પ્રધાનમંત્રીનું કાર્યાલય

બિશ્કેક રવાના થતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

Posted On: 12 JUN 2019 9:30PM by PIB Ahmedabad

હું 13-14 જૂન, 2019નાં રોજ બિશ્કેક (કિર્ગિઝ પ્રજાસત્તાક)ની મુલાકાત લઇશ. અહીં હું શાંઘાઈ સહકાર સંઘઠન (એસસીઓ)નાં સભ્ય દેશોનાં વડાઓનાં શિખર સંમલેનની બેઠકમાં હાજરી આપીશ.

આપણે વિસ્તારમાં બહુપક્ષીય, રાજકીય, સુરક્ષા, આર્થિક અને લોકો-થી-લોકોના (P2P) આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવામાં એસસીઓમાં વિશેષ મહત્ત્વ ધરાવીએ છીએ.

ભારત બે વર્ષ અગાઉ એસસીઓનો સંપૂર્ણ સભ્ય દેશ બન્યો હોવાથી એસસીઓની વિવિધ સંવાદ વ્યવસ્થામાં સક્રિયપણે સહભાગી થઈ રહ્યો છે. આપણે ગયા વર્ષે કિર્ગિઝ પ્રજાસત્તાકનાં અધ્યક્ષપદને સંપૂર્ણ સાથસહકાર આપ્યો છે.

આ શિખર સંમેલનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા સંબંધિત સ્થિતિ, બહુપક્ષીય આર્થિક સહકાર, લોકો-થી-લોકો (P2P)ના આદાનપ્રદાન તથા આંતરરાષ્ટ્રીય અને પ્રદેશ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ પ્રસ્તુત મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ શિખર સંમેલનની સાથે-સાથે મેં કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવાની યોજના પણ બનાવી છે.

કિર્ગિઝ પ્રજાસત્તાકનાં રાષ્ટ્રપતિનાં આમંત્રણ પર એસસીઓનું શિખર સંમેલન પૂર્ણ થયા પછી 14 જૂન, 2019નાં રોજ કિર્ગિઝ પ્રજાસત્તાકની સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત પણ લઈશ.

ભારત અને કિર્ગિઝ પ્રજાસત્તાક ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણો ધરાવે છે, સહિયારા પરંપરાગત મૂલ્યો ધરાવે છે અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આપણાં સંબંધો દ્વિપક્ષીય જોડાણનાં કેટલાંક ક્ષેત્રોમાં વધ્યાં છે, જેમાં સંરક્ષણ, સુરક્ષા, વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રો સામેલ છે.

દ્વિપક્ષીય સાથસહકારની સંપૂર્ણ રેન્જ પર અમારી ચર્ચાવિચારણા ઉપરાંત રાષ્ટ્રપતિ જીનબેકોવ અને હું ઇન્ડિયા-કિર્ગિઝ બિઝનેસ ફોરમની પ્રથમ બેઠકને સંયુક્તપણે સંબોધિત કરીશું.

મને વિશ્વાસ છે કે, કિર્ગિઝ પ્રજાસત્તાકની મારી મુલાકાત એસસીઓનાં સભ્ય દેશો સાથે આપણાં સાથસહકારને વધારે મજબૂત કરશે તથા કિર્ગિઝ પ્રજાસત્તાક સાથેનાં સંબંધોને ગાઢ બનાવશે.

 

DK/J. Khunt/GP/RP



(Release ID: 1574325) Visitor Counter : 182