પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દેશનાં વિવિધ વિસ્તારોમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 17 APR 2019 11:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર અને દેશનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તોફાનને કારણે થયેલી જાનહાનિ પર શોકની લાગણી વ્યક્ત કરી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સરકાર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરી રહી છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

 

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર અને દેશનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તોફાનને કારણે જીવ ગુમાવનાર લોકોનાં પરિવારજનો માટે પ્રધાનમંત્રીનાં રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક કુટુંબને રૂ. 2 લાખની સહાય મંજૂર કરી છે. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર અને દેશનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તોફાનને કારણે ઇજાગ્રસ્ત થયેલી દરેક વ્યક્તિ માટે પણ રૂ. 50,000ની સહાય મંજૂર કરી છે.

 

RP


(रिलीज़ आईडी: 1570855) आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil