પ્રધાનમંત્રીનું કાર્યાલય

અમેરિકાનાં વિદેશમંત્રી માઇકલ પોમ્પીઓ પ્રધાનમંત્રીને મળ્યાં

Posted On: 26 JUN 2019 2:35PM by PIB Ahmedabad

અમેરિકાનાં વિદેશ મંત્રી માઇકલ આર પોમ્પીઓ આજે સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.

વિદેશ મંત્રી પોમ્પીઓએ પ્રધાનમંત્રીને રાષ્ટ્રપ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી શુભેચ્છાઓ પાઠવી અને ચૂંટણીમાં વિજય મેળવવા બદલ અભિનંદન પ્રધાનમંત્રીને આપ્યાં હતાં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી માઇકલ પોમ્પીઓનો શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને પણ શુભકામનાઓ બદલ આભાર પાઠવવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે, અમેરિકા સાથેનાં સંબંધોને ભારત પ્રાથમિકતા આપે છે. તેમણે સરકારના નવા કાર્યકાળમાં પરસ્પર વિશ્વાસ અને સહિયારા હિતોનાં સિદ્ધાંતો પર આધારિત વ્યૂહાત્મક ભાગીદારી માટે પોતાનો દ્રષ્ટિકોણ રેખાંકિત કર્યો હતો.

વિદેશ મંત્રી શ્રી પોમ્પીઓએ જણાવ્યું કે, અમેરિકાની સરકાર ભારત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધ સ્થાપિત કરવા ઇચ્છે છે અને સહિયારા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવા ઇચ્છે છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ વેપાર અને અર્થવ્યવસ્થા, ઊર્જા, સંરક્ષણ, આતંકવાદ વિરૂદ્ધ લડાઈ અને બંને દેશોનાં લોકો વચ્ચે સંપર્કનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને સંપૂર્ણ ક્ષમતા સાથે હાંસલ કરવા માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

DK/NP/J.Khunt/GP/RP



(Release ID: 1575829) Visitor Counter : 110