મંત્રીમંડળ
પ્રધાનમંત્રી-કિસાન યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો; જમીનનું ક્ષેત્રફળ ધ્યાનમાં લીધા વિના લાયકાત ધરાવતાં તમામ ખેડૂત પરિવારનો સામેલ કરવામાં આવ્યાં
મંત્રીમંડળની પ્રથમ બેઠક દરમિયાન ઐતહાસિક નિર્ણય – પીએમ-કિસાન યોજનામાં તમામ ખેડૂતોને આવરી લેવાયા
પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોનો આપેલું મોટું વચન પૂર્ણ કર્યું, હવે આ યોજનાનો લાભ 14.5 કરોડ ખેડૂતોને મળશે
Posted On:
31 MAY 2019 8:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન)નાં વિસ્તારને મંજૂરી આપી હતી. આ નિર્ણય સાથે જમીન ધરાવતા લાયક તમામ ખેડૂત પરિવારોને (જે બાકાત રાખવાનાં પ્રવર્તમાન માપદંડોને આધિન છે) આ યોજનાનો લાભ મળશે.
વધારે લાભાર્થીઓ, વધુ પ્રગતિઃ
સંશોધિત યોજના આશરે 2 કરોડથી વધારે ખેડૂતોને આવરી લેશે એવી અપેક્ષા છે, જેનાં પરિણામે પીએમ-કિસાનનો વ્યાપ વધીને આશરે 14.5 કરોડ લાભાર્થીઓનો થઈ જશે, જેનાથી કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 87,210 કરોડનો ખર્ચ આવશે એવો અંદાજ છે.
ઝડપ, સ્તર અને મોટું વચન પૂર્ણ કર્યું:
આજનો મંત્રીમંડળનો નિર્ણય પીએમ-કિસાન યોજનાનાં વિસ્તરણ સાથે સંબંધિત છે, જે પ્રધાનમંત્રીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતની જનતાને આપેલા મોટું વચન પૂર્ણ કર્યું હોવાનું પ્રતીક છે.
એ પણ નોંધી શકાશે કે ઝારખંડમાં જમીનનાં અપડેટેડ રેકોર્ડનો અભાવ અને આસામ, મેઘાલય અને જમ્મુ-કાશ્મીર રાજ્યોમાં આધારની પહોંચનો અભાવ જેવી ચોક્કસ કાર્યકારી સમસ્યાઓનું પણ સમાધાન થયું છે.
પીએમ-કિસાન: ખેડૂતોને અભૂતપૂર્વ પ્રોત્સાહન:
પીએમ-કિસાન યોજનાનાં મૂળિયા વર્ષ 2019-20 માટેનાં વચગાળાનાં બજેટમાં રહેલાં છે.
પીએમ-કિસાન યોજનાનું મુખ્ય પાસુ દેશભરમાં 2 હેક્ટર સુધીની વાવણી કરી શકાય એવી જમીન ધરાવતાં નાના અને સીમાંત જમીનધારક ખેડૂત પરિવારોને આવકમાં રૂ. 6,000/-નો ટેકો કરવાનું છે. (જેનુ આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે)
આ રકમ દર વર્ષે ચાર-ચાર મહિને રૂ. 2000/-નાં એક એવા ત્રણ હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે, જે લાભનાં પ્રત્યક્ષ હસ્તાંતરણ (ડીબીટી) પદ્ધતિ દ્વારા લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં બેકમાં જમા થઈ જશે.
આ યોજના 24મી ફેબ્રુઆરીનાં રોજ ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં એક વિશાળ કાર્યક્રમમાં રેકોર્ડ 3 અઠવાડિયાનાં ગાળામાં શરૂ કરવામાં આવી હતી. ગોરખપુરમાં કેટલાક ખેડૂતોને પ્રથમ તબક્કાનો હપ્તો મળી ગયો હતો.
અત્યાર સુધી 3.11 કરોડ લાભાર્થીઓને પ્રથમ હપ્તો અને 2.66 કરોડ લાભાર્થીઓને બીજો હપ્તો ખેડૂત પરિવારોનાં બેંક ખાતામાં સીધો જમા થઈ ગયો છે.
નવા જોશ સાથે ભારતનાં અન્નદાતાઓની સેવા કરવીઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વાર ભારતીય ખેડૂતોને પર્યાપ્ત માનપાન આપ્યું છે. તેમણે ભારતનાં ખેડૂતોને આપણા અન્નદાતાં ગણાવ્યાં હતા, જેઓ1.3 અબજ ભારતીયોને અનાજ અને ખાદ્ય ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે આકરી મહેનત કરે છે.
વર્ષ 2014થી 2019 વચ્ચે હાથથી ખેતી કરતાં ખેડૂતોને સક્ષમ બનાવવા અનેક પગલાં લેવામાં આવ્યાં હતા. એમાં 22 પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)માં વધારો, સોઇલ હેલ્થ કાર્ડ, પીએમ કૃષિ સિંચાઈ યોજના, પીએમ કિસાન સમ્પદા યોજના, વધારે સારા બજારો માટે ઇ-નામ સામેલ છે. આ પગલાથી કૃષિ ક્ષેત્ર વધારે સમૃદ્ધ થયું છે અને ખેડૂતો માટે વધારે ઉત્પાદકતા સુનિશ્ચિત થઈ હતી. ભારત વર્ષ 2022માં આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી કરશે અને એ વર્ષે પ્રધાનમંત્રી ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન જુએ છે, જેને પૂર્ણ કરવા તેઓ લાંબી મજલ કાપશે.
RP
(Release ID: 1573054)
Visitor Counter : 1325