ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ સચિવે ચક્રાવાતી વાવાઝોડુ ‘વાયુ’થી ઉત્પન્ન થનારી પરિસ્થિતિ સામનો કરવા માટે જરૂરી તૈયારીનાં પગલની સમિક્ષા કરી

Posted On: 12 JUN 2019 4:57PM by PIB Ahmedabad

આજે કેન્દ્ર સરકારના ગૃહ સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમિતિની બેઠક થઈ હતી અને ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારનાં મંત્રાલયો અને એજન્સીઓએ ‘વાયુ’ વાવાઝોડા ઉત્પન્ન થનારી પરિસ્થિતિ સામનો કરવા માટે જરૂરી તૈયારીનાં પગલની સમિક્ષા કરી હતી.

 

ભારતીય હવામાન વિભાગે (IMD) માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘વાયુ’ વાવાઝોડુ ગુજરાતનો સાગરકાંઠો ભેદીને વેરાવળના પશ્ચિમ ભાગે પોરબંદર અને દીવ વચ્ચે ત્રાટકે તેમ છે. આ વાવાઝોડું 145 થી 155 કિ.મી.ની ઝડપે 13મી જૂન, 2019ના રોજ બપોર પહેલાં ત્રાટકી શકે તેમ છે. આ વવાઝોડાને કારણે ગુજરાતના સાગરકાંઠે આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેમ છે. આ વાવાઝોડાને કારણે 1.5 થી 2 મીટર ઊંચા મોજા સાગરકાંઠાના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, દીવ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ધસી આવે તેમ છે. હવામાન વિભાગ અસરગ્રસ્ત થનારા તમામ રાજ્યોમાં બુલેટીન બહાર પાડવાની કામગીરી કરી રહ્યું છે.

 

આ બેઠકમાં ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, સંદેશા વ્યવહાર મંત્રાલય, ઊર્જા મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી, ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ, ભારતિય હવામાન વિભાગ, અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના વરિષ્ઠ પ્રતિનિધિઓએ હાજર રહીને વાવાઝોડાનો સામનો કરવા માટેની તૈયારીઓની માહિતી આપી હતી.

 

આ બેઠકમાં ગુજરાત સરકારના મુખ્ય સચિવ તથા દીવના એડમિનિસ્ટ્રેટરના સલાહકારનો પણ વીડિયો કોન્ફરન્સથી સંપર્ક જોડાયા હતા અને વાવાઝોડાનો સામનો કરવામાટે લેવાયેલાં પગલાં અંગે માહિતી મેળવાઈ હતી. ગુજરાતના નિચાણવાળા વિસ્તારોમાંથી 1.2 લાખ લોકોનુ સલામત સ્થળોએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને આજે (જૂન 12, 2019) સાંજે 4 વાગ્યા સુધીમાં 3 લાખ લોકોનુ સ્થળાંતર કરાવી દેવામાં આવશે. એ જ પ્રકારે દીવમાંથી પણ 8,000 લોકોનુ સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે અને સાંજે 4 વાગ્યા સુધીમાં બીજા 10,000 લોકોનુ સ્થળાંતર કરી દેવામાં આવશે.

 

સંદેશા વ્યવહાર મંત્રાલયે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરને આદેશ આપ્યો છે કે કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલ કર્યા વગર ઈન્ટર સર્કલ સંદેશા મોકલવાની છૂટ આપવામાં આવે.

 

ગૃહ મંત્રાલય રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિતપ્રદેશોના તેમજ સંબંધ ધરાવતી વિવિધ એજન્સીઓના સતત સંપર્કમાં છે. ઘટના અગાઉ એનડીઆરએફની 52 ટુકડીઓએ હોડીઓ, વૃક્ષો કાપવાનાં સાધનો, સંદેશા વ્યવહારનાં સાધનો વગેરે સાથે સ્થળ પર સ્થાન સંભાળી લીધુ છે.

 

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, નૌકા દળ, ભારતીયસેના, વાયુદળનાં એકમોને પણ ખડે પગે રખાયાં છે. આ ઉપરાંત પરિસ્થિતિનુ સર્વેક્ષણ કરવા હેલિકોપ્ટર મારફતે હવાઈ તપાસ થઈ રહી છે.

 

કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓએ ગોઠવેલી વ્યવસ્થા અંગે સમિક્ષા કરતાં કેન્દ્ર સરકારના ગૃહ સચિવ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે કોઈ વ્યક્તિએ જીવ ગુમાવવો પડે નહી અને માળખાગત સુવિધાઓને ઓછામાં ઓછુ નુકશાન થાય તે પ્રકારે સાવચેતીનાં પગલાં લઈ કામગીરી હાથ ધરવાની રહેશે. તેમણે આવશ્યક ચિજવસ્તુઓ અને પીવાનુ પાણી પૂરૂ પાડવાની તથા રાહત છાવણીઓમાં દવાઓ પૂરી પાડવાની તૈયારીઓની પણ સમિક્ષા કરી હતી. આ ઉપરાંત વીજળી,સંદેશા વ્યવહાર, આરોગ્ય વગેરે આવશ્યક સેવાઓની સ્થિતિ જાળવવા તથા આ સેવાઓ ખોરવાય તો તેને તાકિદે દુરસ્ત કરવા માટે ખાતરી રાખવાની સૂચનાઓ આપી હતી.

                                                                                                      

 



(Release ID: 1574146) Visitor Counter : 247