આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય

‘‘આંકડાકીય દિવસ’’ 29 જૂન, 2019નાં રોજ ઉજવવામાં આવશે


આયોજન અને નીતિ નિર્માણમાં આંકડાશાસ્ત્રની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ પેદા થશે

મૂળ વિષય : સતત વિકાસ લક્ષ્યાંક (એસડીજી)

એસડીજી પર બેઝલાઇન રિપોર્ટ અને નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક (એનઆઇએફ) પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે

Posted On: 27 JUN 2019 12:34PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 27-06-2019

 

સરકાર દર વર્ષે આંકડાકીય દિવસની ઉજવણી કરે છે. આ ઉદ્દેશ રોજિંદા જીવનમાં આંકડાઓનાં ઉપયોગને લોકપ્રિય બનાવવાનો અને લોકોને એ વાતથી વાકેફ કરવાનો છે કે, નીતિઓને આકાર આપવામાં તેમજ એને બનાવવામાં આંકડાઓ કેવી રીતે મદદરૂપ થાય છે. એને રાષ્ટ્રીય સ્તરે એક વિશેષ દિવસ સ્વરૂપે માન્યતા આપવામાં આવે છે, જે પ્રોફેસર પી સી મહાલનોબિસનાં જન્મદિવસ પર 29 જૂનનાં રોજ ઉજવવામાં આવે છે. જે રાષ્ટ્રીય આંકડાકીય વ્યવસ્થાની સ્થાપનામાં એમનાં અમૂલ્ય યોગદાનનો પરિચય આપે છે.

આ પ્રસંગે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ માટે મુખ્ય કાર્યક્રમ 29 જૂન, 2019નાં રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કેન્દ્રિય આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ (સ્વતંત્ર હવાલો) પ્રધાન રાવ ઇન્દરજિંત સિંહની અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રિય આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ (એમઓએસપીઆઈ) મંત્રાલય અને ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ સંયુક્તપણે કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિનાં આર્થિક સલાહકાર, ભારતીય આંકડાકીય સંસ્થાનાં અધ્યક્ષ શ્રી બિબેક દેબ્રોય, ભારતનાં મુખ્ય આંકડાશાસ્ત્રી કમ આંકડાકીય મંત્રાલય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનાં સચિવ શ્રી પ્રવીણ વાસ્તવ તથા કેન્દ્ર/રાજ્ય સરકારોનાં વરિષ્ઠ અધિકારીઓની સાથે અન્ય હિતધારકો પણ ઉપસ્થિત રહેશે.

આંકડાશાસ્ત્રનાં ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રદાન માટે પ્રોફેસર સી આર રાવ પુરસ્કાર 2019નાં વિજેતાને કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરવામાં આવશે. અખિલ ભારતીય સ્તરે આંકડાશાસ્ત્ર સાથે સંબંધિત વિષય પર પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે આયોજિત ‘ઓન ધ સ્પોટ’ નિબંધલેખન સ્પર્ધાઓનાં વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવશે.

દર વર્ષે આંકડાકીય દિવસને વર્તમાન રાષ્ટ્રીય મહત્ત્વનાં એક મૂળ વિષયની સાથે ઉજવવામાં આવે છે, જે ઘણી કાર્યશાળાઓ અને સેમિનારોનાં માધ્યમથી એક વર્ષ સુધી ચાલે છે. એનો ઉદ્દેશ પસંદગીનાં ક્ષેત્રમાં સુધારો લાવવાનો છે. આંકડાકીય દિવસ 2019નો મૂળ વિષય “સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)” છે. આ થીમ એસડીજીમાં સમયમર્યાદા/ગુણવત્તામાં સુધારો ડેટાનો ગેપ ભરવા માટે સઘન ચર્ચાવિચારણા માટે પસંદ કરવામાં આવ્યો છે.

એમઓએસપીઆઈ એસડીજીની પ્રગતિ માપવા માટે નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક (એનઆઇએફ) તથા રાષ્ટ્રીય સ્તરે સંલગ્ન લક્ષ્યાંકોનાં વિકાસ માટે જવાબદાર છે. એનઆઇએફ નીતિનિર્માતાઓને તથા વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનાં અમલ  માટે ઉચિત દિશા આપશે.

એસડીજી હાંસલ કરવા માટે ભવિષ્યનાં પડકારો અને પ્રગતિ પર પ્રેઝન્ટેશન/ચર્ચાનું આયોજન એમઓએસપીઆઈ કરે છે. એસડીજી પર બેઝલાઇન રિપોર્ટ અને નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક (એનઆઇએફ)ની પુસ્તિકા જાહેર કરવામાં આવશે. આ પ્રસંગે મંત્રાલય અન્ય થોડાં પ્રકાશનો પણ જાહેર કરશે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, રાજ્ય સરકારો અને યુનિવર્સિટીઓ/વિભાગોની ફિલ્ડ ઓફિસો આંકડાકીય દિવસ – 2019ની ઉજવણી કરવા માટે સેમિનારો, કોન્ફરન્સ, ડિબેટ, ક્વિઝ પ્રોગ્રામ, લેક્ચર, નિબંધ સ્પર્ધા વગેરેનું આયોજન કરશે.

આ પ્રસંગે ભારતનાં મુખ્ય આંકડાશાસ્ત્રી અને આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનાં સચિવ પ્રવીણ શ્રીવાસ્તવે પ્રોફેસર પી સી મહાલનોબિસનાં પ્રદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “પ્રોફેસર મહાલનોબિસને દેશમાં આંકડાકીય વ્યવસ્થાનાં પિતા તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે વર્ષ 1931માં આંકડાશાસ્ત્રમાં સંશોધન અને તાલીમ માટે વર્ષ 1931માં કોલકાતામાં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપિત કરી હતી. સત્તાવાર આંકડાનાં આધારસ્તંભ સમાન સંસ્થાઓ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન (સીએસઓ) અને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન (એનએસએસઓ) પણ એમણે સ્થાપિત કરી છે અને એમનું સ્વપ્ન હતું. તેમની યાદમાં આંકડાકીય દિવસની ઉજવણી હાલનાં આંકડાશાસ્ત્રીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે.”

એક અપેક્ષા મુજબ, આ કાર્યક્રમો ખાસ કરીને યુવા પેઢીમાં સામાજિક-આર્થિક આયોજન અને નીતિ ઘડવામાં આંકડાશાસ્ત્રની ભૂમિકા વિશે જાહેર જાગૃતિ લાવશે.

 

DK/NP/J.Khunt/GP        



(Release ID: 1576043) Visitor Counter : 764