટકા વધીને 167 અરબ અમેરિકી ડોલર પર પહોંચી ગયો અને તે 2018-19માં 181 અરબ અમેરિકી ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે.
- સેવા ક્ષેત્રની વૃદ્ધિ 2017-18ના 8.1 ટકાથી સામાન્ય રૂપે ઘટીને 2018-19માં 7.5 ટકા પર આવી ગઈ છે.
- ઝડપી ગતિએ વધેલા ઉપ-ક્ષેત્રો: નાણાકીય સેવાઓ, રીયલ એસ્ટેટ અને વ્યવસાયિક સેવાઓ
- ધીમી ગતિએ વધનારા ક્ષેત્ર: હોટલ, પરિવહન, સંચાર અને પ્રસારણ સેવાઓ
- વર્ષ 2017માં રોજગારમાં સેવાઓની ભાગીદારી 34 ટકા હતી.
- પર્યટન
- વર્ષ 2018-19માં 10.6 મીલીયન વિદેશી પ્રવાસીઓ આવ્યા, જયારે 2017-18માં તેમની સંખ્યા 10.4 મીલીયન હતી.
- પ્રવાસીઓ પાસેથી વિદેશી હુંડીયામણની કમાણી 2018-19માં 27.7 અરબ અમેરિકી ડોલર થઇ, જયારે 2017-18માં 28.7 અરબ અમેરિકી ડોલર હતી.
સામાજિક પાયાગત માળખું, રોજગાર અને માનવ વિકાસ
- સમગ્રતયા વિકાસ માટે સામાજિક પાયાગત માળખા જેવા કે શિક્ષણ, સ્વાસ્થ્ય, આવાસ અને સંપર્ક સ્થાપિત કરવામાં સાર્વજનિક રોકાણ મહત્વપૂર્ણ છે.
- જીડીપીના ટકાના રૂપમાં નિમ્ન સ્તર પર સરકારી ખર્ચ (કેન્દ્ર+રાજ્ય)
- સ્વાસ્થ્ય: 2018-19માં 1.5 ટકા વૃદ્ધિ કરવામાં આવી, કે જે 2014-15માં 1.2 ટકા હતી.
- શિક્ષણ: આ સમયગાળા દરમિયાન 2.8 ટકાથી વધીને 3 ટકા કરવામાં આવી.
- શિક્ષણના સંખ્યાત્મક અને ગુણાત્મક સંકેતોમાં પુરતી માત્રામાં પ્રગતિ આવશે, જેમાં નામ લખાવવાના સમગ્ર ગુણોત્તર, લિંગ સમાનતા સૂચકાંક અને પ્રાથમિક શાળાના સ્તર પર અભ્યાસના પરિણામોમાં સુધારો જોવા મળ્યો.
- કૌશલ્ય વિકાસને આ રીતે પ્રોત્સાહન:
- નાણાકીય સાધનના રૂપમાં કૌશલ્ય પ્રમાણ પત્રોની શરૂઆત, જેથી કરીને યુવાન કોઇપણ માન્યતા પ્રાપ્ત પ્રશિક્ષણ સંસ્થાનમાંથી શિક્ષણ મેળવી શકે.
- પીપીપી મોડમાં; અભ્યાસક્રમ વિકાસ ઉપકરણની જોગવાઈ, પ્રશિક્ષકોના પ્રશિક્ષણ વગેરે માટે પ્રશિક્ષણ સંસ્થાન સ્થાપિત કરવામાં ઉદ્યોગને સમાવિષ્ટ કરવો.
- રેલવે કર્મચારીઓ અને અર્ધ સૈનિકોને મુશ્કેલ સ્થાનોમાં પ્રશિક્ષણ આપવા માટે મનાવી શકાય તેમ છે.
- માંગ પુરવણીના અંતરાલના આકલન માટે સ્થાનિક એકમોને સામેલ કરીને પ્રશિક્ષકોનો માહિતી સંગ્રહ તૈયાર કરીને, ગ્રામીણ યુવકોના કૌશલ્યની મેપિંગ એ કેટલીક અન્ય પ્રસ્તાવિત પહેલો છે.
- ઈપીએફ અનુસાર ઔપચારિક ક્ષેત્રમાં માર્ચ 2019માં રોજગાર સર્જન ઉચ્ચ સ્તર પર 8.15 લાખ હતું, જ્યરે ફેબ્રુઆરી 2018માં તે 4.87 લાખ હતું.
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય) અંતર્ગત 2014થી આશરે 1,90,૦૦૦ કિલોમીટર ગ્રામીણ માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અંતર્ગત આશરે 1.54 કરોડ ઘરોનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવ્યું, જ્યારે 31 માર્ચ, 2019 સુધી મૂળભૂત સુવિધાઓની સાથે એક કરોડ પાક્કા મકાન બનાવવાનું લક્ષ્ય હતું.
- સ્વસ્થ ભારતની માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અને આયુષ્માન ભારત યોજનાના માધ્યમથી પહોંચપાત્ર, સસ્તી અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
- દેશભરમાં વૈકલ્પિક સ્વાસ્થ્ય સેવાઓ, રાષ્ટ્રીય આયુષ મિશનની શરૂઆત કરવામાં આવી, જેથી સસ્તી અને આયુષ સ્વાસ્થ્ય સેવા જેવી સેવાઓ આપી શકાય જેથી આ સેવાઓની પહોંચમાં સુધારો થાય અને સસ્તી સેવાઓ મળી રહે.
- બજેટ ફાળવણી પર વાસ્તવિક ખર્ચને વધારીને અને ગયા ચાર વર્ષમાં બજેટ ફાળવણી વધારીને રોજગાર સર્જન યોજના મનરેગાને પ્રાથમિકતા આપવામાં આવી.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1577212)
Visitor Counter : 3057